કાલોલમાં રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારોહ યોજાયો.

Gujarat Kalol Latest Loksabha -2024 Madhya Gujarat

|| Panchmahal Mirror Desk||

મોટી સંખ્યામા કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યાં.



કાલોલ ની આર. ઈ.એમ હાઇસ્કુલ ખાતે 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારંભ પંચમહાલ લોકસભા પ્રભારી ભરતભાઈ ડાંગર ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, લોકસભા ના સંયોજક ડૉક્ટર યોગેશ પંડ્યા તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ પાઠક કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ મહામંત્રી કિરણસિહ તેમજ એપીએમસીના ધર્મેન્દ્રસિહ તેમજ માજી પ્રમુખ ગિરવતસિંહ, વિધાનસભાના પ્રભારી કાંતિભાઈ, કૈલાશબેન, કમળાબેન, મહીલા બાળ વિકાસ ચેરમેન હીરાબેન, રશમિકબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, કાલોલ નગર પાલિકા ના માજી કોર્પોરેટરો, મહીલા આગેવાનો અને કાર્યકરો ની હાજરીમા કાર્યક્રમને સંબોધતા કાલોલના ધારાસભ્યો ખાતેથી ચૌહાણ દ્વારા દરેક કાર્યકરને પોતાની નૈતિક જવાબદારી સમજી 10 વ્યક્તિઓને મતદાન કરાવવા અપીલ કરી હતી તેમજ 127 કાલોલ વિધાનસભામાંથી ભાજપના રાજપાલસિંહ ને પોણા બે લાખ મત ની જંગી સરસાઇ અપાવવા અપીલ કરી હતી.

પંચમહાલ બેઠકના પ્રભારી ભરત ડાંગર જણાવેલ કે આ વિજય ટંકાર મહોત્સવ ને જોતા એવું લાગે છે રાજપાલ સિંહ જાદવ જાણે ચુંટણી જીતી ને આવ્યા હોય તે રીતે તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ છે તેજ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કામો અને જનકલ્યાણ ની યોજનાઓ ને કારણે સરકારના કામો જનજન સુઘી પહોંચ્યા છે તેને કારણે ભાજપ ના કાર્યકરો સાથે જન સમુદાય એક સુરે કહી રહ્યા છે અબકી બાર ૪૦૦ પાર કાલોલ તાલુકાના વતની અને લોકસભાની પંચમહાલ બેઠકના ઉમેદવાર રાજપાલસિંહે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે ઘણા લોકો કહે છે કે કાલોલમાં કેમ આવતા નથી ત્યારે કાલોલ મારુ ઘર છે,મારા ઘરનો પ્રસંગ હોય ત્યારે મારે નિશ્ચિત રહેવાનું હોય છે કારણ કે ઘરના લોકોએ પોતાની જવાબદારી ઉઠાવી લીધી છે અને જવાબદારી તો તમારી બધાની છે. ત્યારે એક પણ મતદાર મતદાન કર્યા વગર ન રહી જાય, વડાપ્રધાન સામાન્ય માણસ ના આરોગ્ય ની ચીંતા કરતા હોય અને દસ લાખ નુ સુરક્ષા કવચ આપણને આપતા હોય ત્યારે આપણી ફરજ છે કે આપણે તેઓના હાથ મજબૂત કરીએ તેઓએ સરકારની વિવિધ યોજનાઓનો નો ઉલ્લેખ કરી અયોધ્યા ના નવા મંદીર અને પાવાગઢ ના નવા મંદીર નો પણ દાખલો આપી સનાતન ધર્મ ના રક્ષક નરેદ્ર મોદી એ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હોવાનુ જણાવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *