મૂળીના ખેડૂતે સરકારી નોકરી છોડી પાંચાળની પથરાળ ભૂમિ પર 100 વીઘામાં જામફળ, દાડમ અને લીંબુની ખેતી કરી, વર્ષે 18 લાખની આવક.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની જમીન પથરાળ અને રેતાળ હોવાથી મોટા ભાગે ખેડૂતો કાલા અને કપાસની જ ખેતી કરે છે. ખેડૂતો અત્યારસુધી કપાસ, એરંડા અને જીરાની ખેતી તરફ જ નભતા હતા, પરંતુ નર્મદાના નીર આવતાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ઝાલાવાડના ખેડૂતો બાગાયતી ખેતી કરીને સારોએવો નફો રળી રહ્યા છે. ત્યારે મૂળીના […]

Continue Reading

પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવે ઐતિહાસિક સપાટી કૂદાવી, એક મણના રૂ. 435થી 735ના ભાવ પડ્યા.

એપ્રિલ માસની શરૂઆત થતાંની સાથે જ બારમાસી ખાદ્યપદાર્થોની ચીજવસ્તુઓ ભરવાની સીઝનની શરૂઆત થઈ જાય છે. ખાસ કરીને ચૈત્ર માસના પ્રારંભે જ મરી મસાલા સહિત કઠોળ, ચોખા અને ઘઉં ભરવાનો પ્રારંભ થઈ જતો હોય છે. જેને લઈ પાટણ નવાગંજ માર્કેટયાર્ડ ખાતે ઘઉંની મબલખ આવકો જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં આજે વહેલી સવારથી જ ખેડૂતો દ્વારા ઘઉંના […]

Continue Reading

પ્રતાપપુરા સરોવરને જળ સ્ત્રોત તરીકે વિકસાવવાનું આયોજન અભરાઈ પર ચડાવી દેવાયું.

આજવા સરોવરના ઉપરવાસમાં આવેલા પ્રતાપપુરા સરોવરની જળ સ્રોત તરીકે વિકસાવવાનું બે વર્ષ અગાઉ આયોજન વિચારાયું હતું ,પરંતુ એ પછી તેમાં જરા પણ પ્રગતિ થઇ શકી નથી ,અને જાણવા મળ્યા મુજબ આખું આયોજન અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યું છે. પ્રતાપુરા સરોવરમાં આજવા સરોવરની ઉપર વાસ હાલોલ-પાવાગઢ વગેરે વિસ્તારમાં પડતા વરસાદનું પાણી આવે છે. અને આ પાણી […]

Continue Reading

રાજકોટ અને ગોંડલમાં અમીછાંટણાં, યાર્ડમાં ચણા, ઘઉં ખુલ્લામાં હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં 20 અને 21 એપ્રિલ એમ બે દિવસ પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એને પગલે આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં છે અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા છે. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણા, લસણ, મગફળી, કપાસ […]

Continue Reading

રોહિત શેટ્ટીની વેબ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસના રોલમાં જોવા મળશે.

‘શેરશાહ’માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ આર્મી જવાન બનીને ચાહકોને દિલ જીત્યા હતા. હવે સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસના રોલમાં જોવા મળશે. સિદ્ધાર્થ ડિરેક્ટર રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળશે. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રિમ થશે. આ સિરીઝ સાથે રોહિત શેટ્ટી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. રોહિત શેટ્ટી તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ સો.મીડિયામાં સિરીઝનું ટીઝર રિલીઝ […]

Continue Reading

વીજળીની ૨૦૪૫૭ મેગાવોટની વીજ ડિમાન્ડ સામે પોતાનું ઉત્પાદન ફક્ત ૨૮૬૧ મેગાવોટ.

ગુજરાતમાં વીજળીની દૈનિક ડિમાન્ડ ૨૦,૪૫૭ મેગાવોટને આંબી ગઈ છે ત્યારે બીજીતરફ વીજળીની અછત વધીને ૧૮ ટકાને આંબી ગઈ છે. વીજળીની ૨૦,૪૫૭ મેગાવોટની ડિમાન્ડ સામે ગુજરાતને અત્યારે ૩૬૫૮ મેગાવોટની અછત પડી રહી છે. આ અછત અંદાજે ૧૮ ટકા જેટલી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ૧૬૭૯૯ મેગાવોટ વીજળીની ડિમાન્ડને જ સંતોષી શકે તેવી સ્થિતિમાં છે. ગુજરાતમાં […]

Continue Reading

ખેડૂતો માટે પાણી છોડવાની બાબતે મંત્રીએ કહ્યું કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય મુખ્યમંત્રી લેશે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 73 ટકા પાણી છે. જેથી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા નહિ રહે એવું રાજ્યના મસ્ય અને નર્મદા કલ્પસર યોજના મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. કેવડિયા ખાતે પશુપાલન અને મત્સ્યોધોગ વિભાગ ની એક દિવસીય સમીટ રાખવામાં આવી હતી જેમાં હાજરી આપવા કેવડિયા પહોંચેલા રાજ્યના નર્મદા કલ્પસરના મંત્રી જીતુભાઈ ચૌધરીએ […]

Continue Reading

દાહોદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાની 73 ST બસ ફાળવાતા મુસાફરો 2 દિવસ રામભરોસે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી દાહોદ ખાતે યોજાનારા કાર્યક્રમ માટે જિલ્લાના 4 ડેપોમાંથી 73 જેટલી બસ ફાળવતા હાલ મુસાફરોને મુસાફરી માટે રઝળપાટ કરવાનો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રાંગધ્રા તેમજ લીંબડી એસટી ડેપોમાંથી એસટી બસો ફાળવતા 61થી વધુ રૂટ બંધ રહેતા બુધ તેમજ ગુરુ એમ 2 દિવસ સુધી મુસાફરો ખાનગી વાહનોના ભરોસે મુસાફરી કરવી પડશે. ખોટના ખાડા સાથે […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાનાં અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે જ ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે.અને બે દિવસ વાતાવરણમાં પલટો આવી શકે છે.અને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં માવઠું થઈ શકે છે.જેથી ખેડૂતો ચિંતિત બન્યાં છે.ઉનાળાની સીઝનમાં ચોમાસુ માહોલ સર્જાય શકે છે. જૂનાગઢ હવામાનના ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું જે આગામી 21 અને 22 એપ્રિલના […]

Continue Reading

કોયલાણા ગામે ચાલતું આંદોલન સમેટાયું, 60 દિ’ બાદ કામ શરૂ થશે.

કેશોદના કોયલાણા ગામ નજીક નેશનલ હાઇવે પસાર થાય છે. જયાંથી રેવદ્રા અને પાણાખાણ તરફ જતો સ્ટેટ હાઇ વે જાય છે. આ સ્ટેટ હાઇવે પર જવા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી. તેથી વારંવાર અકસ્માત સર્જાય છે જેને લઈ અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. આસપાસના ગામલોકોએ સર્વિસ રોડ આપવાં તંત્રને વારંવાર રજૂઆત કરી […]

Continue Reading