ઉપલેટાના સેવંત્રામાં ખેડૂતે 15 વીઘામાં સૂર્યમુખીનું વાવેતર કરીને ઓછા ખર્ચે સારું પરિણામ મેળવ્યું.

ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામના ખેડૂતે આ વર્ષ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક અને આકર્ષણનું કેન્દ્ર બને તેવી ખેતી કરી છે જેમાં ખેડૂતે અંદાજીત ૧૫ વીઘાના ખેતરમાં સૂર્યમુખીનું વાવેતર કર્યું છે ત્યારે વાવેતર બાદ ખેતરમાં સારૂ પરિણામ જોવા મળતા ખેડૂતના ચહેરા પર રાજીપો જોવા મળ્યો હતો કારણ કે ઓછા ખર્ચામાં સારૂ પરિણામ મળતા ખેડૂતે અન્ય ખેડૂતને પણ […]

Continue Reading

આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં 125 કલાકાર ભાગ લેશે.

દેશ જ્યારે આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત ના પસંદ કરાયેલા 75 શહેરો અને નગરો ખાતે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક અમૃત યાત્રા શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયા […]

Continue Reading

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, લાખો વિદ્યાર્થીઓ માટે નિર્ણયાત્મક દિવસોની શરૂઆત.

આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. રાજ્યભરમાંથી અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 ની રાજ્યભરમાંથી 9,64,529 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદમાં ધોરણ 10 અને 12 […]

Continue Reading

કોરોના ના કારણે 2 વર્ષ બાદ બોર્ડ પરીક્ષાનો માહોલ, છોટાઉદેપુર જિલ્લામાં બોર્ડના 22 હજાર છાત્રોની ‘કસોટી’

છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ તા. 28 માર્ચ 2022થી ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં માં ધો.10ના 15198, ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1234 અને સામાન્ય પ્રવાહના 6069 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસીની પરીક્ષા અર્થે ફાળવેલ કેન્દ્રો […]

Continue Reading

બોર્ડની પરીક્ષા હોવાથી ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ લીમખેડા તાલુકામાં પોલીસે 9 જેટલા ડીજે જપ્ત કર્યા.

દાહોદ જિલ્લામાં 28 માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષાના અનુસંધાને દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ બાબતે લીમખેડા PI એમ.જી.ડામોરે ડીજે સંચાલકોને અખબારી યાદીના માધ્યમથી ચેતવણી પણ જાહેર કરી હતી. તેમ છતાં પણ લીમખેડા તાલુકામાં ડીજે સંચાલકો દ્વારા મોડી રાત સુધી મોટા અવાજે બેધડક ડીજે વગાડવામાં આવી રહ્યાં […]

Continue Reading

પંચમહાલના પરીક્ષા કેન્દ્રોના વિસ્તારોમાં કલમ 144 જાહેર.

28 માર્ચથી 12 એપ્રિલ સુધી થનાર બોર્ડ પરીક્ષા માટે જાહેરનામુ. રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં તા. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન એસ.એસ. સી. અને એચ. એસ. સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના 9થી સાંજનાં 7 દરમિયાન આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય […]

Continue Reading

વીજ બિલ નહી ભરનાર ખેડૂતોના ટ્રાન્સફોર્મર વિજ વિભાગે ઉતાર્યા.

રાજુલા તાલુકામાં ખેતીવાડીમાં વીજબિલ નહી ભરનાર ખેડૂતોના વીજ તંત્રએ ટ્રાન્સફાેર્મર ઉતારી લેવાયા હતા. અહી વિસળીયા અને નેસડીના ખેડૂતો લાંબા સમયથી વીજ બિલ નહી ભરપાઈ કરતા તેમની સામે કાર્યવાહી કરાઈ હતી. વીજવિભાગના ડી.જી. વનરાએ જણાવ્યું હતું કે માર્ચ મહિનો પૂર્ણ થવા આવ્યો છે. છતાં પણ કેટલાક ખેડૂતોએ હજુ ખેતીવાડીનું વીજબિલ ભરપાઈ કર્યું નથી. અનેક વખત વીજબિલ […]

Continue Reading

વડોદરા એરપોર્ટ પરથી ચેન્નાઇ માટેની નવી ફ્લાઇટનો પ્રારંભ.

કોરોનામાં બંધ થયેલી દિલ્હી-મુંબઈની ફ્લાઇટ પણ શરૂ. વડોદરાથી ચેન્નાઈ માટે રવિવારથી નવી ફ્લાઇટનો પ્રારંભ થયો છે, જ્યારે અગાઉ બંધ થયેલી દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ પણ રવિવારથી ચાલુ થઈ છે. ચેન્નાઈની ફ્લાઇટનો પ્રારંભ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા એરપોર્ટ ખાતે કેટ કાપીને કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી બાદ પ્રથમ વખત વડોદરા એરપોર્ટથી 13 ફ્લાઇટનો શિડ્યૂલ ઓપરેટ કરવામાં […]

Continue Reading

તાલાલાનાં નિવૃત શિક્ષક દંપતીએ આંબળાશ ગીરની વાંચનાલયને ૨૫૧ પુસ્તકોની ભેટ આપી.

“જ્ઞાન વહેંચો એટલું વધે”સૂત્રને સાર્થક કરનાર કે.ડી.ફાટક અને રશ્મિબેન ફાટકની પ્રેરણાદાયી કામગીરી સૌએ બિરદાવી. આંબળાશ ગીર ગામના સરપંચ માયાબેન વાછાણી તથા પંચાયત પરિવારે ફાટક પરિવારનો આભાર વ્યક્ત કર્યો. તાલાલા ગીરના નિવૃત શિક્ષક કે.ડી.ફાટક તથા રશ્મિબેન ફાટક તથા તેમના પુત્ર બોરવાવ ગીર મેડિકલ ઓફિસર ડો.સિદ્ધાર્થભાઈ ફાટકે વિવિધ પ્રકારના વૈવિધ્યપૂર્ણ ૨૫૧ પુસ્તકો આંબળાશ ગીર ગામની ગ્રામ પંચાયત […]

Continue Reading