કાલોલ મધવાસ હાઈવે ચોકડી પર દારૂડીયાએ દારૂ ના નશા માં ધુત બની રોડ પરથી પસાર થતા વાહનો રોકી ફતવો કર્યો.

કાલોલના મધવાસ ચોકડી પર જનતા કર્ફ્યુના દિવસે દારૂના નશામાં ધૂત બની રોડ ઉપર ઉતરી આવેલા સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાલોલ તાલુકાના મધવાસ ચોકડી પાસેથી પસાર થતા હાઈવે રોડ ઉપર દિનેશ ઉર્ફે ટેટો ચીકલીગર રહે. મધવાસ શંકરનગર નગરી રહેવાસી દારૂના નશામાં ધૂત બની રોડ ઉપર ઉતરી ધમપછાડા કરતો હોય તેમજ નજીકના લોકો દ્વારા […]

Continue Reading

કાલોલમાં કોરોના વાયરસના સાવચેતીના પગલાના ભરવા જનતા કફયુૅના બીજા દિવસે પણ તંત્ર સજ્જ રહ્યુ.

હાલમાં વિશ્ર્વભરમાં કુદકે ને ભુસકે કોરોના વાયરસનો ઝડપી ફેલાવો થઈ રહ્યો છે જેને ડામવા માટેના પ્રયાસો કરવા માટે સરકારે આ મામલે બહારના દેશોમાંથી આવતા લોકોને સાવચેતી રાખવા સરકાર વાંરમવાર સુચનો આપે છે. જ્યારે આના પગલે કાલોલ પોલીસે રવિવારના જનતા કફયુૅના બીજા દિવસે સોમવારે કાલોલ નગરમાં ચા, નાસ્તાની લારીઓ, પાનના ગંલ્લા, જેવી ભીડભાડ લાગતા વ્યવસાયને કોરોના […]

Continue Reading

કાલોલ નગર માં આવેલ આશિયાના સોસાયટી માં સાઉદી અરેબિયાથી આવેલ યુવક નો વિડિઓ વાઇરલ

કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલી આશિયાના સોસાયટીમાં નો રહીશ સાઉદી અરેબિયાથી આવ્યો હોવાની વિગતો આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ થતાં સરકારના આદેશ પ્રમાણે આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તપાસમાં પહોંચ્યા હતાં તે સમય દરમ્યાન આરોગ્ય વિભાગની ટીમે નામ સહીત ની વિગતો ની પુછતાજ હાથ ધરવામાં આવી હતી પરંતુ તપાસ કરનાર ટીમ સાથે સાઉદી અરેબિયા થી આવેલ વિવાદ સર્જાયો […]

Continue Reading

વડોદરા: હાથીખાનામાં સિગારેટો તેમજ માવાના પેકેટો વેચતા ત્રણ વેપારી ઝડપાયા.

શહેરના સૌથી મોટા બજાર હાથીખાનામાં ગેરકાયદે સિગારેટ અને તમાકુ-માવાના પેકેટો વેચતા ત્રણ વેપારીઓને પોલીસે ઝડપી પાડી રૃા.૩.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે હાથીખાના માર્કેટમાં દિપસાગર એન્ટરપ્રાઇઝ, શ્રી ધનલક્ષ્મી ટ્રેડર્સ, વિજયલક્ષ્મી ટ્રેડર્સ નામની દુકાનમાં જુદી-જુદી બ્રાંડના સિગારેટો તેમજ બીડી અને તમાકુ તેમજ મસાલાના પેકેટ તપકીરના પેકેટ ઉપર આરોગ્ય ચેતવણી સંદર્ભનું […]

Continue Reading

જામજોધપુરમાં બાઈક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત,બાઈક સવાર મહિલા ને ગંભીર ઈજા થતા મૃત્યુ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામ પાસે ગઈકાલે સાંજે એક ત્રિપલ સવારી બાઈક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકચાલક દંપતી ઘાયલ થયું છે, જ્યારે પાછળ બેઠેલી તેઓની પુત્રવધૂને ગંભીર ઇજા થઈ હોવાથી મૃત્યુ નિપજ્યું છે. મળેલી વિગતો ના આધારે જામજોધપુર તાલુકાના બાવલા ગામના વતની અતુલભાઇ કાંજિયા અને તેમના પત્ની ભાવનાબેન […]

Continue Reading

વડોદરાઃ કોરોનાના 6 પોઝિટિવ કેસ,સમગ્ર શહેર લોકડાઉન: 500 વાહનો ડિટેઇન, 7 વેપારીની અટકાયત

વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના નવા 3 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 6 ઉપર પહોંચી ગઇ છે. શ્રીલંકા ગયેલા 12 લોકોના ગૃપ પૈકી અગાઉ એક પુરૂષનો કોરોના વાઈરસનો પોઝિટીવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આજે તેની પત્ની, દીકરી અને પુત્રવધુનો કોરોના વાઈરસનો કેસ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ છે. […]

Continue Reading

જનતા કર્ફ્યૂ; આજથી બુધવાર સુધી લોકડાઉન, દુકાનો/ઓફિસ ખુલ્લી રાખનાર સામે કાર્યવાહી સીઘી જેલ

અમદાવાદઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા જનતા કર્ફ્યૂને લીધે સમગ્ર અમદાવાદ સંપૂણ બંધ રહ્યું હતું. 1960માં અપાયેલા જનતા કર્ફ્યૂના એલાનમાં આવી સ્થિતિ જોવા મળી હતી. વર્ષો પછી અમદાવાદીઓએ આવું બંધ શહેર ને જોયું. શિવરંજની પાસેની આ તસવીર શહેરના દરેક વિસ્તારમાં રહેલા બંધનું પ્રતિબિંબ પાડે છે. જનતા કર્ફ્યૂ પછી હવે 25 માર્ચ સુધી શહેરને લોક ડાઉન કરાશે. […]

Continue Reading

કોરોના ગુજરાત/ વડોદરામાં કોરોનાના ત્રણ નવા કેસ, રાજ્યમાં અત્યારસુધી કુલ 29 પોઝિટિવ કેસ અને 1નું મોત

ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચુ ગયું છે. ગુજરાતમાં કોરોના માથું ઉંચકી રહ્યું છે. રાજ્યમાં અત્યારસુધીમાં 29 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યનું પહેલું મોત સુરતમાં થયું છું. અમદાવાદમાં સૌથી વધારે 13 પોઝિટિવ કેસ, વડોદરામાં છ, સુરતમાં 4, ગાંધીનગરમાં 4 અને કચ્છ તથા રાજકોટમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં નવા ત્રણ પોઝિટિવ […]

Continue Reading