ગીર-સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકમાં સફેદ માખી ઉપદ્વવને નાથવા જંતુનાશક દવાનો છંટકાવ કરવા અનુરોધ…

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકનું મુખ્યત્વે વાવેતર કરવામાં આવે છે. હાલમાં નાળીયેરી પાકમાં સફેદ માખીનો ખુબ જ ઉપદ્રવ જોવા મળેલ છે. જેમાં સફેદ માખી નાળીયેરીના પાનમાંથી રસ ચુસી અને ચીકણો સ્ત્રાવ કરે છે જેના કારણે નાળીયેરી પાન પર કાળી ફુગનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણના કોઇ પગલા લેવામાં […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સુરવાગીર ગામના ગૌભક્ત કિસન પાનસુરીયાની ઉમેદવારીથી ગૌ ભક્તો ખૂશ.

રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી નાના અને સુરવાગીર ગામના ગૌભક્ત શ્રી કિસન પાનસુરીયા ને ભા.જ.પ તરફથી ટિકિટ મળતા ગૌ-ભક્તએ આવકારી છે. સુરવા ગીર ગામની નિરાધાર ગૌમાતાના નીભાવ સહિત લોક ઉપયોગી અને સામાજિક સેવાકીય કાર્ય માટે પ્રેરણાદાયી કામગીરી કરનાર કિશનભાઈ પાનસુરીયા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી તરીકે પણ સમગ્ર ગીર પંથકમાં માનવસેવાની અવિરત […]

Continue Reading

ગોધરામાં લાલબાગ મેદાન ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી લક્ષી જાહેર સભા યોજાઈ..

ગોધરામાં લાલબાગ મેદાન ખાતે રાજ્યના મુખ્યમંત્રીની ચૂંટણીની જાહેરસભા યોજાઇ હતી.જેમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવા સાથે મુસ્લિમોએ પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ઓવૈસીની પાર્ટી અમદાવાદમાં 8 બેઠક જીતી છે.આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવવામાં આવશે. અને હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ રોકવામાં આવશે. હિન્દુની છોકરીઓને કોઈ ઉઠાવી જાય એ હવે ચાલશે નહી. પંચમહાલ જીલ્લામાં સ્થાનિક […]

Continue Reading

નર્મદા એલ.સી.બી.ની ટીમે રાજપીપલા સંતોષ ચોકડી પાસેથી રૂ.૩.૪૨ લાખના પ્રોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો .

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા એલ.સી.બી ના પી.એસ.આઈ એ.એમ.પટેલ સ્ટાફ સાથે વડીયા જકાતનાકા પાસે નાકાબંધીમાં હતા, તે દરમિયાન બોલેરો પીકઅપ ગાડી GJ 22 U 2596 ભાણદ્રા તરફથી આવતા તેને ઉભી રાખવાનો હાથથી ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઉભી રાખેલ નહીં અને રાજપીપલા ટાઉન તરફ ભાગવા લાગ્યો હતો જેથી તેનો પીછો કરતા બોલેરો પીકઅપ ગાડીને સંતોષ ચોકડી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં મૂકબધિરો- પ્રજ્ઞાચક્ષુઓ સહિતના દિવ્યાંગો કરશે મતાધિકારનો આદર : મતદાન કરવા સૌ બન્યા છે તત્પર…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાનાં મૂકબધિર, પ્રજ્ઞાચક્ષુ સહિતનાં દિવ્યાંગ મતદારોમાં ભલે શિક્ષણનું પ્રમાણ કદાચ ઓછું હશે, પણ લોકશાહીમાં તેમની શ્રધ્ધા અતૂટ છે અને મતદાન માટેની ફરજ પરસ્તી પ્રેરક છે, સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિની જેમ સરળતાથી તેઓ મતદાન કરી શકતા નથી પણ અગવડો-અડચણો વેઠીને પણ મતદાન કરવાની તેમની ઘગશ મતદાન મથક સુધી લઇ જાય છે અને […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં વિજય પ્રસુતિ હોસ્પિટલ ખાતે આરોગ્ય અધિકારીઓ તથા કર્મચારીઓ એ કોવિડ રસીનો ડોઝ લીધો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે ફ્રન્ટ લાઇન વર્કરોને પેહલા તબક્કાના ચાલી રહેલા કોરોના વેક્સીનમાં ફ્રન્ટલાઇન વર્કરોએ રાજપીપલાની વિજયપ્રસૂધી હોસ્પિટલ ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને રસી અપાઇ હતી, હાલ ચાલી રહેલાં પેહલા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર કે જેમાં મહેસૂલી અને પંચાયતી રાજ સંસ્થાના કર્મચારીઓ તેમજ અન્ય […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં સી.આર પાટીલની ચૂંટણી સભા યોજાઈ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને કેશોદના માંગરોળ રોડ પર આવેલ કુંજબીહારી વાડીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભા સંદર્ભે કાર્યકરોમાં વી.વી.આઇ.પી કાર્ડ વિતરણ, મુખ્ય માર્ગાે પર ઝંડાઓ લગાવી પ્રચારને પ્રસારને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સી.આર પાટિલના એરપોર્ટ પર ભાજપના હોદેદારો કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત […]

Continue Reading

મોરબી: હળવદમાં સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો જેમાં ૧૫૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ જેમાં આશરે 15 વ્યક્તિઓએ પ્રથમ વખત રકતદાન કર્યું. 5 દંપતીઓએ સહજોડે રકતદાન કર્યું અને બાપ અને દીકરીએ સાથે રકતદાન કર્યું અને 61 વર્ષની વયે ગાંધીભાઈએ પણ 14મી વખત રકતદાન કર્યું. કુલ મળી 152 બોટલ રક્ત એકત્ર થયું 101 સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેંક અને 51 બોટલ સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે થેલેસીમિયા […]

Continue Reading

મોરબી: તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 5 બેઠક પર કમળ ખીલશે : અલ્પેશ ઠાકોર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ જિલ્લા પંચાયતની આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચુટણી યોજાનારી છે આમ તો ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકા ભાજપ દ્વારા હળવદ તાલુકા પંચાયત અને મોરબી જિલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપને સમર્થન મળે તે માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના […]

Continue Reading

મોરબી: હળવદમાં ગાઢ ધૂમમ્સ : વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં છેલ્લા 6-7-દિવસથી ઊંચો ચડેલો ગરમીનો પારો આજે સવારે થોડો નિચો ઉતર્યો હતો અને વ્હેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાતાં વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેશે એવી આગાહી કરી એના બીજા જ દિવસે મોરબીમાં વ્હેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાયું હતું. છેલ્લા 6-7 દિવસથી બપોરે પંખો-એસી […]

Continue Reading