કનેવાલ,પરીએજ-રાસ તળાવમાંથી પાણીનો જથ્થો ઉપાડવા પર પ્રતિબંધ.

ઉનાળામાં પાણીનો પોકાર શરૂ થઇ ગયો છે.ત્યારે આણંદ જિલ્લાપાણી પુરવઠા વિભાગ હસ્તક આવેલા કનેવાલ,પરીએજ અનેરાસતળાવમાં પીવા પાણીનો જથ્થો ઉનાળાને લઇને સંગ્રહીત રાખ્યો છે.ત્યારે આજુબાજુ વિસ્તારના ખેડૂતો મશીન મુકીને સિંચાઇ માટે પાણી ખેંચી લે નહીં તે માટે આણંદ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે જાહેરનામાના ભંગ કરનાર સામે કલમ 131 હેઠળ કાયેદસરની […]

Continue Reading

ગુંડેર-સંખેડા વચ્ચે ઉચ્છ નદી ઉપર છલિયું ન હોવાને કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા નદીમાંથી પસાર થવું પડે છે.

સંખેડા તાલુકાના ગુંડેર-સંખેડા વચ્ચે ઉચ્છ નદી ઉપર છલીયું ન હોવાને કારણે અત્રેથી ગામના ધોરણ 10ના 5 વિદ્યાર્થીઓને નદીમાંથી ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઇ પરીક્ષા આપવા જવું પડે છે. ભૂતકાળમાં અહીં છલીયું બનાવવાને લઇ ગુંડેરના ગ્રામજનોએ તાલુકા-જિલ્લા પં. ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. સંખેડાના ગુંડેરથી સંખેડા તરફ આવવા વાયા હાંડોદ થઈને જે રસ્તો આવે છે. એ ઘણો લાંબો […]

Continue Reading

અરાદમાં આંગણવાડી અને નંદઘરનું લોકાર્પણ.

હાલોલ-વડોદરા રોડ પર આવેલ પ્રસિદ્ધ કેબલ વાયર બનાવતી કંપની પોલિકેબના પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનની સી.એસ.આર. ટીમ દ્વારા હાલોલ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોની પ્રજાને પડતી મુશ્કેલીઓ નિવારવા સતત કામગીરી કરાઈ રહી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય પાણીના પ્રશ્નો સહિતની વિવિધ પ્રાથમિક જરૂરિયાતોનું ધ્યાન રાખી વિકાસકીય કામગીરી કરવામાં આવી ગ્રામ્ય વિસ્તારની પ્રજાની સમસ્યાઓને દૂર કરાઈ રહી […]

Continue Reading

ભાવનગરમાં સરકારી ડોક્ટરો બીજા દિવસે હડતાળ પર, રામદરબાર યોજી વિરોધ દર્શાવ્યો.

ભાવનગર સહિત ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે. જેના આજે બીજા દિવસે પણ હડતાળ શરૂ રાખવામાં આવી હતી. આજરોજ ડોક્ટરો દ્વારા મેડિકલ કોલેજ ખાતે રામદરબારનું આયોજન કરી નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજ ભાવનગર ખાતે બી.પી.બોરીચા પ્રમુખ GIDAનાએ હડતાળ મુદ્દે જણાવ્યું છે કે, અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ […]

Continue Reading

રાજકોટના સિનિયર તબીબો જોડાયા, રામધૂન બોલાવી ‘છેતરપિંડી બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા,આરોગ્ય સેવા ખોરવાઈ.

રાજ્યભરના સરકારી સિનિયર ડોક્ટરની હડતાળનો આજે હડતાળનો બીજો દિવસ છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા મેડિકલ કોલેજના પટાંગણમાં સિનિયર ડોક્ટરો દ્વારા રામધૂન બોલાવી ‘છેતરપિંડી બંધ કરો’ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તમામ તબીબો હડતાળ પર ઉતરી જતાં આરોગ્ય સેવાઓ ખોરંભે ચડી છે. જેને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે રાજકોટ મેડિકલ […]

Continue Reading

કેશોદ તાલુકામાં આંગણવાડીના બાળકો માટે નાસ્તાનું રાશન ત્રણ મહીનાથી વિતરણ બંધ.

આંગણવાડીના બાળકોને દર અઠવાડિયે વાર મુજબના મેનુ પ્રમાણે નાસ્તા આપવામાં આવે છે. બાળકોને પોષણક્ષમ આહાર મળે તેવો ગુજરાત સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે કેશોદ શહેર તાલુકાભરમાં આવેલ તમામ આંગણવાડીઓમાં બાળકોને આપવામાં આવતા નાસ્તાની રાશનકિટનું વિતરણ કરવામાં આવતું નથી અને છેલ્લા ત્રણેક માસથી આંગણવાડી કેન્દ્રો દ્વારા સ્વખર્ચે રાશન કિટની ખરીદી કરવામાં આવે છે. જેના […]

Continue Reading