ખેડૂતો માટે પાણી છોડવાની બાબતે મંત્રીએ કહ્યું કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય મુખ્યમંત્રી લેશે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 73 ટકા પાણી છે. જેથી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા નહિ રહે એવું રાજ્યના મસ્ય અને નર્મદા કલ્પસર યોજના મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. કેવડિયા ખાતે પશુપાલન અને મત્સ્યોધોગ વિભાગ ની એક દિવસીય સમીટ રાખવામાં આવી હતી જેમાં હાજરી આપવા કેવડિયા પહોંચેલા રાજ્યના નર્મદા કલ્પસરના મંત્રી જીતુભાઈ ચૌધરીએ […]

Continue Reading

દાહોદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાની 73 ST બસ ફાળવાતા મુસાફરો 2 દિવસ રામભરોસે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી દાહોદ ખાતે યોજાનારા કાર્યક્રમ માટે જિલ્લાના 4 ડેપોમાંથી 73 જેટલી બસ ફાળવતા હાલ મુસાફરોને મુસાફરી માટે રઝળપાટ કરવાનો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રાંગધ્રા તેમજ લીંબડી એસટી ડેપોમાંથી એસટી બસો ફાળવતા 61થી વધુ રૂટ બંધ રહેતા બુધ તેમજ ગુરુ એમ 2 દિવસ સુધી મુસાફરો ખાનગી વાહનોના ભરોસે મુસાફરી કરવી પડશે. ખોટના ખાડા સાથે […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાનાં અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે જ ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે.અને બે દિવસ વાતાવરણમાં પલટો આવી શકે છે.અને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં માવઠું થઈ શકે છે.જેથી ખેડૂતો ચિંતિત બન્યાં છે.ઉનાળાની સીઝનમાં ચોમાસુ માહોલ સર્જાય શકે છે. જૂનાગઢ હવામાનના ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું જે આગામી 21 અને 22 એપ્રિલના […]

Continue Reading

કોયલાણા ગામે ચાલતું આંદોલન સમેટાયું, 60 દિ’ બાદ કામ શરૂ થશે.

કેશોદના કોયલાણા ગામ નજીક નેશનલ હાઇવે પસાર થાય છે. જયાંથી રેવદ્રા અને પાણાખાણ તરફ જતો સ્ટેટ હાઇ વે જાય છે. આ સ્ટેટ હાઇવે પર જવા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી. તેથી વારંવાર અકસ્માત સર્જાય છે જેને લઈ અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. આસપાસના ગામલોકોએ સર્વિસ રોડ આપવાં તંત્રને વારંવાર રજૂઆત કરી […]

Continue Reading

જામનગરમાં પીજીવીસીએલના આરએમયું યુનિટની ફેન્સીંગ હાલત અત્યંત દયનીય.

જામનગરમાં પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો નિરંતર જળવાઈ રહે તે હેતુથી શહેરમાં અનેક જગ્યાએ રીંગ મેનઇ યુનિટ એટલે કે આરએમયું યુનિટ મુકવામાં આવ્યા છે. કોઈ અઘટીત બનાવ કે અકસ્માત ન સર્જાય તે હેતુથી આ યુનિટની ફરતે ફેન્સીંગ મૂકવામાં આવી છે. પરંતુ શહેરમાં વોરાના હજીરા, ક્રોસ રોડ, ગાંધીનગર જેવા અનેક વિસ્તારોમાં આરએમ યુનિટની ફરતે મુકવામાં આવેલી ફેન્સીંગ […]

Continue Reading

આણંદ શાસ્ત્રીબાગમાં જાળવણીના અભાવે રમતગમતના સાધનો બેહાલ, શહેરીજનો વિદ્યાનગર બાગમાં જવાનું વધુ પસંદ કરે છે.

આણંદ શહેરના શાસ્ત્રીબાગમાં જાળવણીના અભાવે બાગની શોભા માટે મુકવામા આવેલ પ્રતિમા સહિત રમતગમતના સાધનો દુર્દશા હાલતમા ફેરવાઇ ગયા છે.ત્યારે દરવર્ષે આણંદ પાલિકા દ્વારા શહેરના બાગ બગીચામાં મરામત માટે લાખો રૂપિયા એજન્ડામાં મંજૂર કરવામાં આવે છે. પરંતુ કામગીરી થતી નહી હોવાથી શહેરના બાગ વિરાન બની ગયા છે. જો કે ઉનાળામાં ગરમી બચવા માટે શહેરીજનો બાગબગીચામાં બાળકોને […]

Continue Reading

ચરોતરમાં દેશી લીંબુની આવક જૂન-જુલાઇથી શરૂ થશે, હાલ 1 કિલો લીંબુની કિંમતમાં 4 કિલો ફ્રૂટ મળે છે.

ચરોતરમાં દેશી લીંબુ આવક જૂન જુલાઇ શરૂ થાય છે. ઉનાળમાં ગરમી રાહત મેળવવા તેમજ લૂથી બચવા માટે લીંબુ પાણીનું ચલણ વધુ હોય છે સાથે સાથે રમઝાન માસ હોવાથી લીંબુની માંગ વધુ છે. માર્ચની શરૂઆત આણંદ જિલ્લામાં દૈનિક 5 ટનથી વધુ લીંબુ આવતા હતા. તે એપ્રિલમાં ઘટીને 1 ટન થઈ છે.જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી […]

Continue Reading

ફૂટપાથ તોડીને બેનર લગાવાતાં ચાલવા માટે જગ્યા પણ નથી.

વડાપ્રધાનના આગમનને પગલે ગાંધીનગરમાં ઠેરઠેર ભાજપ અને ગુજરાતના સરકારના વિવિધ વિભાગોના બેનર્સ લગાવવામાં આવ્યા છે ત્યારે શહેરમાં અનેક સ્થળે નાગરિકો ફૂટપાથ પર ચાલી પણ ન શકે તે રીતે બેનર્સ લગાવાયા છે સાથે જ બેનર્સ લગાવવા ફૂટપાથને પણ નુકસાન કરાયું છે. ત્યારે આ મુદ્દે આપના કોર્પોરેટર તુષાર પરીખે મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલને લેખિત રજૂઆત કરી છે. […]

Continue Reading

ચિલ્ડ્રન્સ યુનિ.ની 10 હજાર રમકડાં ગરીબ બાળકોને વહેંચવા ઝુંબેશ.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા 10 હજાર રમકડાં ગરીબ બાળકોને વહેંચવા ઝુંબેશ શરૂ કરાઈ છે. કુલપતિ હર્ષદભાઈ શાહે આપેલી પ્રેરણાથી કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શનમાં ટૉય ઈનોવેશન વિભાગ અને સમાજકાર્ય વિભાગ દ્વારા મેગા ટૉય ડોનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 3500 જેટલાં રમકડાં એકત્ર થયા છે. આગામી સમયમાં ઝુંબેશમાં એન.જી.ઓ. તેમજ સામાજિક-ધાર્મિક સંગઠનોને જોડવામાં આવશે. […]

Continue Reading

24મીએ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપશે 60,629 ઉમેદવારો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની લેખિત પરીક્ષા ભાવનગર જિલ્લામાં તા.24 એપ્રિલને રવિવારે યોજાનાર છે. આ પરીક્ષામાં બિન સચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા માટે તકેદારી અધિકારી, મંડળના પ્રતિનિધિની તાલીમ માટે અગત્યની બેઠક જ્ઞાનમંજરી શાળામાં યોજાઇ ગઇ આ પરીક્ષામાં ભાવનગર જિલ્લાના 197 કેન્દ્રો ખાતે 2024 બ્લોકમાં […]

Continue Reading