સાવરકુંડલા તાલુકાના સીમરણમાં પક્ષીઓ માટે 58 ફૂટ ઊંચાઈ ધરાવતો ભવ્ય ચબૂતરો બનાવવામાં આવ્યો.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં રામજી મંદિરની બાજુમા ગામલોકોના સહયોગથી પક્ષીઓ માટે એક ભવ્ય ચબુતરો બનાવવામાં આવ્યો છે. ઉનાળાના કપળા સમયમાં પક્ષીઓને રહેવા માટે મુશ્કેલી પડતી હોય છે. નદીના કિનારા, વૃક્ષોની ડાળીઓ અથવા પહાડો પર પંખીઓ પોતાના માળા બાંધીને રહેતા હોય છે. જોકે, ગામડું હોય તે શહેર તેમાં સેવાકીય પ્રવૃતિની સતત જ્યોત ઝળહળતી રહે […]

Continue Reading

ધો. 10-12 બોર્ડની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડના અધ્યક્ષ દ્વારા વીડિયો કોન્ફરન્સથી તમામ સ્કૂલોમાં ટ્રેનિંગ અપાઈ.

કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોરોનાને કારણે ગત વર્ષે ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે 28 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડના અધ્યક્ષ દ્વારા તમામ સ્કૂલોમાં વિડિઓ કોન્ફરન્સ દ્વારા ટ્રેનિંગ […]

Continue Reading

30 વર્ષ જૂના પ્રતાપનગર બ્રિજની પેરાફિટ તોડીને નવી બનાવાશે.

શહેરના 30 વર્ષ જૂના પ્રતાપ નગર રેલવે ઓવરબ્રિજની પેરાફિટ જર્જરિત થતાં અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાઇ છે. જેના પગલે પાલિકાએ હવે આરસીસી પેરાફિટ બનાવવાની કામગીરી હાથ ધરી છે. જેમાં અંદાજીત ભાવ કરતાં 23.25 ટકા વધુ રૂા. 1.03 કરોડના ખર્ચે પેરાફિટ બનાવવાની દરખાસ્તને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. શહેરમાં 30 વર્ષ પૂર્વે મધ્ય અને […]

Continue Reading

કેશોદના માણેકવાડા ગામે નિવૃત વિદાય સન્માન સમારોહ યોજાયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ આંગણવાડી વર્કર વાલીબેન ખટારીયા વય મર્યાદાના કારણે નિવૃત થતાં તેમજ આંગણવાડી વર્કર ગીતાબેન જલુને માતા યશોદા એવોર્ડ મળ્યો જે બદલ મુરલીધર ગૃપ માણેકવાડા તથા વીએચસી કમીટી અગતરાય સ્ટાફ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.માણેકવાડા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતાં વાલીબેન ખટારીયા વય મર્યાદાના કારણે નિવૃત થતાં મુરલીધર ગૃપ તથા વીએચસી કમીટી અગતરાય […]

Continue Reading

ફાગણ મહિનામાં ફૂલનું મહત્વ; કેસૂડાંને ગરમ પાણીમાં નાખી સ્નાન કરવાથી ચામડીના રોગ થતાં નથી.

રંગ બે રંગી હોળી અને ઘૂળેટી પર્વ ને બે દિવસ રહ્યા છે. ત્યારે અત્યારે બોડેલી અને જાંબુઘોડા વિસ્તારમાં ઠેર ઠેર કેસૂડાંના ફૂલ અસંખ્ય વૃક્ષ પર ખીલેલા જોવા મળી રહ્યા છે. પણ ફાગણ મહિનામાં ખીલતા કેસૂડાંના ફૂલનુ પણ ખૂબ મહત્વ રહ્યું છે. કેસૂડાંના ફૂલના રંગની ઘૂળેટી કૃત્રિમ રંગથી રમવા માટેની પ્રથા હવે લુપ્ત થઈ છે. તેને […]

Continue Reading

દાહોદમાં સ્માર્ટ સિટીની પાઈપ લાઈનમાં કચરો ભરાતાં પાણી પુરવઠો બંધ, તંત્રે બે દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની હૈયાધારણા આપી.

દાહોદમાં છેલ્લા કેટલાય દિવસોથી ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરમાં જે સ્માર્ટ સિટી અંતર્ગત પાણીની નવી પાઇપ લાઇન નાખવામાં આવી હતી, તેમાં ભારે કચરો ભરાઇ જતાં જેને પગલે પાણીનો સંગ્રહ કરતી ટાંકીમાં પાણીનો પૂરતો જથ્થો ભરી શકાતો નથી. જેથી ઘણા વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. જેને […]

Continue Reading

રાજ્યનાં મોટા ચાર મંદિરને છેલ્લા 2 વર્ષમાં અંદાજે 164 કરોડથી વધુનું દાન મળ્યું છે.

રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરને છેલ્લા બે વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે રૂ.164 કરોડ મળ્યા છે. અંબાજીમાંથી 2021માં 31 કરોડ, 2020માં 35 કરોડનું દાન મળ્યું છે. એ જ રીતે સોમનાથમાંથી 2020માં 35 કરોડ અને 2021માં 41 કરોડ દાન મળ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે, મંદિરોને મળતા દાનના કરોડો રૂપિયાનો ઉપયોગ હિન્દુ સમાજ […]

Continue Reading

ગોઠડા ટીમ્બારોડ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે શાળાનો ૧૦૮મો સ્થાપના દિન નિમિતે ઉત્સાહભેર ઉજવણી કરી.

કાર્યક્રમમાં S.M.C અધ્યક્ષ તથા સમિતિના સભ્યો,ગ્રામજનો, વડીલો આમંત્રિત વિધાથીર્ઓના વાલીઓ હાજર રહ્યા.કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગોધરા તાલુકા દંડક ગૌરાંગભાઈ પટેલ એ શોભાવ્યું.ગામના યુવા મહિલા સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ તથા અન્ય પંચાયત સદસ્યો સહિત હાજર રહ્યા હતા. કાર્યકમ ૧૧.૦૦કલાકે શરું થયો શાળાના તમામ ધોરણના કુલ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નાના બાળકોએ પણ કાર્યક્રમમાં ભાગ લઇ સૌને […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં હોળી ટાણે રશિયા નો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ હોળી ધુળેટી નિમિતે કવાંટ નગરમાં આવેલ શ્રીનાથજી સોસાયટી ખાતે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોલી કે રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . શ્રીનાથજી સોસાયટીના રહીશો દ્વારા સમગ્ર નગરને આમંત્રિત કર્યા હતા અને વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ દ્વારા આ રસિયા કાર્યક્રમમાં મગ્ન બની નાચગાન થકી પ્રભુ ભક્ત બન્યા હતા. મહિલાઓએ તેમાં ભજન કીર્તન […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં 12થી 14 વર્ષના 44389 બાળકોનું રસીકરણ શરૂ કરાયું.

શાળાએ જતા અને નહીં જતા તમામ બાળકને વૅક્સિન અપાશે. સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં બુધવારથી 12થી 14 વર્ષના બાળકોને ચોરોના પ્રતિરોધક વેકસીન મુકવાનો કાર્યક્રમ શરૂ થશે. જિલ્લામાં કુલ 44389 બાળકોને વૅક્સિન મુકાશે. જેના માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે. શાળાએ જતા અને શાળાએ ન જતા 12થી 14 વર્ષના તમામ બાળકોને રસી મુકાશે. તા.16 માર્ચ બુધવારના […]

Continue Reading