ઉનાળામાં પંચમહાલ જિલ્લામાં ભાવ વધતાં લીંબુ વધુ ખાટા થયા.

ઉનાળાના સમય દરમિયાન લીંબુની ભારે માંગ રહે છે. કાળઝાળ ગરમી અને હિટસ્ટ્રોકથી બચવા માટે લોકો લીંબુ પાણી અથવા લીંબુ શરબત પીને ઠંડક મેળવતા હોય છે. પરંતુ લીંબુના ભાવમાં અચાનક વધારો થતા લોકોએ લીંબુનો વપરાશ ઓછો કરી દીધો છે. સામાન્ય દિવસોમાં 50 થી 100 રૂપિયે કિલો મળતા લીંબુના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી વધારો થતા કીલોનો ભાવ […]

Continue Reading

સુરેન્દ્રનગરમાં ઉનાળાની આગ ઓકતી ગરમી વચ્ચે શાકભાજીના ભાવો પણ ભડકે બળ્યા,શાકભાજીમાં ડબલ ભાવ વધારો.

સુરેન્દ્રનગરમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભડકે બળતા ભાવોને લઈને ગૃહિણીઓમાં કકળાટ મચ્યો છે. એક બાજુ ગરમીનો પારો સડસડાટ વધી રહ્યો છે. તે રીતે જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ ગણાતા શાકભાજીના ભાવો પણ આસમાને આંબી રહ્યા છે. દરેક પ્રકારના શાકભાજીમાં ભાવ વધારો થયો છે. મોંઘવારીએ એટલી હદે માજા મૂકી છે કે, શાકભાજીના ભાવોએ મહિલાઓના ઘરનું અર્થતંત્ર […]

Continue Reading

કારેજ ગામે ચૈત્રી નવરાત્રી ઉજવણી નિમિત્તે યોજેલ કીર્તન મંડળીમાં રાજ્યકક્ષાના મંત્રી સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહી લાભ લીધો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી કારેજ ઘેડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ ગુજરાત કોળી સમાજના મહિલા ઉપાધ્યક્ષ જયોતિબેન જલકારીની ખાસ ઉપસ્થિત સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રીનું અનેરૂ મહત્વ છે. ચૈત્રી નવરાત્રીની અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે. માતાજીના આરાધ્યનું પર્વ ચૈત્રી નવરાત્રી નિમીતે […]

Continue Reading

ઉનાળાની સિઝનની સૌથી વધુ 43.2 ડિગ્રી ગરમી સાથે શહેર અગનગોળામાં ફેરવાયું.

જૂનાગઢમાં દિન પ્રતિદિન સૂર્યનારાયણ ભગવાનનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. દરરોજ ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગુરૂવારે ઉનાળાની સિઝનની સૌથી વધુ 43.2 ડિગ્રી ગરમી પડતા શહેર અગનગોળામાં ફેરવાઇ ગયું હતું. જૂનાગઢ શહેરમાં શનિવારથી મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહ્યો છે. આ અંગે કૃષિ યુનિવર્સિટીના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શનિવારે 40.1, […]

Continue Reading

22 વર્ષ 1 મહિનો 19 દિવસ દેશની રક્ષા કરનાર નિવૃત્ત ફોજીનું કેશોદમાં સન્માન કર્યું .

કેશોદ રેલવે સ્ટેશન પર નિવૃત્ત ફોજી નિલેશગીરી રામગીરી અપારનાથીનું આગમન થતાં જ હાજર રાજકીય, સામાજીક આગવાનોએ પુષ્યગુચ્છ આપી હારતોરા કરી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બાદ જાહેર માર્ગો પર સન્માનયાત્રા યોજવામાં આવી હતી.મૂળ બાવા સીમરોલીના વતની અને હાલ કેશોદ રહેતાં નિલેશગીરી વર્ષ 2000માં બોર્ડર સિકયુરીટી ફોર્સ તરીકે દેશની સેવામાં જોડાયાં હતાં. તેઓ 22 વર્ષ […]

Continue Reading

જામનગરના આકાશમાંથી અગનવર્ષા થઈ મહત્તમ તાપમાન 40.6 ડિગ્રીને આંબી ગયું.

જામનગર શહેર-જિલ્લામાં સપ્તાહના પ્રારંભે શરૂ થયેલી તિવ્ર ગરમીનુ મોજુ ગુરૂવારે ચરમસીમાએ પહોચ્યુ હતુ જેમાં મહતમ તાપમાન 2.6 ડિગ્રી પર સ્થિર થતા ઉનાળાના પ્રારંભે જ પ્રથમવખત પારો 40.6 ડિગ્રી પર પહોચ્યો હતો.જેના કારણે બપોરના સુમારે લોકોએ અંગ દઝાડતા તાપ સાથે આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો.બફારા સાથે લૂ વર્ષાના કારણે જનજીવન પરસેવે રેબઝેબ બન્યુ હતુ. જામનગરમાં ગત […]

Continue Reading

ચરોતર PNG ગેસમાં ફરી રૂ 2નો ભાવ વધારો.

મોંઘવારીએ માઝા મુકી દીધી હોય તેમ આણંદ ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઘરેલુ પીએનજી ગેસમાં એકાએક રૂા 2 નો ભાવ વધારો ઝીંકી દેવાયો છે.ત્યારે 12 દિવસ અગાઉ પીએનજી ગેસના ભાવમાં રૂ.4નો વધારો કરાયો હતો. જયારે ગુરૂવારે ચરોતર પીએનજી ગેસમાં 1 યુનિટે રૂા 2 નો વધારો કરાયો છે. ઘરેલુ ગેસના ભાવમાં શુક્રવારે ભાવ વધારો ઝીંકવાના […]

Continue Reading

ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ મેરીટાઈમ ડેની ઉજવણી કરાઈ.

ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં એકીકૃત તટીય સમુદ્રી સુરક્ષા અધ્યયન સ્કૂલ (SICMSS) દ્વારા રાષ્ટ્રીય સમુદ્રી દિવસની ઉજવણી નિમિત્તે એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. જેમાં સમુદ્રમાં માનવીના પ્રયાસો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય સમુદ્રી દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ વર્ષ 1919માં મુંબઈથી લંડન જવા માટે ભારતના પ્રથમ વ્યાપારી જહાજની અવરજવરને યાદ કરવાનું છે. આ વ્યાપારી જહાજનું નામ […]

Continue Reading

તબીબોની હડતાલથી ઇમરજન્સી દર્દીઓમાં 25 ટકાનો ઘટાડો.

સરકારને સદ્દબુદ્ધિ આવે તે માટે હડતાલમાં બેઠેલા તબીબોએ હવન કર્યો હતો. જ્યારે બીજી તરફ તબીબોની હડતાલને પગલે ઇમરજન્સી સારવાર લેવા આવનાર દર્દીઓમાં 25 ટકાનો કાપ આવ્યો છે. આથી દર્દીઓ ખાનગી હોસ્પિટલના સહારે હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જોકે સિનિયર તબીબો નહી હોવાથી ઇન્ડોર દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. જ્યારે બીજી તરફ તબીબોની હડતાલની જાણ લોકોને […]

Continue Reading

જીઇસીના ભાવિ ઇજનેરોએ રોબોટ બનાવી જીત્યું રૂ.1 લાખનું ઇનામ, હવે આ રોબોટને સાયન્સ સિટીની ગેલેરીમાં મુકાશે.

ગુજકોસ્ટ (GUJCOST) દ્વારા આયોજિત Robofest 2.0 સ્પર્ધામાં રોબોટ બનાવવાની સાત શ્રેણીમાંથી GPS રોવર શ્રેણીમાં સરકારી ઇજનેરી કોલેજ(જીઇસી) ભાવનગરના વિદ્યાર્થીઓએ ફાયર સેફ્ટી અને મિલેટ્રીના હેતુ આધારિત રોવર રોબોટનો નમૂનો તૈયાર કરી ભાગ લીધો હતો. સ્પર્ધકો અને નિર્ણાયકોની વચ્ચે રોબોટનું પ્રદર્શન કરી રૂપિયા 1 લાખનું ઈનામ મેળવ્યું છે. આ ઊપરાંત રોબોટના નમુનાને અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં રોબોટ […]

Continue Reading