13MPના પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતા સેમસંગના બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M11’ અને ‘ગેલેક્સી M01’ ભારતમાં લોન્ચ થયાં

Gadget

કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં M સિરીઝનાં 2 બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M11’ અને ‘ગેલેક્સી M01’ લોન્ચ કર્યાં છે. બંને ફોનમાં 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર મળશે. ‘ગેલેક્સી M11’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને ‘ગેલેક્સી M01’નાં 3GB + 32GB વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે. બંને ફોનમાં ડોલ્બી એટમોસ સાઉન્ડ સપોર્ટ મળશે. મંગળવારે બપોરે 3 વાગ્યાથી સેમસંગ ઈ સ્ટોર અને ઈ કોમર્સ સાઈટ પરથી ફોનની ખરીદી કરી શકાશે.

કિંમત અને વેરિઅન્ટ

મોડેલવેરિઅન્ટ  કિંમત
ગેલેક્સી M113GB + 32GB10,999 રૂપિયા
ગેલેક્સી M114GB + 64GB12,999 રૂપિયા
ગેલેક્સી M01’3GB + 32GB8,999 રૂપિયા

    ‘ગેલેક્સી M11’નાં બ્લેક, બ્લૂ અને વાયલેટ કલર અને ‘ગેલેક્સી M01’ નાં બ્લેક, બ્લૂ અને રેડ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. બંને ફોનમાં કનેક્ટિવિટી માટે 4G VoLTE, વાઈફાઈ, બ્લુટૂથ, GPS,AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ‘ગેલેક્સી M11’માં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.

‘ગેલેક્સી M11’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.4 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+ 720×1560 પિક્સલ ઈન્ફિનિટી ‘ઓ’ ડિસ્પ્લે
OSએન્ડ્રોઈડ 10 વિથ One UI 2.0
પ્રોસેસરઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 435
રિઅર કેમેરા 13MP + 5MP + 2MP
ફ્રન્ટ કેમેરા8MP
રેમ3GB/4GB
સ્ટોરેજ32GB/64GB
બેટરી5000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

‘સેમસંગ ગેલેક્સી M01’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ5.71 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+ 720×1560 પિક્સલ ઈન્ફિનિટી ‘વી’ ડિસ્પ્લે
OS એન્ડ્રોઈડ 10 વિથ One UI 2.0
પ્રોસેસર ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 435
રિઅર કેમેરા13MP + 2MP
ફ્રન્ટ કેમેરા5MP
રેમ3GB
સ્ટોરેજ32GB
બેટરી4000mAh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *