પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શિક્ષક અને શિક્ષિકાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંને હાલ હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. આ બંને શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને શાળાઓને સેનીટાઈઝ કરીને શાળાના સ્ટાફનો કોરોના રિપોર્ટ કરાતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.  કોરોના સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ શરૂ કરીને અભ્યાસ […]

Continue Reading

નર્મદા: આગામી તા.૧૨મી માર્ચે રાજપીપળા ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાશે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૨ મી માર્ચે ઐતિહાસિક દાંડીકૂચના દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થકી આઝાદીના અમૃત મહોત્સવની થનારી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ તા.૧૨મી માર્ચે રાજપીપળા ખાતે યોજાનારા કાર્યક્રમના સુચારૂં આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં “બ્રિટીશ રૂલ સામે ભીલ અને આદિવાસી […]

Continue Reading

રાજપીપળાના નિવાસી ડો.દમયંતીબા સિંધાનું મહિલા દિને બોટાદ ખાતે નારી રત્ન એવોર્ડથી સન્માન કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જીલ્લાની સાથે સાથે અનેક જિલ્લાના કેન્સર પીડિતો માટે સતત સેવાકાર્ય કરતાં રાજપીપળાના ડો.દમયંતીબા પ્રદીપસિંહ સિંધાને તા.8 માર્ચ,મહીલા દિને બોટાદ ખાતે નારી રત્ન એવોડથી નવાજવામાં આવ્યા હતા. જે નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે. ડો.દમયંતીબાને અગાઉ પણ તેમના સેવકાર્યો માટે અનેક એવોર્ડ મળ્યા છે ત્યારે આજે ખાસ મહિલા દિવસે વધુ એક વિશેષ […]

Continue Reading

તિલકવાડાના ગેગડીયા ગામની ૧૯ વર્ષીય યુવતી કોઈને કહ્યા વગર ચાલી જતા માતાએ પોલીસનું શરણું લીધું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના તિલકવાડાના ગેગડીયા ગામની યુવતી ઘરમાં કોઈને પણ કઈ કહ્યા વિના ક્યાંક ચાલી જતા માતાએ તિલકવાડા પોલીસ મથકે જાણ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગેગાડીયા ગામના નયનાબેન ઉર્ફે સુમીત્રાબેન ભુપેન્દ્રભાઇ બારીયાએ પોલીસને જાણ કર્યા મુજબ તેમની છોકરી નામે કરીશમાબેન પોતાના ઘરમાં કોઇને પણ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલ છે. અને શરીરે […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા તાલુકા પંચાયતની ખારચિયા બેઠકના અપક્ષ સદસ્ય કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા.

રિપોર્ટર: જયેશ મારડિયા, ઉપલેટા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના 8-8 ઉમેદવારોને તાલુકા પંચાયતની બેઠકો પર જીત મળી છે તો બીજી તરફ ઉપલેટા તાલુકા પંચાયતની બે બેઠકો પર અપક્ષના ઉમેદવારોની જીત થઈ હતી. આ પરિણામ બાદ ભાજપ કોંગ્રેસને સમાન બેઠકો મળતા રાજકીય […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગઇ કાલે સાંજના એક બાઇક સવાર સુજિત રમેશ સોલંકી ઉમર ૨૨ વર્ષનો કોડીનાર તાલુકાના સરખડી ગામના પાટીયા પાસે અકસ્માત થયો હતો. તેની હાલત ખુબજ ગંભીર હતી અને તે બેભાન અવસ્થામાં હતા. ડોળાસા ૧૦૮ને કોલ આવતા ડોળાસા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી જગદિશ મકવાણા અને પાયલોટ જેસિંગ ચોહાણ ઘટના સ્થળે પહોંચી તે દર્દીને લઇ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સફાઈ કામદાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા સફાઈ કામ કરતી 85 જેટલી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માંગરોળના વિવિધ સંગઠનો ટ્રસ્ટ પાપા, મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ, શહેર ભાજપ સમિતિ, વંદે માતરમ્ ગ્રુપ વગેરે સંસ્થાઓ તરફથી સફાઈ કામદાર બહેનોને મુખવાસદાની, એન95 માસ્ક, પાણીની બોટલ, મહેંદી ડિઝાઇન ની […]

Continue Reading

અંબાજી: શક્તીપીઠ અંબાજીમાં પ્રથમ વખત વિશ્વ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી અરાવલી પર્વતની ગીરી માળામાં આવેલ એક શક્તિ પિઠ જે કે યાત્રાધામ અંબાજીના નામે ઓળખાય છે અને આ શક્તિપિઠ અંબાજીમા આવ નવાર કોઈક ને કોઈક પ્રસંગની ઊજવણી કરવામાં આવતી હોય છે. જગ વિખ્યાત અંબાજી મંદિરના ચાચર ચોકમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે અને પ્રથમ વાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેનામ […]

Continue Reading

ગીર સોમનાથ: મહિલા સહાયતા સુરક્ષા સંગઠન દીવ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના 8 માર્ચના દિવસે મહિલા દિવસ મનાવવામાં આવે છે. આપણી સંસ્કૃતિ દરેક દિવસ સ્ત્રીને માન આપવાની વાત કરે છે. સ્ત્રીનો મહિમા ભારતીય સંસ્કૃતિની રગેરગમાં વણાયેલો છે. સ્ત્રી મહાન છે કારણ એ છે કે સ્ત્રી સર્જક છે. સ્ત્રી સિવાય દુનિયામાં સર્જન શક્ય નથી. અને એટલે જ ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે જ્યાં મહિલાઓ પૂજાય […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકામાં ત્યજી દીધેલા બાળકને જૂનાગઢ ખાતે આવેલ શિશુ મંગલ ગૃહમાં સોંપવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામે થોડા દિવસો પહેલા અસામાજિક તત્ત્વો દ્વારા એક નવજાત શિશુને કાંટાળી ઝાળમાં ફેંકી દેવામાં આવ્યું હતું. જેને હાલ જૂનાગઢ ખાતે આવેલ શિશુ મંગલ ગૃહમાં સોંપવામાં આવ્યું. અમરેલી જિલ્લા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને કલ હમારા યુવા સંગઠનના મહિલા પ્રમુખ કાજલબેન બારૈયા અને કોળી તનાજી સેના ગુજરાત બોટાદના શહેર પ્રમુખ સંદીપભાઈ […]

Continue Reading