હાલમાં વિશ્ર્વભરમાં કુદકે ને ભુસકે કોરોના વાયરસનો ઝડપી ફેલાવો થઈ રહ્યો છે જેને ડામવા માટેના પ્રયાસો કરવા માટે સરકારે આ મામલે બહારના દેશોમાંથી આવતા લોકોને સાવચેતી રાખવા સરકાર વાંરમવાર સુચનો આપે છે. જ્યારે આના પગલે કાલોલ પોલીસે રવિવારના જનતા કફયુૅના બીજા દિવસે સોમવારે કાલોલ નગરમાં ચા, નાસ્તાની લારીઓ, પાનના ગંલ્લા, જેવી ભીડભાડ લાગતા વ્યવસાયને કોરોના વાયરસના સરકારના આદેશનુ પાલન કરાવવા કાલોલ પોલીસ સકારાત્મક વલણ સામે સજજ બની બંધ રાખવા સુચનો આપ્યા હતા. જ્યારે કુદકે ને ભુસકે કોરોના વાયરસના આંકડા મુજબ આજે સવારથી જ કેટલાક ધંધા દારીઓ ધ્વારા સ્વયમભુ બીજા દિવસે પણ બંધ રાખી પોતાના જીવની તકેદારી રાખવા તત્પર બન્યા હતા. જ્યારે કેટલાક ધંધા દારીઓ પોતાનુ પેટીયુ રડવા માટે ધંધા ચાલુ રાખ્યા હતા.
કાલોલમાં કોરોના વાયરસના સાવચેતીના પગલાના સંદર્ભે તાલુકા આરોગ્ય તંત્ર ધ્વારા ટીમ તૈયાર કરી બહારથી આવતા લોકોને કોરોના વાયરસ ચકાસણી કરવા તેમજ આવા સંજોગો સામે સાવચેતીના રાખવા કાલોલ આરોગ્ય તંત્ર ધ્વારા તપાસ હાથ ધરી કામગીરી હાથ ધરી દેતાં કેટલાક લોકોમાં આનો ભડકો થયો હતો. જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા બહારથી આવતા વ્યક્તિના શરીર સ્વસ્થ્યની પુષ્ટિ કરી તેની નોંધ લેવાતી હોય છે. જેથી આ અનિવાર્ય સંજોગોમાં સારવાર આપી શકાય.
કાલોલમાં કોરોના વાયરસના સાવચેતી સામે કેટલાક ધંધા દારીઓ સ્વયમભુ પોતાના ધંધાને બંધ રાખ્યા હતાં. જ્યારે કેટલીક ભીડભાડ વાળી લારીઓના વિસ્તારોમાં પોલીસ સજજ થઈ કામગીરી હાથ ધરી હતી.