અનાજ – મસાલાની સીઝન ટાણે જ ભાવ વધારાથી મહિલાઓમાં આક્રોશ.

પેટ્રોલ, ડિઝલ અને સી.એસ.જી.ના ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા જીવન જરૂરી તમામ ચીજોના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. હાલ ઘઉં, ચોખા, દાળ અને મસાલાની સીઝન શરૂ થતા અનાજ અને મસાલામાં 20 થી 30 ટકા જેટલો વધારો થયો છે. આ ઉપરાંત શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે જેના પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભાવનગરમાં ટોપ […]

Continue Reading

યુનિવર્સિટીએ શૈક્ષણિક-સંશોધન પ્રવૃત્તિ દર્શાવતો રિપોર્ટ નેકમાં સબમિટ કર્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)માં તાજેતરમાં જ વર્ષ 2020-21ના વર્ષનો AQAR (એન્યૂઅલ ક્વોલિટી એસ્યોરન્સ રિપોર્ટ) સબમિટ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન અને અન્ય પ્રવૃત્તિઓ એક્યુએઆરમાંથી સ્પષ્ટ થાય છે. અગાઉના વર્ષોમાં એક્યુએઆર તૈયાર કરવામાં જરૂરી કાળજી નહીં લેવામાં આવી હોવાને લીધે નેકમાં યુનિવર્સિટીએ ‘એ’ ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ સૌરાષ્ટ્ર […]

Continue Reading

અમદાવાદમાં ગરમી વધતા બપોરે 12થી 4માં મોલ અને કેફેમાં ફૂટફોલ 60 ટકા વધ્યો, બિઝનેસમાં 30થી 35 ટકાનો વધારો.

અમદાવાદીઓ પાસે દરેક વસ્તુનો જુગાડ હોય છે. શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આ ગરમીમાં કૂલ રહેવા માટે તેઓએ અસલ અમદાવાદી રીત શોધી કાઢી છે. બપોરના 12થી4 કાળઝાળ ગરમીમાં શહેરીજનો મોલમાં એસીની ઠંડી હવા ખાવાનું પસંદ કરી રહ્યા છે. બપોરના સમયમાં મોટી સંખ્યામાં લોકો બેન્ચ પર બેઠેલા તેમજ વિન્ડો શોપિંગ કરતા પણ નજરે પડે […]

Continue Reading

1930માં ન્યૂયોર્કમાં બનેલા હડસન હાઈલાઈનની ડિઝાઈન પર કાલુપુર રેલવે સ્ટેશનનું નિર્માણ થશે.

કાલુપુર સ્ટેશનને 4 હજાર કરોડના ખર્ચે નવેસરથી વિકસાવવા માટે રેલવેએ યોજના બનાવી છે. મંગળવારે નિર્માણ કાર્ય મુદ્દે રેલવે, હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન, ગુજરાત મેટ્રો અને મ્યુનિ.ના પ્રતિનિધિઓ વચ્ચે મળેલી બેઠકમાં 94 એકરમાં પીપીપી ધોરણે તૈયાર થનારા સ્ટેશનની ડિઝાઈનનું પ્રેઝન્ટેશન કરાયું હતું. એક વર્ષમાં ફાઈનલ પ્લાન તૈયાર થયા પછી ટેન્ડર બહાર પડાશે. પ્રેઝન્ટેશનમાં કરાયેલી રજૂઆત મુજબ પેસેન્જરની […]

Continue Reading

કેશોદ રાજપુત કરણી સેના ટીમે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ રાજપુત કરણી સેના કેશોદ ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલાં જ પેપર લીંકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડીયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહયા છે યુવરાજે ઉઠાવેલ અવાજના કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને […]

Continue Reading

ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વ્રારા વડેલાવ ગામે નવીન પંચાયત ધરનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું.

દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી ચાલી રહેલ છે અને ગામડાંના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામો મંજુર કરવામાં આવેલ છે. ગોધરા વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા તેઓની રજુઆત થી સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ ૫૮ નવીન પંચાયત ઘર પૈકી ગોધરા તાલુકાના વડેલાવ ગામે ૧૪ લાખ ના ખર્ચે તલાટી ના નિવાસ સ્થાન […]

Continue Reading

કેશોદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી આયોજન અંગે મીટીંગ યોજાઈ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ કોરોના મહામારીના કારણે બે વર્ષથી ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન મહામાનવ ડૉ ભીમરાવ આંબેડકર સાહેબની 131મી જન્મજયંતિ આ વર્ષે મેઘવાળ પંચ દ્વારા ધામધૂમથી ઉજવવાનું નક્કી કરેલું હોય છેલ્લા બે […]

Continue Reading

અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિડની ડાયાલીસીસ સેન્ટર નો શુભ આરંભ કર્યો.

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા ગુજરાત વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફ થી આજ રોજ અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત આધુનિક ડાયાલીસીસ સેન્ટર નું ઇ-લોકાર્પણ આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલ મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા નિમિષાબેન સુથાર માન. રા. ક. મંત્રી આદિજાતિ વિકાસ તથા કાંતિભાઈ કે ખરાડી માન. ધારાસભ્યશ્રી દાંતા […]

Continue Reading

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ નાયી વાડીમાં કોંગ્રેસ ઓબીસી હોદ્દેદારો ની મિટીંગ મળી.

રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા એ. આઈ. સી.સી ના ગુજરાત કોંગ્રેસ પ્રભારી જગદીશકુમાર શૈલી ની અઘ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી. જેમાં ગુજરાત ઓબીસી પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ મુકેશભાઈ ગઢવી, બનાસકાંઠા ઓબીસી ચેરમેન સોરાબજી ઠાકોર, બચુજી મકવાણા, ઈશ્વરભાઈ દેસાઈ, ભવાનજી ખાનપુરા, ભીખુભા ડાભી, અજીતજી ઠાકોર, રનુભા ડાભી, નરેશજી વડા, ખેતુભા વાઘેલા ઉંબરી અને બાઈવાડા ના […]

Continue Reading