65.66% વિદ્યાર્થીઓએ અન્યના કહેવાથી સાયન્સ પસંદ કર્યું, તેમાંથી 45% વિદ્યાર્થીઓએ કહ્યું જેની અભ્યાસમાં ખરાબ અસર થઈ.

વિવિધ શૈક્ષણિક પ્રવાહની વિદ્યાર્થીઓના માનસ અને તેની માન્યતા પર ઘણી અસર થાય છે. ઘણી વખત કોઈ અન્યના કહેવાથી પસંદ કરેલા શૈક્ષણિક પ્રવાહથી વિદ્યાર્થીઓ મૂંઝવણ અને સમસ્યાઓ અનુભવતા હોય છે તો પોતાની પસંદથી નક્કી કરેલ શૈક્ષણિક પ્રવાહમાં તેઓ ખૂબ મન લગાવી ભણતા હોય છે. આ વિશે મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અધ્યાપકના માર્ગદર્શનમાં સરવે કર્યો જેમાં […]

Continue Reading

આણંદ જિલ્લામાં ધો-10માં 31682 અને ધો-12માં 16179 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 28મી માર્ચે એસએસસી અને એચસીસી સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.ત્યારે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ લેવાય અને પરીક્ષા આત્મવિશ્વાસથી અને નિર્ભય પણે પરીક્ષા આપે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જો કે આણંદ જિલ્લામાં ધો-10માં 31682 અને ધો -12 […]

Continue Reading

ભાવવધારો : ઉનાળાની કાળઝાળ ગરમીમાં 40 રૂપિયે કિલો મળતા લીંબુ 140 રૂપિયે પહોંચ્યા, પહેલાં કરતા ભાવવધારો 3 ગણો થયો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુના ભાવમાં ત્રણગણા વધારા સાથે ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લીંબુની માગ માત્ર ગુજરાતમાં જ નહીં પડોશી રાજ્યોમાં પણ વધી છે ઉનાળાની શરૂઆત સાથે લીંબુના ભાવ આસમાને પહોંચવા સાથે છેલ્લા 15 દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે. આને લઈને લીંબુના વેચાણમાં વધારો થયો છે. સામાન્ય રીતે ઉનાળાની કાળઝાળ […]

Continue Reading

જામનગરમાં ગુલાબનગર ઓવરબ્રીજ નજીક મહાનગરપાલિકાની જગ્યામાં કરાયેલું ગેરકાયદેસર દબાણ એસ્ટેટ શાખા દ્વારા દૂર કરાયું

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઓવરબ્રિજની નજીકમાં મહાનગર પાલિકાની જગ્યામાં એક આસામી દ્વારા ઝૂંપડું અને બેલાની મોટી દિવાલ ખડકી દેવામાં આવી હતી, અને રોડ પર અવરોધ કરાયો હતો. તે અંગેની જાણકારી મળતાં મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટુકડીએ ઘટનાસ્થળે દોડી જઈ ડિમોલિશન હાથ ધર્યું હતું, અને દબાણ દૂર કરી લીધું છે. ઉપરોક્ત વિસ્તારમાં એક આસામી દ્વારા ગૌશાળાનું નિર્માણ […]

Continue Reading

ખેલ મહાકુંભમાં દાહોદ જિલ્લાના 1.32 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેશે.

આજથી શાળા-ગ્રામ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થશે. રાજ્યમાં 11માં ખેલમહાકુંભનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરાવ્યો છે, ત્યારે દાહોદ જિલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત આજથી શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે. જિલ્લામાં ખેલમહાકુંભમાં 1.32 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેશે. જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ તબક્કાવાર છ જેટલી વયજૂથમાં વિવિધ 22 રમતો યોજાશે. શાળા તેમજ ગ્રામ્ય […]

Continue Reading

કવાંટ માં ભંગોરીયાનો મેળો ભરાતા મેદની ઉમટી પડી

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ કવાંટ નગર સહિત તાલુકામાં હોળી તેમજ રંગો ના પર્વ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે,રંગ અને ઉમંગનાં પર્વ આડે હવે ગણતરી ના થોડા દિવસ જ રહ્યા છે. કવાંટ તાલુકામાં હોળી નો પર્વ એટલે કે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળે છે. કવાંટ તાલુકામાં હોળી નો તહેવાર આવતા જ તાલુકા […]

Continue Reading