વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યા 12500 નહી કરાય ત્યાં સુધી લડત બંધ નહી થાય.

વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓ 12500 કરવામાં નહી આવે ત્યાં સુધી ઉમેદવારો લડત આંદોલન ચાલુ રાખશે. ઉપરાંત ગાંધીનગર નહી છોડે તેવી ચીમકી સાથે ઉમેદવારોએ સતત ત્રીજા દિવસે પણ લડત ચાલુ રાખતા તંત્રની નિંદર હરામ બની છે. રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં 18000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં તેની સામે 60 ટકા જગ્યાઓ ભરવાનો ફરજિયાત શિક્ષણના કાયદામાં જોગવાઇ કરી […]

Continue Reading

જૂન મહિનામાં અમદાવાદ ભૂજ વચ્ચે ફ્લાઈટ શરૂ થશે, ઉડાન યોજના હેઠળ અમદાવાદથી પોરબંદર અને કંડલા રૂટ શરૂ કરાયા.

રાજ્ય સરકારની વાયબિલિટી ગ્રાન્ટ ફંડિગ યોજના હેઠળ અમદાવાદ અને ભુજ વચ્ચેની એર કનેક્ટિવિટી સર્વિસ 1 જૂનથી શરૂ થાય તેવી શક્યતા છે. ગુરુવારે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરી, 2022 સુધીમાં રાજ્ય સરકારની VGF યોજના હેઠળ છ રૂટ પર એર કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં આવી છે. આ રુટ રાજકોટ-પોરબંદર, અમદાવાદ-કંડલા, […]

Continue Reading

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ કેન્દ્રો પર સરકારી અધિકારીઓની નિમણૂક કરાશે.

ધો.૧૦ અને ધો.૧૨ની ૨૮ માર્ચથી શરુ થનારી બોર્ડ પરીક્ષાઓનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે.બોર્ડ પરીક્ષાના કેન્દ્રો તરીકે પસંદ થયેલી સ્કૂલો પર પરીક્ષા માટે તૈયારીઓ ચાલી રહી છે. જોકે બોર્ડ પરીક્ષા અગાઉ  વડોદરા જિલ્લાના  કેટલાક પરીક્ષા કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવતા હોય છે.જોકે આ વખતે બોર્ડ પરીક્ષા માટે જિલ્લાના એક પણ કેન્દ્રને સંવેદનશીલ જાહેર કરવામાં […]

Continue Reading

મહુડો આદિવાસી સમાજ માટે દેવવૃક્ષ છે.છેછોટાઉદેપુર જિલ્લામાં અંદાજે ૧૦ હજારથી વધુ મહુડાના વૃક્ષો જોવા મળે છે.

આદિવાસીઓ મહુડાને દેવવૃક્ષ ગણે છે અને તેને કાપતાં પણ નથી. મહુડાના ફૂલોનો છોટાઉદેપુર જિલ્લામાં વાર્ષિક વેપાર આશરે ચાર કરોડનો છે. આદિવાસી કુટુંબોને વિવિધ રીતે આર્થિક આધાર આપતા મહુડા વૃક્ષોનું ખૂબ જ જતન કરે છે. એક અંદાજ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના ૧૦ હજારથી વધુ વૃક્ષો હોવાનો અંદાજ છે. મહુડાના વૃક્ષો પરથી પાનખરમાં પાન ખરી જાય તે […]

Continue Reading

શહેરમાં પ્રદુષણ ઘટાડવા કોલસા-એમોનિયાના મિશ્રણથી પાવર પ્લાન્ટ ચલાવાશે.

વાયુ પ્રદુષણને અંકુશમાં લેવા માટે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને ૮૦ ટકા કોલસા અને ૨૦ ટકા એમોનિયાનો ઉપયોગ કરી ને ચલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રીતે એકવાર પાવર પ્લાન્ટ ચાલુ કર્યા પછી એમોનિયાનો વપરાશ વધારતા જઈને આખરે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને સો ટકા એમોનિયાથી ચાલતા પાવર પ્લાન્ટમાં રૂપાંતરિત કરી દેવાનું આયોજન કરવામાં આવી રહ્યું […]

Continue Reading

સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની મુદત શૈક્ષણિક વર્ષના અંત સુધી લંબાઈ.

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની મુદત સરકારે શૈક્ષણિક વર્ષ પુરુ ન થાય ત્યાં સુધી લંબાવી દીધી છે.જો કે બીજી બાજુ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે પ્રાથમિક સ્કૂલોમાં પણ પ્રવાસી શિક્ષકો માટે મુદત શૈક્ષણિક વર્ષના અંત સુધી લંબાવવા માંગ કરી છે. સરકારે અગાઉ પ્રવાસી શિક્ષકોની મુદત માર્ચ અંત સુધી […]

Continue Reading

મહીસાગરમાં બોર્ડ પરીક્ષા અંતર્ગત પ્રતિબંધો જાહેર.

આગામી તા.28 માર્ચ 2022 થી શરૂ થઈ રહેલી ધોરણ-10 (SSC) તથા ધોરણ-12 (HSC) સામાન્ય પ્રવાહ, અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આઇ.સુથાર દ્વારા તા.28 માર્ચ થી તા.12 એપ્રિલ સુધી, સવારે 8 થી સાંજે 8 દરમિયાન કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.જેમા મહીસાગર જિલ્લાના નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રોની ચોતરફ, 100 મીટરના ત્રિજ્યા વિસ્તારમા કાયદો […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સોશિયલ મીડિયા વિભાગ નો વર્કશોપ યોજવામાં આવ્યો.પ્રદેશ ભાજપના નેતાઓ એ ખાસ હાજરી આપી .

નર્મદા જિલ્લા માં ભાજપે વિધાનસભા ની બંને બેઠકો જીતવા માટે કમરકસી છે. ભારતીય જનતા પાર્ટી એ 4 રાજ્યો માં ભવ્ય વિજય મેળવ્યા બાદ ગુજરાત માં પણ વિધાનસભાની ચૂંટણી ના મૂળ માં આવી ગઈ છે. ભાજપ દ્વારા જિલ્લા સ્તરે અલગ અલગ કાર્યક્રમો ની હાલ માળા શરુ થઈ છે છે.જે સંદર્ભે નર્મદા જિલ્લાના રાજપીપલા ટાઉનહોલ ખાતે ગુજરાત […]

Continue Reading

આણંદમાં ખોદકામ વખતે લાઈન તૂટતાં હજારો લીટર પાણીનો વેડફાટ.

આણંદ જિલ્લા સેવાસદન પાસે ચોમાસામાં વરસાદીપાણીના ભરાઇ જતાં હોય છે.ત્યારે તંત્ર દ્વારા ગરનાળુ બનાવવા ખોદકામ વખતે પાણી પાઇપ લાઇન તુટી ગઇ હતી. જેના લીધે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જો કે દાંડી વિભાગે આણંદ પાલિકાને પાણી પાઇપ લાઇન કામગીરી વખતે ટીમો તૈનાત રાખવાની સુચના આપવા છતાં બેદરકારી દાખવવામાં આવતી હોવાથી વારંવાર પાણીની પાઇન પાઇનો […]

Continue Reading

જાફરાબાદમાં 120 વર્ષ જૂનું ગ્રંથાલયઆજે પણ અડીખમ.

જાફરાબાદમા પછાત વિસ્તારમા દરિયાકાંઠે ખારા જળમા મીઠી વીરડી સમાન 120 વર્ષ જુનુ ગ્રંથાલય આજે પણ અડીખમ ઉભુ છે. આ ગ્રંથાલયને ગુજરાત રાજય શ્રેષ્ઠ ગ્રંથાલય સહિત અનેક એવોર્ડ પણ મળી ચુકયા છે. લાઇબ્રેરીના લોકલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો દ્વારા વધુમા વધુ વાચકો આ ગ્રંથાલયનો લાભ લે તેવા પ્રયત્નો કરવામા આવી રહ્યાં છે. અરબી સમુદ્રના કાંઠે આવેલ છેવાડાના […]

Continue Reading