રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
મોટા ભાગના કેસો ખાનગી હોસ્પિટલમાં રીફર કરાય છે
શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગાયનેક ડોક્ટર ના અભાવે મોટાભાગના કેસો ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવતા મહિલાઓને ખાસ કરીને હાલાકી પડી રહી છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મહિલાઓ માગણી ઉઠવા પામી છે
જાણવા મળતી વિગત મુજબ રાજુલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં ગાયનેક ડોક્ટર ના ભાવે મોટાભાગના ડીલેવરી કેસ ખાનગી હોસ્પિટલમાં ડાયવર્ટ કરવામાં આવે છે પરિણામે મોંઘીદાટ સુવિધા મેળવવા માટે મહિલાઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં લઇ જવી પડે છે બાદમાં ડિલેવરી થયા બાદ ખિલખિલાટ ગાડી પણ ખાનગી ડૉક્ટર ને આપવામાં ન આવતા મહિલાઓને અન્ય ખાનગી ગાડીમાં પોતાના ઘરે જવું પડે છે રાજુલા તાલુકાના ૭૨ ગામોમાંથી રાજુલા સિવિલ હોસ્પિટલમાં ડીલેવરી માટે મહિલાઓ આવતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગાયનેક ડોક્ટર ના અભાવે તેની ડિલિવરી અહીં સિવિલ હોસ્પિટલમાં થતી નથી અને ખીલ ખીલાટ ગાડીમાં પણ હાલ દર્દીઓ મોકલી શકાતા નથી આથી ભારે હાલકી મહિલાઓને પડતી હોય આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી બાબતે આરોગ્યમંત્રી અને સંબંધિત વિભાગને પત્ર પાઠવી લલીતા ગાયનેક ડોક્ટર ભરવા અને મહિલાઓને પડતી હાલાકી દૂર કરવા માટે પત્ર પાઠવી રજૂઆત કરી છે.