અદાણીએ કહ્યુંકે ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રે બ્રિટનની કંપનીઓ સાથે કામ કરીશું.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ગુરુવારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા અમદાવાદના શાંતિગ્રામ સ્થિત અદાણી ગ્રૂપના ગ્લોબલ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. બેઠક બાદ ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને રિન્યુએબલ, ગ્રીન હાઇડ્રોજન અને ન્યૂ એનર્જી પર ફોકસ કરીને જળવાયું પરિવર્તન તથા ટકાઉ વિકાસ ક્ષેત્રે બ્રિટન સાથે સહકાર સાધવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે ડિફેન્સ અને એરોસ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે […]

Continue Reading

શહેરમાં નવી 58 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાશે.

ઈલેક્ટ્રિક વાહનોની નીતિ અંગે સ્ટેન્ડિંગમાં ચર્ચા થઈ હતી. આ અંગેના એક સવાલના અધિકારીઓએ કહ્યું હતું કે, ચાર્જિંગ સ્ટેશન માટે નવી 58 જગ્યા ફાઈનલ કરી છે. વીજળી કંપની સપ્લાય આપે તો અહીં ચાર્જિંગ શરૂ કરાશે. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં 38 પ્લોટમાં 75 વડ વાવવાની યોજના બાદ હવે 109 તળાવો પૈકી 75 તળાવને ઉંડા કરીને ત્યાં પાણી ભરીને […]

Continue Reading

અમદાવાદમાં સર્વિસ લાઈનના કામ માટે રોડ તોડવો હશે તો મ્યુનિસિપલ કમિશ્નરની મંજુરી લેવી પડશે.

અમદાવાદ શહેરમાં તૂટેલા રોડને લઇ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ અનેક ફરિયાદો આવી હતી. તેમણે અનેક ફરિયાદો મળતાં હવે શહેરમાં રોડ તોડવાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 12 મીટર પહોળાઈના તેમજ તેથી વધુ પહોળાઈના તમામ રીસરફેસ કરેલા રસ્તાઓ જેના ડીફેક્ટ લાયેબીલીટી પીરિયડ ચાલુ હોય તેવા તમામ રસ્તાઓ તેમજ તેને જોડતા તમામ જંકશનો ઉપર સરકારી/અર્ધ સરકારી/ખાનગી એજન્સી […]

Continue Reading

કેશોદમાં બ્લોક આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ કેશોદમાં જન જનની આરોગ્ય સુખાકારી અભિયાન અંતર્ગત કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં જૂનાગઢ સરકારી હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા સેવા આપવામા આવી. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જુનાગઢ અને જીલ્લા વહીવટી તંત્ર જુનાગઢ આયોજીત આયુષ્યમાન ભારત અંતર્ગત કેશોદની ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે બ્લોક હેલ્થ મેળાનું […]

Continue Reading

હવે ઈઝરાયેલમાં રિલિઝ થવા જઈ રહી છે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’.

ભારતમાં બોક્સ ઓફિસ પર તહેલકો મચાવનાર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે સંખ્યાબંધ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને બયાન કરતી ફિલ્મને ભારતમાં ખાસી પસંદ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ 28 એપ્રિલે ઈઝરાયેલમાં રિલિઝ થવા જઈ રહી છે. ડાયરેકટર વિવેક અગ્નિહોત્રીએ જાણકારી આપતા કહ્યુ હતુ કે, ઈઝરાયેલમાં લોકોની લાગણીને માન આપીને […]

Continue Reading

અમદાવાદી ” રાગ ‘ કેવી રીતે બની ગઈ સ્ટાર?

સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ RRR ની શરઆત થતાની સાથે જ શરુઆતનાં દ્રશ્યમાં એક નાની બાળકી ગીત ગાતી જોવા મળે છે, અંબર સે તોડી…આ ગીતમાં જે યુવતીનો અવાજ સંભળાય છે તે રાગ પટેલનો છે, જે રાતોરાત સ્ટાર બની ગઇ છે. ગુજરાતના અમદાવાદની રાગ પટેલે  ફિલ્મ RRRમાં પોતાનો અવાજ આપ્યો હતો. અમદાવાદની 15 વર્ષની રાગ પટેલને નાનપણથી જ ગીતો ગાવાનો શોખ છે, […]

Continue Reading

એક્સપ્રેસ વે બનાવવા માટે 11000 વૃક્ષો કપાશે, સુપ્રીમ કોર્ટે પ્રોજેકટને આપી લીલી ઝંડી.

દિલ્હીથી ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સુધી એક્સપ્રેસ વે બનાવવાની યોજનાને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી છે. આ એક્સપ્રેસ વે બનવાના કારણે બંને શહેરો વચ્ચેની મુસાફરી માટે જે સમય લાગતો હતો તેમાં પાંચ થી છ કલાકનો ઘટાડો થશે. આ માટે જોકે 11000 વૃક્ષો કાપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ માટે મંજૂરી આપી છે પણ સાથે સાથે ગ્રીન ટ્રિબ્યુનલની […]

Continue Reading

માંજલપુરમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ: આધુનિક પદ્ધતિથી નવી ડ્રેનેજ લાઈન નાખશે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ડિલક્ષ વેફર્સથી જ્યુપિટર ચાર રસ્તા સુધીના ભાગમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થઇ જતાં કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યા ઉદભવી છે. જૂની લાઈન રિપેર ન થતા કોર્પોરેશન દ્વારા હવે આધુનિક પદ્ધતિથી નવી ડ્રેનેજ લાઇન નાખવાનો નિર્ણય લેવાયો છે. જે માટે ભાવિન એન્ટરપ્રાઇઝનું 16.61 ટકા સૌથી ઓછા ભાવનું 1.35 કરોડનું ભાવપત્રક  મંજૂરી હેતુ સ્થાયી સમિતિ […]

Continue Reading

ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત મૂકી દેતા લીંબુ વિતરણ પોલીસ ભવન ખાતે કરતાં હોબાળો.

વડોદરાની ટીમ રિઝોલ્યુશન દ્વારા મોંઘવારીનો અનોખો વિરોધ કરવાની જાહેરાત કરી હતી જેમાં મોંઘા ભાવના લીંબુ વડોદરા ભાજપ ઓફિસ ખાતે બહાર ઠેલો લગાવી લોકોને વિતરણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો પરંતુ ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જતા આખરે રિઝોલ્યુશન ના સુર્યા સી સ્થળ બદલી પોલીસના કમિશનર ની ઓફિસ બહાર લીંબુ નું વિતરણ શરૂ કરતાં હોબાળો સર્જાયો […]

Continue Reading

આરોગ્ય મેળા હેઠળ અરજદારોને યુનિક અને આયુષ્માન કાર્ડ કાઢી અપાયા.

અમરેલી જિલ્લામાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય મેળો યોજાયો હતો. અહી દરેક તાલુકામાં અરજદારોને યુનિક કાર્ડ અને આયુષ્માન કાર્ડ કાઢી અપાયા હતા. ઉપરાંત લોકોના આરોગ્યની ચકાસણી પણ કરાઈ હતી. અમરેલીમાં રામજી મંદિર પાસે આરોગ્ય મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અમરેલીના તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર.કે. સિંહાએ જણાવ્યું હતું […]

Continue Reading