ઓફલાઇન શિક્ષણ સોમવારથી શરુ :રાજ્યભરની શાળાઓમાં ધો-9થી 11ના વર્ગો 50 ટકા કેપિસિટી સાથે 26 જુલાઇથી શરૂ થશે, CMના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો નિર્ણય.
સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે, ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશેશાળાના વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. રાજ્યની શાળાઓમાં ધો-9થી 11ના વર્ગોની શાળાઓમાં આગામી 26 જુલાઇ 2021 એટલે કે, સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો […]
Continue Reading