ચારૂસેટમાં રાજ્યકક્ષાની નર્સિંગ બેડમિન્ટન પ્રિમીયર લીગ ટુર્નામેન્ટ યોજાઇ, 170થી વધુ ખેલાડીએ ભાગ લીધો.

રાજ્યમાં પ્રથમ વખત યોજાયેલી ટૂર્નામેન્ટમાં 15થી વધારે નર્સિંગ કોલેજ અને હોસ્પિટલન ખેલાડીએ ભાગ લીધો. ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા રાજ્યમાં પ્રથમ વખત નર્સિંગ બેડમિન્ટન પ્રિમીયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નર્સીસમાં રહેલી ટેલેન્ટને પ્રોત્સાહન આપવા માટે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ચારુસેટ સંલગ્ન મણિકાકા ટોપાવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ દ્વારા અનોખી નવતર પહેલ કરી સમગ્ર […]

Continue Reading

કૃષિમંત્રીએ કહ્યું- કાચા માલમાં ત્રણગણો વધારો થતા નાછૂટકે ખાતરના ભાવ વધાર્યા, ખેડૂતોને 8 કલાક વીજળી આપવા કટિબદ્ધ.

કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિએશન અને રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના સ્થાનિક સ્વરાજથી લઈ રાજ્ય સરકારમાં તમામ પદાધિકારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સન્માન સમારોહનું આયોજન રાજકોટ રાજવીના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, […]

Continue Reading

અમદાવાદ, મહેસાણા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં આવતીકાલથી હિટવેવ, ગરમીનો પારો 43 ડીગ્રીને પાર થશે.

ભારતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. 1901 પછી આ પ્રથમ વખત છે જ્યારે દેશના અનેક શહેરોનો પારો 40ને પાર કરી ગયો છે. IMD અનુસાર, ગુજરાત સહિત 9 રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થશે. માર્ચમાં સરેરાશ મહત્તમ તાપમાન 1901 થી સામાન્ય કરતાં 1.86 °C વધારે હતું. ચાર […]

Continue Reading

દાહોદમાં 10મીએ ભવ્ય રામયાત્રાનું આયોજન.

આગામી 10 એપ્રિલ રામ નવમીના રોજ દાહોદ શહેરમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે શ્રીરામ યાત્રા આયોજન સમિતિની એક બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક મંડળોએ પોતાના વિચાર મુક્યા હતા. શોભાયાત્રામાં શ્રીરામની જીવન ચરિત્ર સનાતન ધર્મ સંસ્કૃતિના ટેબ્લો વિશેષ આકર્ષણ રૂપે રહેશે. 11થી વધારે ધાર્મિક રામ ભગવાનના જીવનચરિત્રના વિષયો પર […]

Continue Reading

વિસાવદરના પિયાવા ગામે ખુલ્લા કુવામાં પડી જતાં સિંહ મોતને ભેટ્યો, વન વિભાગ ઘટનાસ્થળે દોડ્યો.

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામે એક સિંહના આકસ્મિક મૃત્યુની ઘટના સામે આવી છે. જેમાં વિસાવદરના પિયાવા ગામે ખુલ્લા કુવામાં ખાબકતા સિંહનું કરૂણ મોત નીપજ્યું છે. જો કે શિકારની શોધમાં સિંહ કુવામાં પડ્યો હોવાનું પ્રાથમિક તારણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી સિંહના મૃતદેહનો કબ્જો લીધો હતો. સૂત્રો અનુસાર વિસાવદર તાલુકાના પિયાવા […]

Continue Reading

કેજરીવાલ અને ભગવંત માને શાહીબાગના BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા.

દિલ્લીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદની મુલાકાતના આજે બીજા દિવસે સવારે તેઓએ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. સ્વામિનારાયણ મંદિર પરિસર નિહાળ્યું હતું. બંને નેતાઓની સ્વામિનારાયણ મંદિરમાં મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મંદિરમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. દરેક વ્યક્તિને ચેક કરી અને મંદિરમાં પ્રવેશ […]

Continue Reading

અમદાવાદમાં ચેટીચાંદ પર્વની ઉજવણી, શોભાયાત્રાઓ નીકળી.

અમદાવાદ શહેરમાં શુક્રવારે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ઝૂલેલાલના અવતાર દિવસ અને સિંધી સમાજના નવવર્ષ નિમિતે મણિનગર, કુબેરનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મંદિરોમાં જ્યોત પ્રાગટય, નદીમાં પુજાપાઠ, સામુહિક જમણવાર, સમાજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. એકબીજાને નવવર્ષની શુભકામનાઓ પણ આપવામાં આવી હતી. ચેટીચાંદની પૂર્વ સંધ્યાએ શુક્રવારે પાંચકુવા સિંધી માર્કેટમાં ઝૂલેલાલ […]

Continue Reading

સાળંગપુરધામ ખાતે હનુમાન જયંતિ નિમીત્તે બીજમંત્ર અનુષ્ઠાનનો પ્રારંભ.

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બરવાળા તાલુકાના સાળંગપુરધામ ખાતે આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરે આગામી તા.૧૬ એપ્રિલે હનુમાન જયંતિની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. તેને અનુલક્ષીને હનુમંત મંત્ર અને બીજમંત્ર અનુષ્ઠાનનો શુભારંભ કરાયો છે. સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતિના પવિત્ર પ્રસંગે કોઠારી સ્વામીના માર્ગદર્શન તળે શનિવારથી હનુમંત મંત્ર […]

Continue Reading

એસ.ટી.ના કર્મીઓને આર્થિક લાભ આપવામાં થતો અન્યાય.

એસ.ટી. નિગમ રાજ્યના લોકોને અવિરત સેવા આપી રહ્યું છે. પરંતુ નિગમના કર્મચારીઓને આર્થિક લાભ આપવામાં સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. એક તરફ છેલ્લા આઠ વર્ષમાં ડીઝલના ભાવ બમણાં જેટલા થવા પહોંચ્યા છે, તેમ છતાં ભાડામાં કોઈ વધારો કરાયો નથી અને બીજી તરફ સરકાર તરફથી આપવામાં આવતી સબસીડીમાં અડધાથી વધુની રકમનો કાપ મુકવામાં આવતા કર્મચારીઓ […]

Continue Reading

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ફરી શરૂ, બેડી યાર્ડમાં 32 લાખ કિલો ચણાની આવક.

માર્ચ એન્ડીંગના હિસાબો કરવા માટે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ગત તા. 24 થી બંધ થયા બાદ આજે ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે 50 ટકા માર્કેટ યાર્ડોમાં હરાજી શરૂ થઈ હતી. રાજકોટમાં તો 1100થી વધુ વાહનોમાં જણસી ઠલવાઈ હતી અને એક દિવસમાં 32 લાખ કિલો ચણાની આવક થઈ હતી. ઉઘડતી બજારે કપાસમાં  ભાવમાં વધારો નોંધાયો છે અને રાજકોટ-ગોંડલ […]

Continue Reading