રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
અમુક વિસ્તારમાં પોઝિટિવ કેસ હોવા છતાં ખુલ્લા જ્યારે અમુક વિસ્તારમાં એક પણ કેસ ન હોવા છતાં સીલ કરતા સ્થાનિકોમાં રોષ
રાજપીપળા શહેરમાં હાલ કોરોનાના કેસો વધી ગયા છે ત્યારે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અમુક વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે પરંતુ અમુક વિસ્તારમાં એક પણ કેસ ન હોવા છતાં તેવા વિસ્તાર સીલ કર્યા છે જ્યારે અમુકમાં કેસ હોવા છતાં વિસ્તાર ખુલ્લા રખાયો હોવાની બુમ ઉઠી હોય તંત્ર કેસ ન હોય તેવા વિસ્તારો સીલ કરી સ્થાનિકો ને હેરાન કરતું હોવાની બુમ સાથે રોષ જોવા મળી રહ્યો છે.
સંભળાઈ રહેલી ફરિયાદો મુજબ દોલત બજાર મહારાજ ફ્લાવર દુકાન થી બ્રમહાકુમારી આશ્રમ સુધીના માર્કેટ રોડ ઉપર એક પણ કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી છતાં આ ગલી બંને બાજુ થી સીલ મરાઈ છે જ્યારે આશાપુરી માતાના મંદિર થી જુના પો.સ્ટે.તરફ જતો રોડ પણ કોઈ જ પોઝિટિવ દર્દી ન હોવા છતાં વગર કામનો સીલ મારી તંત્ર એ ચારે તરફ થી અમુક વિસ્તારો ના લોકો ને વગર કામના ઘરમાં કેદ કરી રાખ્યા હોવાની બુમ ઉઠી છે સાથે સાથે સ્ટેશન રોડ પર આવેલી બેંક ઓફ બરોડા માં બે કર્મચારીઓ તેમજ નજીક માં જ એક ખાનગી તબીબ પણ પોઝિટિવ આવ્યા છતાં એ તરફના વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ જ સીલ ન મારતા લોકો બિન્દાસ અવર જવર કરતા હોય અમુક વિસ્તારના લોકો સાથે તંત્ર ઓરમાયું વર્તન કરી ઘરમાં કેદ કરે છે તેવી બુમ હાલ રાજપીપળા ખાતે સંભળાઈ રહી હોય કલેક્ટર,પ્રાંત અધિકારી આ બાબતે યોગ્ય કરે તેવી માંગ ઉઠી છે.