કેશોદ તાલુકાના સાત ગામના લોકોએ ડે. કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું .

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ અવારનવાર થતાં અકસ્માતો અંગે અનેક વખત લેખીત મૌખિક રજુઆતો છતાં પ્રશ્ન હલ ન થતાં કેશોદના કોયલાણા ડીવાઈડર સર્વિસ રોડ ઓવરબ્રીજની માંગ સાથે આવેદનપત્ર આપી બે દિવસ બાદ સાતેક ગામોના લોકો ઉપવાસ આંદોલન કરશે. જરૂર જણાયે ઉગ્ર આંદોલન રોડ ચક્કાજામ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. જેતપુર-સોનામ નેશનલ હાઈવેના કોયલાણા ગામ […]

Continue Reading

ગુજરાત પોલીસ દ્વારા ડ્રોન કેમેરા માટે ડ્રોન પાયલોટ તૈયાર કરાશે.

ગુજરાતમાં હાલ પોલીસ દ્વારા વીવીઆઇપી સિક્યોરીટી, ભીડ પર નજર રાખવા તેમજ વિવિધ સુરક્ષાના મામલ ડ્રોન કેમેરાનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત, કૃષિ, ખનન ઉદ્યોગ અને જમીન માપણી જેવા મહત્વના કામમાં પણ ઉપયોગ વધ્યો છે. આ સાથે આગામી સમયમાં ડ્રોનની ઉપયોગી વધવાની શક્યતાને જોતા ગુજરાત  પોલીસ દ્વારા ડ્રોન પાયલોટ તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે.  ગાંધીનગરના […]

Continue Reading

ગાંધીનગરની આબરૃ સમાન 14 મુખ્ય રોડ મનપાને સોંપાશે નહીં.

ગાંધીનગરમાં એક સમયે તમામ માળખાકીય સુવિધાઓનું સંચાલન, જાળવણી અને નવીનીકરણ પાટનગર યોજના વિભાગની જવાબદારી હતાં. પરંતુ હવે ૪૩૯ કિલોમીટર લંબાઇ ધરાવતા શહેરના આંતરિક માર્ગો સત્તાવાર મહાપાલિકાને સોંપી દેવાયા છે. જોકે નગરની ઓળખ અને આબરૃ સમાન કથી જ રોડ અને માર્ગ નંબર ૧થી ૭ સરકાર હસ્તક જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીધા ૭ અને આડા ૭ […]

Continue Reading

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ ઈન્સ્ટિટ્યૂટના સ્થાપના દિનની ઉજવણી, ‘આવનારા વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માટેની દૂરદર્શિતા’ પર વ્યાખ્યાન યોજાયું.

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીક્લ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CSMCRI)માં ગત રવિવાર અને 10 એપ્રિલના રોજ સંસ્થાના 69મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના સભાગૃહમાં તથા ઓનલાઇન પ્લેટફોર્મ થકી સફળ સંચાલન કરવામા આવ્યું હતું. સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. બિશ્વજીત ગાંગુલીએ ઉપસ્થિત રહેલ મહેમાનો તથા શ્રોતાગણોનું હાર્દિક સ્વાગત કર્યું હતું તથા સંસ્થાની સંશોધન સિદ્ધિઓ, અવોર્ડ્સ, […]

Continue Reading

રાખી સાવંતને બે મિત્રોએ બ્રાન્ડ ન્યૂ BMW ગિફ્ટમાં આપી, હજી મહિના પહેલાં જ શોરૂમમાંથી નિરાશ થઈને બહાર આવી હતી.

રાખી સાવંત પોતાની કોમેડીથી ચાહકોને હસાવતી જોવા મળે છે. સો.મીડિયામાં તે ઘણી જ એક્ટિવ છે. રાખી સાવંતને BMW કાર ગિફ્ટમાં મળી છે. હજી થોડાં મહિના પહેલાં જ રાખીએ એમ કહ્યું હતું કે તેની પાસે 50-60 લાખ રૂપિયા નથી કે તે નવી કાર ખરીદી શકે. લાલ રંગની BMW કાર ગિફ્ટમાં મળી. કાર પર કેક મૂકવામાં આવી […]

Continue Reading

‘પરિન્દા’ના એવોર્ડ વિજેતા સ્ક્રિપ્ટ રાઈટર શિવ સુબ્રમણ્યમનું નિધન.

બોલિવુડના જાણીતા અભિનેતા તથા  સ્ક્રિપ્ટ રાઇટર શિવ સુબ્રમણ્યમનુ નિધન થતાં બોલિવુડમાં શોકની લહેર છવાઈ છે. વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘પરિન્દા’ અને ‘૧૯૪૨- એ લવ સ્ટોરી’ ઉપરાંત સુધીર મિશ્રાની હઝારો ખ્વાહિશે ઐસી, ચમેલી  તેમજ અર્જુન પંડિત, ઇસ રાત કી સુબહ નહીં અને તીન પત્તી જેવી ફિલ્મોના લેખક તરીકે તેઓ જાણીતા હતા. ‘પરિન્દા માટે તેમને બેસ્ટ સ્ક્રિપ્ટ […]

Continue Reading

ઉત્તરવાહીની માં નર્મદા પંચકોશી પરિક્રમાના 10મા દિવસે 15 હજાર પરિક્રમાવાસી આવ્યા.

ભારતમાં એક માત્ર નર્મદા મૈયાની પરિક્રમા થાય છે. નર્મદા જિલ્લાના માં નર્મદા મૈયા ઉત્તરદિશા તરફ વહેતી હોય જે ઉત્તરવાહિની માં નર્મદાની પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. જેને પંચકોશી પરિક્રમા કહેવામાં આવે છે. જેની પરિક્રમા કરવાથી ઘણો લાભ થાય છે. અને તમામ માનેલી બાધાઓ પૂર્ણ થાય છે. મોક્ષ અપાવે છે. મુખ્ય નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય મળે […]

Continue Reading

કનોડામાં સમસ્ત રબારી સમાજે રૂ. 60 લાખના ખર્ચે તૈયાર કરેલી સધીમાઁ સમાજવાડીનું રીબીન કાપીને ઉદ્ઘાટન કરાયું.

બહુચરાજી તાલુકાના કનોડા ગામે રૂ. 60 લાખના ખર્ચે બંધાયેલી સમસ્ત રબારી સમાજની વાડીનું ઉદ્ઘાટન મહંત બળદેવદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા દાતા સન્માન તેમજ ભુવાજીઓના સન્માન સમારંભમાં મહંત બળદેવદાસજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું કે, જેમ મોર તેના પીંછાથી રળિયામણો લાગે તેમજ કોઈપણ સમાજની શોભા તેના દાતાઓ હોય છે. માલધારી સમાજ આજે દેવ દેવીઓની […]

Continue Reading

સંખેડા ગામમાં વોટર વર્ક્સના પાણીના સ્તર નીચે ઉતરી ગયા, પાણી ભરાતા 30 મિનિટથી સવા કલાક જેટલો સમય વધ્યો.

ઉનાળો આકરો બનતા સંખેડા ગામને પાણી પૂરું પાડતી ચાર જેટલી ટાંકીઓ છે.તે ચાર ટાંકીઓના પાણીના સ્તર નીચા ગયા છે. પહેલા ટાંકી ભરાતા જેટલો સમય લાગતો હતો એના કરતાં 30 મિનિટથી સવા કલાક જેટલો સમય વધ્યો છે.સંખેડા ગામનું વોટરવર્ક્સ ઓરસંગ નદીના પાણી ઉપર આધારિત છે. ઓરસંગ નદીમાં પાણીના સ્તર નીચા જતાની સાથે જ ટાંકી ભરાતા લાગતો […]

Continue Reading

નૈઋત્યના દરિયાઈ પવનથી રાજ્યમાં ગરમીના મોજાને બ્રેક.

ગુજરાતમાં રાજસ્થાનના રણ પરથી બળબળતા ઉત્તરીય પવનોને બદલે બંગાળની ખાડીમાંથી મજબૂત નૈઋત્યના દરિયાઈ પવનો ગુજરાત માં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર  ફૂંકાવાનું શરૂ થવા  સાથે 44 સે.તાપમાને બળબળતી લૂ વર્ષાનો અનુભવ કરનાર લોકોને આજે અગનવર્ષામાં આંશિક રાહત અનુભવાઈ હતી. દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં આજે દરિયો તોફાની બન્યો હતો અને માછીમારોને તા. 15 સુધી તે દરિયો નહીં ખેડવા  સૂચના જારી […]

Continue Reading