જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની એક જોડી અમદાવાદના કાંકરિયા ઝૂમાં લાવવામાં આવી.

અમદાવાદમાં કોરોના ઓસરતાં હવે લોકો સામાન્ય જીવન તરફ વળ્યાં છે. પ્રવાસન સ્થળો તથા શહેરના બજારોમાં લોકોની ભીડ હવે સામાન્ય થઈ ગઈ છે. ત્યારે અમદાવાદના કાંકરિયા ઝૂમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ઉનાળાનું વેકેશન હોવાથી હજી પણ મુલાકાતીઓની સંખ્યા વધશે. ત્યારે કાંકરિયા ઝૂમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની જોડી લાવવામાં આવી છે. […]

Continue Reading

જામકંડોરણા તાલુકામાં સૌપ્રથમ રાદડીયા પરિવાર દ્વારા છોટે સરદાર થી ઓળખાતા એવા વિઠ્ઠલભાઇ રાદડીયા ની પ્રતિમા મૂકવામાં આવી.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી જામકંડોરણા ખાતે આવેલ સમસ્ત રાદડીયા પરિવાર ના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી મંદિર ના પટાંગણમાં સૌના ખેડૂત નેતા એવા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાની અનાવરણ વિધિ યુવા નેતા જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે કરવામાં આવી હતી ખાસ ઉપસ્થિત વિઠ્ઠલભાઈ રાદડિયા ના પિતાશ્રી હંસરાજ બાપા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજુભાઈ […]

Continue Reading

વડોદરા કોર્પોરેશન ચોમાસા પહેલા કાશી વિશ્વનાથ તળાવ ખાલી કરી ડ્રેનેજના જોડાણો શોધી કાઢશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસ અગાઉ લાલબાગ તળાવમાં જંગલી વનસ્પતિનો નાશ કરવા અને ગંદુ પાણી ચોખ્ખું કરવા વૈદિક, આયુર્વેદિક અને જૈવિક પદ્ધતિથી કામગીરી શરૂ કરી છે. તેની હકારાત્મક અસર જોવા મળી રહી છે. લાલબાગ તળાવ પાસે કાશીવિશ્વનાથનું તળાવ આવેલું છે. કાશી વિશ્વનાથ તળાવમાં ગટરનું પાણી આવતું રહે છે અને આ સમસ્યા ખૂબ જૂની છે. […]

Continue Reading

ઘંઉની બારમાસી ખરીદીનો ધમધમાટ, ભાવ ગત વર્ષથી 20થી 25 ટકા વધુ.

સૌરાષ્ટ્રમાં ઘંઉની બારમાસી ખરીદીનો ધમધમાટ શરુ થયો છે તે કંપનીઓએ પણ ઘંઉની જથ્થાબંધ ખરીદી શરુ કરી છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં રોજ અંદાજે એકથી દોઢ  લાખ મણ ટુકડા અને લોકવન ઘંઉ ઠલવાઈ રહ્યા છે જેમાં લોકો દ્વારા મુખ્યત્વે ટુકડા ઘંઉ જ ખરીદ કરાય છે. ગત વર્ષથી ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. ઈ.સ.૨૦૨૦માં ઘંઉના ભાવ […]

Continue Reading

સૌ.યુનિ. નો મહત્વનો નિર્ણય, આગામી પરીક્ષાથી જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવામાં આવી,પ્રિન્સિપાલની બેઠકમાં નિર્ણય લેવાયો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 22 માર્ચના રોજ મળેલ આચાર્યની બેઠકમાં મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સીટી દ્વારા પરીક્ષામાં જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાંચ શહેરોમાં પરીક્ષાઓમાં જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવા 21 માર્ચના રોજ રાજકોટ જિલ્લા NSUI દ્વારા માંગ કરવામાં આવી હતી જે રજુઆત ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં […]

Continue Reading

ચૈત્રી પૂનમે શંખલપુર ખાતે માઁ બહુચરને રૂ. 20 લાખની સોનાની આંગી ચડાવાશે, મંદિરને ફૂલોનો નયનરમ્ય શણગાર કરાશે.

યાત્રાધામ શંખલપુર ખાતે બહુચર માતાજીના મંદિરે કોરોના મહામારી દરમિયાન 25 વર્ષથી ચાલતું સદાવ્રત કોવિડ ગાઇડ લાઇન મુજબ બંધ રખાયું હતું. હવે છુટછાટ અપાતાં બે વર્ષ બાદ એટલે કે આગામી ચૈત્ર સુદ ચૌદસને 15 એપ્રિલથી પુનઃ કાયમી ધોરણે તેને શરૂ કરવાનો નિર્ણય શંખલપુર ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા લેવાયો છે. જેમાં ચૈત્રી પૂનમના રોજ માઁ […]

Continue Reading

કવાંટ યુવા અધિકાર ન્યાય ચળવળ સમિતિ ના યુવાનો દ્વારા કવાંટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ યુવરાજસિંહ પર ખોટી કલમો હેઠળ થયેલ ખોટા કેસો પરત લેવામાં આવે અને તાત્કાલિક ધરપકડ માંથી મુક્ત કરવામાં આવે તે માટે કવાંટ યુવા અધિકાર ન્યાય ચળવળ સમિતિ ના યુવાનો દ્વારા કવાંટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત માં છેલ્લા ઘણા સમયથી પરીક્ષા ઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પેહલા જ […]

Continue Reading

કેશોદના અખોદર ગામે શીતળા માતાજીના મંદિરે ચૈત્રી સાતમની ઉજવણી કરી.

અખોદર ગામે પ્રાચિન અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલ છે. જેમાં શીતળા માતાજી સહીત નવ ગ્રહો બિરાજમાન છે. ચૈત્રી સાતમના દિવસે શ્રદ્ધાળુઓ કુલેર અગરબતી દિવેલ નિમક શ્રીફળ સહીતની પ્રસાદી સાથે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે. મોઢેરા સુર્ય મંદિર બાદ બીજા નંબરનું સુર્ય મંદિર કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય […]

Continue Reading

લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ડાયાલિસીસ વિભાગનું લોકાર્પણ કર્યુ.

મહીસાગરના લુણાવાડા ખાતેની જનરલ હોસ્‍પિટલ ખાતે આરોગ્‍ય રાજય મંત્રી નિમિષાબેન સુથારના હસ્‍તે ડાયાલિસીસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે કિડનીએ માનવ શરીરમાં ફિલ્‍ટરનું કામ કરતું હોઇ કિડનીના રોગોમાં ખાસ કરીને ડાયાલિસીસની જરૂરી હોઇ નાગરિકોને નજીકમાં જ ડાયાલિસીસની સેવાઓ મળી રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું જણાવી હાલ રાજયમાં 80 ડાયાલિસીસ સેન્ટરો […]

Continue Reading

માર્ગ-મકાન-યાત્રાધામના મંત્રીએ પાવાગઢ ખાતે માતાના દર્શન કર્યા.

પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે માર્ગ મકાન અને યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદી પાવાગઢ આવ્યા હતા. જ્યાં મહાકાળી માતાજીના દર્શન કરી માચી પર આવેલ નિર્માણાધીન ચોક સહિત નવીન પગથિયા અને મહાકાળી માતાજીના નવનિર્માણ પામી રહેલા વિશાળ અને ભવ્ય મંદિરના મંદિર પરિસરની મુલાકાત કરી હતી. વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. કલેકટર, જિલ્લા પોલીસવડા, મંદિર ટ્રસ્ટ […]

Continue Reading