પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ૧૯ વર્ષીય યુવતીએ કૂવામાં જંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા ૩૪-વાડી જિલ્લા પંચાયતના ભાજપના સ્ત્રી ઉમેદવારના પતિ દ્વારા એક પરિવારને કોંગ્રેસના પ્રચાર કેમ કરે છે ની વાતને લઈ ધમકી આપી હતી.ધમકી સહન ન થતાં ૧૯ વર્ષીય યુવતીએ કૂવામાં જંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનકોએ યુવતીને બચાવી લઈને ૧૦૮ દ્વારા ગોધરા સારવાર અર્થે ખસેડવામાં આવી છે.પોલીસે ભાજપની જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત […]

Continue Reading

વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર સિદ્ધેશ્વર હેરિટેજમાં વક્તા કુ.પૂર્વીબેન શાહ દ્વારા સંગીત ભાગવતકથાનું આયોજન કરાયું.

વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર સિદ્ધેશ્વર હેરિટેજમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાગવતકથાનું પણ આયોજન કરાયું હતું. શ્રીમદ ભાગવતકથાના વક્તા કુ.પૂર્વીબેન શાહ દ્વારા સંગીત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તો તેમની કથામાં તરબોળ થઇ ગયા હતા, વક્તા કુ.પૂર્વીબેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ ભક્તિમાં તરબોળ થઇ […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં પૂનમનો ઉત્સવ ઉજવાયો.

રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા તાલાલા શહેરમાં ઉદાસીન આશ્રમના પાવન પરિસરમાં આવેલ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમા જગ્યાના મહંત પુ.પા. શ્રી ગણેશમુની બાપુની ઉપસ્થિતિમાં મંદિરમાં પૂનમ ઉત્સવ ઉજવાયો હતો.આ પ્રસંગે આશ્રમના બ્રહ્મલીન મહંત પુ.સોભરનદાસ બાપુના મંદિરમાં 501 દીપમાળાની મહાઆરતી યોજાઇ હતી. ત્યારબાદ સાંજે હનુમાન ચાલીસાના પાઠ તથા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ હતી. જગ્યાના મહંત પ.પૂ.શ્રી ગણેશ મુની બાપુ […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૦૬ કેસ નોંધાયા.

પંચમહાલ જિલ્લામાં ગતરોજ કોરોનાના નવા ૬ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોની સંખ્યા ૪૦૩૨ થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૪૪ થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. આજે મળી આવેલ કેસો પૈકી ગોધરા શહેરમાંથી ૦૧ કેસ, ગોધરા ગ્રામ્યમાંથી ૦૨ કેસ, તેમજ હાલોલ શહેરમાંથી ૦૩ […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરામાં ચૂંટણી એજન્ટની સહી કરાવવા જતા વ્યક્તિઓ પર હુમલો: પોલીસે ૧૭ વ્યક્તિઓ સામે ગુન્હો નોંધ્યો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરાની ગાંગડીયા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણીના ચટપટા માહોલ વચ્ચે શનિવારની મોડી રાત્રે સાજીવાવ ધાવડિયા ફળિયા પાસે સ્થાનિક ગામના ચૂંટણીના એજન્ટના ફોર્મ પર સહીઓ કરવા માટે નીકળેલ વ્યક્તિઓ પર નજીકના ગામનાએ સંપ કરીને બબાલ કરીને બોલેરો ગાડીના કાચ તોડી નાખવા સાથે અપશબ્દો બોલ્યા હતા. આ મામલે પોલીસે ૧૭ વ્યક્તિઓ સામે એક્ટ્રોસિટી એકટ […]

Continue Reading

પંચમહાલ: શહેરાના લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પંચમહાલ LCB પોલીસે ઝડપી પાડયો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં પ્રથમ નોંધયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુન્હામાં નાસતા ફરતા વાડી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશવંતસિંહ સોલંકીને પંચમહાલ LCB પોલીસે પકડી પાડયો હતો. પોલીસે આરોપીને કોવીડ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યારે આરોપીએ પોલીસ સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જમીન પચાવી પાડનાર શખ્સો સામે કડકમાં કડક […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને શાળા આંગણવાડીમાં નિ:શુલ્ક કૃમી નિયંત્રણ ગોળી ખવડાવમાં આવશે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા તા.૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ થી તા.૦૨ જી માર્ચ, ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનું આયોજન કરેલ છે. જેમાં ૧ થી ૧૯ વર્ષ ના તમામ બાળકોને શાળા અને આંગણવાડીમાં કૃમી નિયંત્રણ ગોળી નિ:શુલ્ક આપવામાં આવશે. આ કાર્યક્રમમાં શાળાએ ન જતા અને આંગણવાડી ખાતે નોંધાયેલ ન હોય તેવા બાળકોને પણ ગોળી નજીકની […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોવીડ વેક્સીનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા ખાતેથી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના ગંભીર રોગોવાળા નાગરિકોને કોરોના વિરોધી રસીકરણની રસી કામગીરીનો પ્રારંભ થશે. નર્મદા જિલ્લા ખાતે કોવિડ-૧૯ ના રસીકરણ પ્રથમ તબક્કામાં આજદિન સુધી નોંધાયેલ હેલ્થ કેર વર્કર પૈકી (૮૯%) થી વધુ અને નોંધાયેલ ફ્રન્ટલાઇન વર્કર પૈકી (૬૪%)થી વધુને કોવિડ-૧૯ ની રસીનો […]

Continue Reading

રાજપીપળામાં ચાલવા નીકળેલા વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારતા ઇજા બાદ સારવાર દરમિયાન મોત..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા ટેકરા ફળિયાથી ચાલવા નીકળેલા એક વ્યક્તિને વડિયા જકાત નાકા પાસે કોઈ અજણ્યો વાહન ચાલક ટક્કર મારતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટેકરા ફળીયા ખાતે રહેતા ઈશ્વરભાઈ ખોદભાઈ ભોઈની ફરિયાદ મુજબ તેમના ફળિયાના રમેશભાઈ બાબુભાઇ ભોઈ (ઉ.વ.45) ઘરેથી સાંજના સમયે ચાલવા નીકળ્યા હતા. જેઓ વડિયા જકાતનાકા પાસે પહોંચતા કોઈ અજાણ્યો વાહન […]

Continue Reading

ગરુડેશ્વરમાં માતાએ ચૂલા પર મુકેલા ગરમ પાણીમાં 2 વર્ષનો પુત્ર દાઝી જતા મોત: બાળકો વાળા ઘરમાં ચેતવા જેવો કિસ્સો..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકા નાની રાવલ ગામમાં માતાએ સ્નાન કરવા ચૂલા પર મુકેલા ગરમ પણીથી દાઝી ગયેલા માસૂમ બાળકનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નાની રાવલ ગામમાં રહેતા સંજનાબેન આકાશભાઇ તડવી પોતાના ઘરે સવારના સાતેક વાગ્યે ઘરના સભ્યો માટે નાહવા માટે ચુલા ઉપર તપેલામા ગરમ પાણી કરીને નીચે મુકીને દૂધ લેવા […]

Continue Reading