નર્મદામાં કોરોના વૅક્સીનેશનનો આરંભ, જાણો રસી મૂકાવનારા પ્રથમ 5 વ્યક્તિનો કેવો રહ્યો અનુભવ…

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણનો આજે સમગ્ર ભારત દેશમાં પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના માજી વન મંત્રી શબ્દશરણ તડવીએ તિલકવાડા હેલ્થ સેન્ટર ખાતેથી અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગના ડિરેકટર હર્ષદ વસાવાએ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી રસીકરણનો દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાવ્યો હતો.નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં વેક્સીનેશનના કુલ-5200 […]

Continue Reading

નર્મદા: કેવડિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન આવી, વિકાસના દ્વાર ખુલ્યા

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મી જાન્યુઆરી, 2021ના ​​રોજ કેવડિયાને દેશના વિવિધ પ્રદેશોથી જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રવાના કરશે. આ ટ્રેનો સ્ટેચ્યુ યુનિટીને કનેક્ટિવિટી પ્રદાન કરશે. PM મોદી આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલવે પ્રધાન ઉપસ્થિત રહેશે PM […]

Continue Reading

રાજપીપળા સિવિલ સર્જને અંગત રસ લઈ ઉપર લેવલે રજુઆત કરતા સિવિલ હોસ્પિટલના આઉટસોર્સ કર્મીઓને પગાર મળતા રાહત.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા હડતાળ,આવેદન બાદ સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તાએ અંગત રસ દાખવી ગાંધીનગર રજુઆત કરતા બે મહિનાનો પગાર મળ્યો નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના 150 જેવા આઉટસોર્સ કર્મચારીઓને નવેમબર અને ડિસેમ્બર મળી બે માસનો પગાર ન મળતા થોડાક દિવસ પર આ તમામ કર્મચારીઓ એ હડતાળની ચીમકી આપી નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદ […]

Continue Reading

રાજપીપળા નજીકના નાના લીંટવાડા બ્રિજ ઉપર ટ્રક અને ઇકો વાન વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2 ના મોત, એકને ઇજા..

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ઇકો લઈ જઈ રહેલા 3 વ્યક્તિઓ ઉજ્જૈન દર્શન કરી પરત ફરતા હતા ત્યારે બે ને કાળ ભરખી ગયો રાજપીપળા નજીકના નાના લીંટવાડા પાસેના કરજણ બ્રિજ ઉપર આજે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એકને ઇજા થઈ હતી. નાના લીંટવાડા ના કરજણ […]

Continue Reading

દેવગઢબારીયાના માજી ધારાસભ્ય તુષારબાબા અને હાલના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડએ અયોધ્યા રામમંદિર નિર્માણમાં એક લાખ ઉપરાંતની રકમ દાનમાં આપી.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ પ્રાપ્ત વિગતો મુજબ ઉતરાયણના શુભ દિવસે દેવગઢબારીયાના રાજવી અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહબાબા અને તેમના માતૃશ્રી ઉર્વશીદેવી મહારાઉલનાઓ તરફથી અયોધ્યા ખાતે ચાલી રહેલા ભગવાન રામચંદ્રજીના મન્દિરના કામકાજ માટે રૂપિયા એક લાખ એક નો ચેક ઉદાર હાથે આપ્યો હતો. સમગ્ર દેશમાં હિંદુઓ છુટા હાથે દાન કરી રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ અને આરએસએસના […]

Continue Reading

મોરબી: હળવદમાં ટાવરવાળા સ્વામીનારાયણ મંદિરમાં દિવ્યશાકોત્સવ ઉજવાયો હરિભકતોનું ઘોડાપુર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ ટાવરવાળું મંદિર ખાતે દિવ્ય મહોત્સવ તેમજ અલૌકિક શાકોત્સવ અંતર્ગત મહોત્સવ ઉજવાયો હતો. જેમાં સ્વામીનારાયણના સંતો – મહંતો દ્વારા પ્રવચન આપી સત્સંગવાણી પીરસી હતી. તો સાથો સાથ હરિભકતોને રણજીગઠ ના સાસ્તી ભક્તિનંદન સ્વામી અમૃતરસ પીરસ્યું હતું. હળવદમાં શાકોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં હરિભકતો ઉમટી પડયા હતા અને પ્રસાદનો લાભ […]

Continue Reading

શહેરામાં ઉત્તરાયણ પર્વના દિવસે પોલીસ દ્વારા ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરામાં ઉત્તરાયણ પર્વના દિવસે પોલીસ દ્વારા ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી હતી.નગરના વિવિધ વિસ્તારમા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તાલુકામાં પતંગ દોરાથી ઘવાયાનો એક પણ બનાવ બન્યો ન હતો.. પંચમહાલ જીલ્લાના શહેરામાં ઉતરાયણ પર્વને લઇને ભારે ઉત્સાહ તાલુકા વાસીઓમાં જોવા મળી રહયો હતો, ઉતરાયણ પર્વના દિવસે કોરોનાના ગાઈડલાઈનનું પાલન કરાવા માટે પોલીસ […]

Continue Reading

શહેરા સહિત સમગ્ર તાલુકામાં ઉત્તરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દાન-પુણ્ય ના સથવારે કરાઇ હતી એ…લપેટ ની બૂમો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ મહિલાઓએ ગૌમાતાઓને ઘુઘરી તેમજ ઘાસ ખવડાવી પુણ્ય મેળવ્યુ હતુ. રંગબેરંગી પંતગોથી આકાશ છવાઇ ગયુ હતુ. શહેરા સહિત સમગ્ર તાલુકામાં ઉત્તરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી વહેલી સવાર થી પતંગરસીકો અગાશી પર પતંગ ચગાવી આનંદ માણ્યો […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં ઉતરાયણના પર્વના દિવસે ચાઇનીઝ દોરીથી બે બાઇક પર જતા વ્યક્તિઓના મોત..

પંચમહાલ જિલ્લામાં ઉતરાયણના પર્વના દિવસે ચાઇનીઝ દોરીથી બે બાઇક પર જતા વ્યક્તિઓના મોત નિપજયા હતા.કાલોલ ના વેજલપુર પાસે પસાર થતા બાઇક સવાર ને ચાઇનીઝ દોરીથી ઘાયલ થતા મોત નીપજ્યું હતું. જ્યારે સંતરામપુર તાલુકાના નાનીરેલ ગામના સુભાષભાઈ સંગાડા કોઈ કામ અર્થે પોતાની બાઇક લઇને નીકળ્યા હતા.મોરા થી મોરવા હડફના  હાઇવે પર થી પસાર થતી વખતે   રસ્તા ઉપર કપાયેલા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ બંદર નવી જેટી નજીક અચાનક લાગી આગ,૩ બોટ બળીને ખાક, લાખોનું નુકસાન..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ નવી જેટી નજીક પંજાબ વિસ્તારમાં અચાનક આગ લાગી હતી. પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગ મા મુકેલી બોટો મા અચાનક આગ લાગતા વ્યાપક નુકસાન થયું હતું 3 બોટો બળીને ખાક જ્યારે 2 બોટમાં વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આગના ધુમાળા દૂર દૂર થી નજરે ચડયા હતા. પાલીકા ફાયર ફાઈટર અને યુવાનો દ્વારા […]

Continue Reading