રાજપીપળામાં ઉનાળાની ગરમીમાં રાહત માટે સ્વિમિંગ પુલમાં ભીડ.

નર્મદા જિલ્લામાં ધીમે ધીમે ઉનાળો આકારો થતો જાય છે,ઉનાળાની શરૂઆત માજ હાલ 43 ડીગ્રી એ તાપમાન પહોંચી ગયું છે ત્યારે સ્થાનિક રહીશો નદી નાળા માં નાહવા કરતા સ્વિમિંગ પૂલમાં નાહવાની મઝા શોધતા હોય છે. પરંતુ કોરોના કાળ માં છેલ્લા બે વર્ષથી સ્વિમિંગ પુલો બંધ રાખવામાં આવ્યા હોય. લોકો ઉનાળાના આકરા તાપામા પણ બહાર નીકળી નહોતા […]

Continue Reading

છોટાઉદેપુરમાં રામનવમીની ઉજવણીમાં શોભાયાત્રા યોજાશે, ઘોડા, બગીઓ અને વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળશે.

છોટાઉદેપુર નગરમાં ચૈત્ર સુદ નોમને રામ નવમી ભગવાન શ્રીરામના જન્મદિનની ઊજવણી અર્થે નગરના ભક્તમંડળો અને યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં વિવિધ સંગઠનો દ્વારા તથા શ્રી રામ ભક્ત યુવક મંડળ દ્વારા રામ નવમીની ઉજવણી ભારે ધામધૂમ પૂર્વક ઉજવાય તે માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સૌ ભક્ત મંડળો પૂર્વ આયોજનની કામગીરીમાં […]

Continue Reading

રૂ. 25ના કિલો મહુડાના ફૂલ વીણીને રોજગારી મેળવતા આદિવાસીઓ.

વનરાજીથી ઘેલાયેલા દાહોદ જિલ્લામાં જંગલોની ગૌણ પેદાશમાં વાંસ, ઘાસ, ટીંબરૂના પાન, મહુડાના ફુલ, ડોળી વિગેરે મુખ્‍ય છે.મહુડાનું વૃક્ષ આદિવાસી વિસ્તારમાં કલ્પવૃક્ષ સમાન ગણાય છે. હાલ મહુડાની સીઝન પૂરભરમાં ખીલી છે. વૃક્ષ ઉપરથી મોટી સ્વરૂપે પાટલા ફૂલ વીણીને હાલ આર્થિક ઉપજે મેળવાઈ રહી છે. હાલ મહુડાના વૃક્ષ ઉપર ફૂલ લાગી ગયા છે.મોટા પ્રમાણમાં ફૂલો વૃક્ષો ઉપરથી […]

Continue Reading

ઉનાળુ સિઝનને સિંચાઇના પાણીનુ ગ્રહણ નડ્યું જિલ્લામાં માત્ર 39209 હેક્ટરમાં વાવેતર થયું.

ઉનાળાની ગરમી શરૂ થતાંની સાથે આણંદ જિ્લ્લામાં ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે.ત્યારે નહેરોમાં સિંચાઇનું પાણી બંધ કરી દેવાતાં વાવેતર કરવામા આવેલ ખેતી પાક સુકાઈ રહયો છે. અત્યાર સુધીમાં માત્ર 39209 હેકટરમાં ઉનાળુ પાકોનું વાવેતર થયેલ છે. ગત વર્ષે આ સમયે 51474 હેકટરમાં વાવતેર ખેતરો થયું હતું. ઉનાળામાં ખેતી પાકની વાવેતરની જરૂરીયાત સમયે […]

Continue Reading

કોઠારિયામાં દિવસે કથા અને રાત્રે ભજન,મેળામાં લોકો તરબોળ બન્યા.

વઢવાણના કોઠારિયા ગામમાં સેવાભાવી સંત વજાભગતના આશ્રમે ગૌશાળાના લાભાર્થે ગુજરાતના જાણીતા કથાકાર જિજ્ઞેશદાદાની દિવ્ય કથા ચાલી રહી છે. તા.2 એપ્રિલને શનિવારથી શરૂ થયેલી આ કથાની તા.8 એપ્રિલ શુક્રવારે પૂર્ણાહુતિ થશે. ત્યારે હાલ 5 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો દિવસે કથા, રાત્રે ભજન અને લોકમેળામાં તરબોળ બન્યા છે. કોઠારિયા ગામની પવિત્ર ભૂમિમાં જન્મેલા વજાભગના શ્રી રામરોટી […]

Continue Reading

જામનગરથી માટેલ જવા વાજતે-ગાજતે પદયાત્રા સંઘ રવાના, 1200 જેટલા પદયાત્રીઓ જોડાયા.

જામનગરથી માટેલ પદયાત્રા સંઘ જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લા 23 વર્ષથી માટેલ પદયાત્રા સંઘ લઈ જવામાં આવે છે, જેમાં આ વર્ષ તા. 6ને ગુરૂવારના પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં 1200 જેટલા પદયાત્રા સંઘ બાવન ગજની ધજા સાથે વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના જોડાયા હતાં. પદયાત્રામાં ચા-નાસ્તો, ભોજન સહિત […]

Continue Reading

જવાહર નવોદય વિદ્યાલય ધો.9ની પ્રવેશ પરીક્ષા 9મી એપ્રિલે લેવાશે.

ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે પ્રવેશ પરીક્ષા આગામી તા. 9/4/2022ને શનિવારના રોજ સવારના 11 કલાકે લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા આપવા માટેના પરીક્ષાના પ્રવેશપત્ર નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.nvsadmissionclassnine.in પરથી વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરી લેવાના રહેશ. પરીક્ષા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગે કોઇ સમસ્યા હોય તો ભાદરણ ખાતેની જવાહર નવોદય વિદ્યાલયનો […]

Continue Reading

ધો.10માં સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓને હાશકારો.

ગુજરાત બોર્ડની પરીક્ષાનો આઠમો દિવસ છે. ત્યારે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ રહેતા વિધાર્થીઓ હાશકારો અનુભવ્યો હતા.એક પણ કોપી કેસ નોંધાયો નહી હોવાથી શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થઈ હતી. ધોરણ 10ના વિદ્યાર્થી લખનભાઈએ જણાવ્યું હતું કે, બુધવારનું પેપર એકદમ સરળ હતું. પેપરમાં સેક્શન Aમાં 2 પ્રશ્નો હતા એક માર્કસના એ થોડા મુશ્કેલ હતા, પરંતુ તે […]

Continue Reading

ચરોતરમાં CNGના અપૂરતા સ્ટોક વચ્ચે રું. 2 ભાવ વધારો, 13 દિવસ બાદ રું. 79 થઈ ગયા.

મોંઘવારી રીતસરની માઝા મુકી દીધી છે. ત્યારે આમ જનતાને હવે જીવન જીવું મુશ્કેલ બની રહ્યું છે.પેટ્રોંલ-ડીઝલની સાથે ચરોતર સી.એન.જી ગેસમાં રૂા 2નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 13દિવસ બાદ રૂ.79 પુનઃ વધારો કરી દેવામા આવ્યો છે. બીજી તરફ ચરોતર ગેસ સ્ટેશનો પર અપુરતા સીએનજી ગેસની બુમો ઉઠવા પામી છે. જેથી સીએનજી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. […]

Continue Reading

ભાવનગરની મ્યુનિસિપલ શાળાઓમાં દુર્ઘટના થાય તો તંત્ર જ જવાબદાર કારણ કે 3 કરોડની ગ્રાન્ટ પડી છે છતાં શાળાઓ રિપેર થતી નથી.

ભાવનગરની સરકારી શાળાઓમાં ઘટતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા માટે બાળકોને મળતી શૈક્ષણિક સુવિધાઓ પણ મોટાભાગે જવાબદાર છે. કોર્પોરેશન દ્વારા સપ્ટેમ્બર 2020માં શિક્ષણ સમિતિની તમામ શાળાઓના બિલ્ડીંગનો સર્વે કરી કોર્પોરેશન હસ્તકની જર્જરિત શાળાઓને રીપેરીંગ કરવા રૂ. 3.32 કરોડનો અંદાજ પણ માંડ્યો હતો. પરંતુ તે 46 જર્જરીત શાળાનો રિપેરિંગ માત્ર સર્વમાં જ રહી ગયો. અને અનેક શાળાના જર્જરિત […]

Continue Reading