રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ તાલુકામાં ગઈ કાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાનુ આગમનથી ૫૭ મીમી વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે
કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે બે ઈંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે ખેડૂતો ખેતીનાં નવા કામમાં લાગી ગયા છે આજરોજ ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભીમ અગિયારસના દિવસે કેશોદ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો હતો જેથી ગત વર્ષે ભીમ અગિયારસના દિવસે મોટા ભાગના ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા આમ આગામી વર્ષે ભીમ અગિયારસના દિવસે બે ઈંચથી વધુ વરસાદ થતાં ખેડુતોને ખેતરોમાં વાવણીના શ્રી ગણેશ કરવામા મશગુલ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વાવાઝોડાની અસરથી તાલુકા ભરમાં ઓછા વધુ પ્રમાણમાં વરસાદ થયોછે કોઈ ખેતરોમાં તો કોઈ રસ્તાઓમાં પાણી વહેતા થયા હતા ભીમ અગિયારસના દિવસે વરસાદ થતા ખેડુતો મુઝાયા છે કોઈ ખેડુતોનો ઉનાળુ પાક હજુ ઉભો છે કોઈ ખેડુતોને હજુ ખેતરો તૈયાર કરવાનુ કામ શરૂ હોય બીજી તરફ વાતાવરણમાં અચાનક બદલાવ થતા વરસદી માહોલ સર્જાતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાથી અનેક વિસ્તારોમાં વાવણી શરૂ થતા ખેડુતોમાં આનંદની લાગણી પણ જોવા મળી રહી છે.