રાજ્ય સરકાર ના સિંચાઈ વિભાગ દ્વારા કેશોદના ખીરસરા ગામમાં હરિયાળી ક્રાંતિ લાવી…

કેશોદના ખીરસરા ગામે તળાવ ઉડું થતાં ખેડૂતો બે મોસમ ખેતી કરી શકશે… ચોમાસામાં ભારે વરસાદમાં ભરાઈ રહેતું પાણી કેનાલ દ્વારા તળાવમાં સંગ્રહ થતાં જળસ્તર ઉચું આવશે… કેશોદ તાલુકામાં આવેલ ઘેડ પંથકમા પસાર થતી સાબળી નદી અને ઓઝત નદીમાં ભારે વરસાદ પડતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ દરિયામાં ભરતીના કારણે વરસાદી પાણી ભળી ન શકતાં સમગ્ર […]

Continue Reading

કેશોદ પોલીસે આઠ જુગારીઓને રૂપિયા ૧૬૩૦૦/- રોકડ મુદામાલ સાથે ઝડપી લીધા…

રિપોર્ટર : શોભના બાલસ. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને કેશોદ પોલીસ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી અટકાવવા અને આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાસતાં ભાગતાં આરોપીઓ ને ઝડપી લેવા કેશોદ પોલીસ સ્ટાફને બ્રિફીંગ […]

Continue Reading

મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હન એ ગુજરાત ના યુવક ને લાખોનો ચૂનો ચોપડ્યો.. વાંચો વધુ વિગત..

2.50 લાખ આપી લગ્ન કરી પત્નીને કેશોદ લાવ્યો; સ્માર્ટ ફોન, દાગીના અને જોઈએ ત્યારે રૂપિયા આપતો છતાં નાગપુર ભાગી ગઈ.. લગ્નની લાલચમાં ઘણા યુવાનો લૂંટેરી દુલ્હનનો ભોગ બની રહ્યા છે. જૂનાગઢના કેશોદનો એક યુવાન પણ લગ્ન કરીને છેતરાયો હતો. કેશોદના યુવાન દુર્ગેશને મહારાષ્ટ્રની લલિતાએ લગ્ન કરીને લાખોનો ચૂનો ચોપડ્યો હતો. 2.50 લાખ આપીને લલિતા સાથે […]

Continue Reading

શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ દ્વારા લુહાર જ્ઞાતિ માટેના આદર્શ સમુહ લગ્નોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવશે..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ આવનાર તા 28/01/2024 નાં રોજ સમગ્ર વિશ્વકર્મા લુહાર જ્ઞાતિ નો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ સમાજ માં લગ્નોત્સવ માં નોંધણી અને ઉદાર હાથે સહભાગી થવા માગતા સમજબંધુ ઓ એ પ્રમુખ શ્રી કાજલબેન જીલ્કા (9714808216) નો સંપર્ક કરવો. *ક્રિષ્ના જી ટી પી એલ અને સમાચાર પત્ર માં જાહેરાત […]

Continue Reading

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમાના માર્ગ ઉપર થી 50 ટન કચરો નીકળ્યો.

મળતી માહિતી મુજબ, વન વિભાગની ટીમ અને બિન સરકારી સંસ્થાઓના સ્વયંસેવકો ર૮ નવેમ્બરથી અહીં કચરો એકઠો કરી રહ્યા છે. અને ૩૬ કિલો મીટરના પરિક્રમા માર્ગ પર તેમને પાન માવાના પ્લાસ્ટીક, ચુનાની પડીકીઓ, ગુટકાના પાઉચ, પાણીની બોટલો અને નાસ્તાના ખાલી પેકેટો ઠેર ઠેર મળી રહ્યા છે. પરિક્રમામાં આ વર્ષે ૧૩.પ લાખ શ્રધ્ધાળુઓ આવ્યા હતા, જે ગયા […]

Continue Reading

ચોટીલામાં ભક્તોને નહીં ચડવા પડે કોઈ પગથિયા, શરૂ થશે નવો પ્રોજેક્ટ.. જાણો વધુ માહિતી..

ચોટીલા ડુંગર પર માતાજીના દર્શન કરવા માટે હવે કોઈ પ્રકારના પગથિયા ચડવા નહીં પડે. ફનિક્યુલર રાઈડનો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. હાલ તો ડુંગર પર ચડીને દર્શન કરવા જવા માટે 632 પગથીયા ચડવા પડે છે. આ પ્રોજેક્ટ ચાલું થતા 45 પગથીયા ચડીને ફનીક્યુલર રાઈટમાં બેસીને મંદિર સુધી જઈ શકાશે.આ માટે 21 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો […]

Continue Reading

જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર પૂંછડી પકડી વાનરને ખેંચ્યો, ઢસડતાં દૃશ્યો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે

જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર પૂંછડી પકડી વાનરને ખેંચ્યો, ઢસડતાં દૃશ્યો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે. ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. લોકો પૂણ્યનું ભાથું બાંધવા માટે લીલી પરિક્રમા કરતા હોય છે. એવામાં પરિક્રમા દરમિયાન એક યાત્રાળુ દરમિયાન વાનરની કનડગત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પ્રાણીપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોને […]

Continue Reading

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો પાણીમાં ખાબક્યા:’60 બોડી કાઢી છે’, અમૃતિયાનો દાવો, મૃતકોમાં 10થી વધુ બાળકો સામેલ, મોતનો આંકડો હજી પણ વધી શકે છે.

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી […]

Continue Reading

સ્વચ્છતાની ટીમ આવે તે પૂર્વે જાહેર યુરિનલમાં નવા સાધનો મુક્યા પરંતુ ટાંકી તો પાણી વિહોણી.

સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ ચકાસણી માટે આવે તે પૂર્વે કોર્પોરેશન દ્વારા ઉપરછલ્લા દેખાડા માટે જાહેર યુરીનલમાં તાબડતોબ નવા યુરીનલ પોર્ટને નળ સહિતના સાધનો મુકવામાં આવ્યા પરંતુ વર્ષોથી યુરિનલ પર રખાયેલી ટાંકીમાં પાણીની આ કરવામાં આવી નથી. છેલ્લા એક વર્ષમાં ત્રીજીવાર યુરીનલ પોટ મૂકવામાં આવ્યા તે જ તંત્રની બેદરકારી અને પ્રજાની જાગૃતિનો અભાવ છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા […]

Continue Reading

કોડીનારના ડોળાસા ગામે એક જ વાડીમાંથી પંદર દિવસમાં પાંચમો દીપડો પાંજરે પૂરાતાં ચકચાર.

ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં દીપડાઓ ધામા નાંખી આંટાફેરા કરતા જોવા મળે છે. આવી જ રીતે જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના સીમ વિસ્તારમાં દીપડાના ધામાથી ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથર હેઠળ હતા. જેને લઈ વનવિભાગે કવાયત હાથ ધરી હતી. જેમાં છેલ્લા 15 દિવસમાં ગામની સીમમાં આવેલી એક જ વાડીમાંથી પાંચ દીપડા પાંજરે પૂરાતાં ચકચાર મચી […]

Continue Reading