મહીસાગર :સંતરામપુર તાલુકામાં નસીકપુર ગામે માર્ગ પર જંગલી વનસ્પતિઓ તેમજ ગાંડા બાવળોનુ વધી રહેલું સામ્રાજય

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા સંતરામપુર તાલુકામાં નસીકપુર ગામે નાયક ફળીયાથી હનુમાન મંદિર સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગના માણસો દ્વારા આજદિન સુધી કોઈ સાફ સફાઈ કરવામા‌ આવી નથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈને બેઠા હોય તેમ લાગી રહ્યું છે. આ માર્ગ પર ઠેર ઠેર નાળાઓ […]

Continue Reading

વડોદરા :ડભોઇ વેગાના કટારીયા શોરૂમ માં બે કર્મચારી વચ્ચે રકઝક-બોલાચાલી થતા એટ્રોસિટીની ફરિયાદ

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ ના વેગા નજીક આવેલા મારુતિ સુઝુકીના કટારિયા ઓટોમોબાઇલ્સ કંપનીના શોરૂમ માં પાર્કિંગ બાબતે બોલાચાલી થતા ગેટ ઉપર ફરજ બજાવતા વોચમેન – સિક્યુરિટી ભીખાભાઈ સોમાભાઈ તડવી એ આજ શોરૂમ માં જ ફરજ બજાવતા વસીમ સિકંદરભાઈ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરી હતી. જાણવા મળતી માહિતી મળ્યા મુજબ તા-૨૬/૧૦/૨૦૨૦ ના રોજ બપોરના ૧.૩૦ વાગ્યા ના […]

Continue Reading

નર્મદા :પીએમ મોદીની કેવડીયા મુલાકાત માટેના બંદોબસ્તમાં આવેલા 6 હજારથી વધુ પોલીસ જવાનોને કોરોના ટેસ્ટના પીળા પાસ ઇસ્યુ કરાયા

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા કેવડીયા તરફનો આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો, પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ કરી પીળો પાસ ઇસ્યુ કરાશે જેની માન્યતા 48 કલાકની રહેશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસે પીએમ મોદી કેવડીયા ની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કેવડીયા માં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 10 જિલ્લામાંથી 6 હજારથી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી […]

Continue Reading

નર્મદા :નાંદોદના વડીયા ગામના મુખ્ય માર્ગ પરના પાણીના હોઝનો નળ વારંવાર તૂટી જતા માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા જાનવરોને પાણી પીવા માટે બનાવેલા હોઝ ના નળ માંથી કેળા ભરવા જતા વાહનો વાળા પાણી લેતા હોય વારંવાર નળ તોડી નાંખતા હોવાનો ત્રાસ, અત્યાર સુધીમાં 40 જેવા નળ તોડી નાખ્યા હોય પાલિકાના હોદ્દેદારો પણ કંટાળી ચુક્યા હોવાની વાત જાણવા મળી છે. રાજપીપળા ને અડીને આવેલા વડીયા ગામના મુખ્યમાર્ગ ઉપર આવેલા પાણીના હોઝ […]

Continue Reading

પંચમહાલ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં સોશિયલ ડિસ્ન્ટન્સિંગ સાથે રાષ્ટ્રીય એકતા દિનના શપથ લેવાયા.

લોહપુરુષ સ્વ.શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે પંચમહાલ જિલ્લામાં પણ વિવિધ સરકારી કચેરીઓમાં એકતા દિનના શપથ લેવામાં આવ્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાએ તથા નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણિયાની અધ્યક્ષતામાં અન્ય અધિકારીઓ-કર્મચારીઓએ શપથ લીધા હતા. […]

Continue Reading

ગોધરા ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયો.

જુદી-જુદી વિદ્યાશાખાના કુલ ૭૮૭૮ વિદ્યાર્થીઓને પદવી અને ૩૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રદાન કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ ઓનલાઇન માધ્યમથી યોજાયો હતો. યુનિવર્સિટીના જુદી-જુદી વિદ્યાશાખાના કુલ ૭૮૭૮ વિદ્યાર્થીઓને પદવી અને ૩૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રદાન કરવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને આ પ્રસંગે પોતાની શુભેચ્છાઓ […]

Continue Reading

આઈ પી એલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને કાલોલ પોલીસે ઝડપી પાડ્યા

કાલોલ ખાતે આવેલ પંચમહાલ સ્ટીલ પાસે ખુલ્લી જગ્યામાં આઈપીએલ ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાઈ રહેલી મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમાડતા ૨ ઈસમોને કાલોલ પોલીસે ઝડપી પાડી બંન્નેની અંગઝડતી માંથી રૂ.૫૪૦૦ મોબાઈલ ફોન નંગ-૩ રૂ.૧૫૦૦૦ મળી કુલ રૂ.૨૦,૪૦૦ ના મુદ્દામાલ સહીત ઝડપી પાડ્યા હતા. મળતી વિગતો અનુસાર […]

Continue Reading

નર્મદા :PM મોદીના કાર્યક્રમ દરમિયાન કેવડીયામાં બહારની વ્યક્તિ માટે પ્રવેશ નિષેધ: ગ્રામજનોનો નિર્ણય

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગામી 31મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે, વહિવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. પણ જેમ જેમ મોદીના કાર્યક્રમના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ તંત્રના માથે નવી નવી આફતો ઉભી થતી જાય છે. અગાઉ 30-31 ઓક્ટોબરે […]

Continue Reading

નર્મદા :રાજપીપળાના સ્પેરપાર્ટ્સ દુકાનના વેપારીના પાકીટની ધોળે દહાડે ચીલઝડપ કરી ભાગતા ગઠીયાને લોકોએ ઝડપી પાડ્યો

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા દિવાળી ની ખરીદી કરવા નિકળતા લોકો અને ગૃહીણીઓ સતર્ક રહેવું જરુરી, નહીંતર બજાર મા ફરતાં ગઠિયાઓ નો શિકાર બની માલ મત્તા ગુમાવવાનો વારો આવશે. રાજરોક્ષી સિનેમા ચાર રસ્તા ઉપર ઓટોમોબાઈલ સ્પેરપાર્ટસ ની દુકાન ધરાવતાં વેપારી ને વાતો મા ઉલઝાવી ગલ્લા માંથી પાકીટ ઉઠાવીને બે ગઠીયાઓ ભાગવા માંડ્યા. રાજપીપળા ના રાજરોક્ષી ટોકીઝ ચાર […]

Continue Reading

નર્મદા :PM મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી અપાશે, સુરક્ષા માટે કેન્દ્રીય ગુપ્તચર વિભાગ સતર્ક

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગામી 31 મી ઓક્ટોબર 2020 ના રોજ 2 વર્ષ પૂર્ણ થશે, એ દિવસે PM મોદીની ઉપસ્થિતિમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તંત્ર દ્વારા એ કાર્યક્રમને લઈને તમામ કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અલગ અલગ સુરક્ષા કંપનીઓમાં રાજ્ય પોલીસ દળ, કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, […]

Continue Reading