લુણાવાડા નગરની હેલી હોસ્પિટલ ફરી એક વખત આવી વિવાદમાં.

breaking Gujarat Latest Madhya Gujarat Mahisagar

દિવ્યાંગ પટેલ – લુણાવાડા.

માતા પ્રસુતિ દરમિયાન માતા અને બાળકનું મોત નીપજતા પરિવારનો આક્રોશ.

મળતી વિગત અનુસાર પંચમહાલના રેણા મોરવાના લાલપુર ગામના શકુન્તલાબેન અતુલભાઈ ચૌહાણ મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વહેલી સવારે લુણાવાડાની હેલી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી તે દરમિયાન હેલી હોસ્પિટલના ડોક્ટર દ્વારા મહિલાનું સિઝેરિયન ઓપરેશન દરમિયાન માતા અને બાળક બન્ને નું મોત નીપજતા પરિવારે પહેલા તો બાળક તેમજ માતાની બોડી લેવાનું ના પાડતા હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ પરિવાર દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે માતા અને પુત્રીને યોગ્ય ઓપરેશન ન થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ત્યારે પરિવાર દ્વારા માતા અને બાળકને લાશ ન લેતા લુણાવાડા પોલીસ  હોસ્પિટલ દોડી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા પરિવાર સાથે લુણાવાડાના પોલીસ મથકે પહોંચ્યું હતું.

બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગની જાણ થતા જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તેમની ટીમ હોસ્પિટલમાં ડોક્ટરની પૂછપરછ માટે આવી પહોંચી હતી ત્યારે લુણાવાડામાં ચર્ચાનો વિષય બનેલી હેલી હોસ્પિટલમાં અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા આ કિસ્સો ટોક અપ ધ ટાઉન બન્યો છે અગાઉ પણ અહીં માતાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું તે દરમિયાન પણ હોસ્પિટલ સામે અનેક સવાલો ઊભા થયા હતા ત્યારે આજરોજ આવી અનેક વખત બનતી ઘટના જોવા લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *