વેરાવળ બંદરમાં આધુનિક સુવિધા વધારવા અને નિયમિત ડ્રેજીંગ કરાવવાની ધારાસભ્યએ વિધાનસભામાં રજૂઆત કરી.

મત્સ્યોદ્યોગના હબ ગણાતા એવા વેરાવળ બંદરમાં જરૂરીયાત મુજબની સુવિધા વધારવા તથા નિયમિત ડ્રેજીંગની કામગીરી કરાવવા ઉપરાંત ગત વર્ષે આવેલા વાવાઝોડામાં દરીયામાં લાપતા બનેલા પાંચ માછીમારોના પરીવારજનોને સહાય આપવા સહિતના પ્રશ્નો વિધાનસભાના સત્ર દરમિયાન સોમનાથના કોંગી ધારાસભ્યએ ઉઠાવ્યા હતા. તેમજ આ સંબંધે કાર્યવાહી કરી ઉકેલવાની માંગ કરી હતી. સોમનાથના ધારાસભ્ય એ વિધાનસભા સત્રમાં બંદર અને માછીમારોના […]

Continue Reading

જામનગર સ્ટેશનથી ઉપડતી ઉત્તરાંચલ એક્સપ્રેસ 1લી એપ્રિલથી 3 જૂન સુધી ફુલ, 100થી વધુ વેઈટીંગ.

જામનગરથી દિલ્હી – હરિદ્વાર તરફ જતી ટ્રેનમાં વેકેશન, અને ચૈત્ર મહિનો નજીક હોવાના કારણે મુસાફરોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. જેને કારણે 30 માર્ચ ની સ્થિતિએ ઉત્તરાંચલ એક્સપ્રેસમાં 1લી એપ્રિલથી 3જૂન સુધી ફૂલ છે. જેને પગલે ટ્રેનના તમામ કોચોમાં મસમોટા વેઇટિંગ નોંધાઈ રહ્યા છે. આ ટ્રેનમાં સૌથી વધુ વેઇટિંગ સ્લીપર કોચમાં નોંધાયું છે. કોરોના […]

Continue Reading

નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પણ બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણમાં અનેક નવા સુધારા-વધારા સાથે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી દેવાઈ છે અને તબક્કાવાર તેનો અમલ પણ શરૃ કરી દેવાયો છે.જો કે ગુજરાત બોર્ડે આજે સ્પષ્ટતા કરી છે કે નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પણ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. નવી શિક્ષણ નીતિ લાગુ […]

Continue Reading

ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડિજીટલ પહેલ.

સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ઓનલાઇન પેમેન્ટ સુવિધા અને ન્યુક્લીઓન નેટ વેબપોર્ટલ કાર્યરત કરાયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત ડિજીટલ પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પેમેન્ટ માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.  વધુ વિગતો આપતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં […]

Continue Reading

દહેગામ તાલુકામાં સૌથી વધુ 3 હજાર હેક્ટરમાં ઉનાળુ બાજરીનું વાવેતર.

ગાંધીનગર  જિલ્લામાં ખરીફ પાકોનું વાવેતર ઢીલમાં ચાલી રહ્યું છે. વીજળી અને પાણીના પ્રશ્નો ઉપરાંત મજુરોની ઉપલબ્ધિમાં પણ સમસ્યાના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. ત્યારે દહેગામ તાલુકામાં ઉનાળુ બાજરીનું વાવેતર સૌથી વધુ થયું છે. જ્યારે કમાત્ર કલોલ તાલુકામાં ડાંગર વાવામાં આવી છે. તેવી સ્થિતિમાં જ રહ્યા હોવાનું કૃષિ વિભાગના આંકડા પરથી ફલિત થઇ રહ્યું છે. ત્યારે જિલ્લામાં […]

Continue Reading

હિંમતનગર તાલુકાના લિખિ ગામે સરસ્વતી ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… જેમાં કાર્યક્રમના અધ્યક્ષ કુ.કૌશલ્યા કુંવરબા(પ્રદેશ ઉપાધ્યક્ષ) અને અતિથિ વિશેષ રાજેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા હતા..લિખિ ગામના સરપંચને ગ્રામજનો અને સ્કૂલના બાળકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ1થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ અને ગામના અન્ય ક્ષેત્રે કામ કરતા વ્યક્તિઓનું શિલ્ડ આપી સન્માન કરવામા આવ્યું હતું..આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સરસ્વતી ગ્રુપેખૂબ મહેનત […]

Continue Reading

નવ દિવસમાં ગુજરાતની પ્રજા માટે ઈંધણ ખર્ચ રોજનો રૂ. 14 કરોડ વધ્યો.

ગત તા. 21 માર્ચથી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજ સરેરાશ 80 પૈસા લેખે વધારો ઝીંકીને નવ દિવસમાં પેટ્રોલમાં આશરે રૂ।. 5.55 અને ડીઝલમાં રૂ।. 5.75નો વધારો ઝીંકી દીધો છે અને આ દૌર હજુ જારી છે. ત્યારે માત્ર નવ દિવસમાં દેશમાં માત્ર ગુજરાતની પ્રજાનો રોજનો ઈંધણ ખર્ચ રૂ।. 14 કરોડ વધી ગયો છે.  ગુજરાતમાં રોજ આશરે […]

Continue Reading

શાકભાજી સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબ્યા.

ભાવનગર સહિત ગુજરાત રાજયભરમાં પેટ્રોલ અને ડિઝલ  તેમજ ગેસના ભાવ સડસડાટ રીતે આસમાને આંબી રહ્યા હોય તેના કારણે આવશ્યક ફળફળાદી, શાકભાજી તેમજ જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત દયનીય થઈ ગઈ છે. મોંઘવારીના કારણે આ પરિવારોને ગુજરાન ચલાવવામાં નેવાના પાણી મોભે ચડી રહ્યા છે. છેલ્લા સપ્તાહથી પેટ્રોલ અને ડિઝલ […]

Continue Reading

લાલપુરમાં ધો.10 ગણિતના પેપરમાં કોપી કેસ.

જામનગર શહેર-જિલ્લામાં ધો.10 અને ઘો.12ની બોર્ડ પરીક્ષા સોમવારે શરૂ થઇ છે જેમાં બોર્ડ પરીક્ષાના ત્રીજા દિવસે ઘો.10ના ગણિત વિષયના પેપરમાં લાલપુરના એક વિધાલયમાં નિરીક્ષક ટીમે એક વિધાર્થીને કાપલી મારફત કોપી કરતા પકડી પાડતા ચાલુ વર્ષની બોર્ડ પરીક્ષાનો પ્રથમ કોપી કેસ નોંધાયો છે.જોકે,ઘો.12ની બોર્ડ પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં આગળ ધપી રહી છે. જામનગર શહેર-જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો ગત […]

Continue Reading

ચૈત્રી નવરાત્રીમાં હાલોલ પાવાગઢ સહિત અનેક ગામોમાં પદયાત્રીઓ માટે વિસામા તૈયાર કરાયા.

યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીની ચૈત્રી નવરાત્રી દરમ્યાન પૂજા અર્ચના કરી આરાધના કરવાનો અનોખો મહિમા અને શ્રદ્ધા સાથેની પરંપરા છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં માઇભકતો માતાજીના દર્શનાર્થે પાવાગઢ ખાતે પધારી માતાજીની પૂજા-અર્ચના સાથે આરાધના કરી ધન્યતા અનુભવે છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજીના રથ સાથેના સંઘ તેમજ પગપાળા સંઘ સાથે કેટલાક કિલોમીટરના […]

Continue Reading