નર્મદા :રાજપીપળામાં મજુરીના બાકી નાણાં બાબતે કોન્ટ્રાક્ટરને ટિફિન મારી, મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા કાળીયાભુત પાસે જી.ઈ.બી ઓફીસના કમ્પાઉડમાં ઉભેલા કોન્ટ્રાક્ટર ભાર્ગવભાઈ મનહરભાઈ પંચાલ રહે.સુરત ને વિજયભાઈ દિનેશભાઈ વસાવા રહે.વડીયા રાજપીપલા ને જણાવ્યું કે મારી મજુરીના નીકળતા નાણા અમોને ચુકવી દો તેમ કહેતા ફરીએ વિજયને જણાવેલ કે અમારા કામકાજ માં તમે ગોટાળો કરેલ છે. તેનો હિસાબ પહેલા જણાવો તેમ કહેતા આ કામના વિજય  ઉશકેરાઈ જઈ […]

Continue Reading

નર્મદા :રાજપીપળામાં નોમ નિમિત્તે હરસિધ્ધિ માતા અને આશાપુરી માતાના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા આશાપુરી માતાના મંદિર અને હરસિધ્ધિ માતાના પ્રાંગણમાં આસો સુદ નોમ નિમિત્તે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવચંડી યજ્ઞ નું આયોજન કરાયુ જોકે કોરોના મહામારી ના કારણે દર વર્ષે નવચંડીમાં 10 થી વધુ યુગલો બિરાજતા હતા. જે આ વર્ષે એકજ યુગલ આશાપુરી મંદિર ખાતે બિરાજમાન થયું હતું.જ્યા રે હરસિધ્ધિ માતા […]

Continue Reading

નર્મદા :કેવડીયા બંધના એલાનનો વિરોધ: કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા કેવડિયા સરપંચ ભીખાભાઇ તડવી,ઉપસરપંચ રણજિત તડવીએ કેવડીયા બંધ ના એલાન વિરુદ્ધ નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ ને આવેદનપત્ર પાઠવ્યું. કેવડીયા વિસ્તારમાં તા.૩૦ અને ૩૧ મી ઓકટોમ્બરે કોઈ બહારની વ્યકિતઓ દ્વારા બંધનું એલાન આપેલ છે.જેનો કોઠી (કેવડીયા) ગ્રુપ ગ્રામ પંચાયતના નાગરિકોએ વિરોધ કરી નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ કેવડીયા કોલોની,ભુમલીયા,કોઠી ગભાણા,ભુતીયાદરા […]

Continue Reading

નર્મદા જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણી અન્વયે મતદારયાદીની આખરી પ્રસિધ્ધિની તારીખ નવેસરથી નક્કી કરાશે.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષી,રાજપીપળા અગામી તાલુકા/જિલ્લા પંચાયત ચૂંટણી માટે મતદારયાદી તૈયાર કરી તા.૦૯/૧૦/૨૦૨૦ ના રોજ નિયત સ્થળોએ પ્રાથમિક પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે. તથા કાર્યક્રમ મુજબ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિની તા.૨૩/૧૦/૨૦૨૦ નિયત થયેલ હતી. પરંતુ રાજ્ય ચૂંટણી ઓયોગ દ્વારા ઉકત ચૂંટણીઓ ત્રણ માસ સુધી મુલતવી રાખવા નિર્ણય લેવાયેલ છે. તેથી મતદારયાદીના કાર્યક્રમ અન્વયે દાવા અરજીઓ રજુ કરવાની છેલ્લી […]

Continue Reading

ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વડોદરા પ્રાદેશિક કમિશનર દ્વારા ફેરીયા સાથે રૂબરૂ મુલાકા

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ ડભોઇ નગરના નાના ફેરિયાઓને ‘પી.એમ સ્વનિધિ’ યોજનાથી માહિતગાર કરી પ્રોત્સાહિત કર્યા હાલમાં સમગ્ર દેશ કોરોનાની મહામારી માં ઘેરાયેલો છે ત્યારે દેશમાં નાનામોટા દરેક વેપાર-ધંધા ખૂબ જ તૂટી જવા પામેલ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ નાના વેપાર કરતા વેપારીઓને પોતાનો વેપાર પુનઃ પ્રાપ્ત થાય તે હેતુથી ‘પી.એમ.સ્વનિધિ યોજના’ અમલમાં […]

Continue Reading

મોરબી : હળવદમાં કમલેશ દઠાણીયા અને આમ આદમી પાર્ટીના 40 સભ્યો કોંગ્રેસમાં જોડાયા.

રિપોર્ટર-રોહિત પટેલ હળવદ મોરબી ચૂંટણી પહેલા સૌથી મોટી ફટકો હળવદ ના આમ આદમી ના 40 કાર્યકર્તાઓ કોંગ્રેસ માં જોડાયા છે. હાર્દિક પટેલ ની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.હળવદ ના પ્રખ્યાત સામાજિક આગેવાન કમલેશભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા છે.કોંગ્રેસમાં જોડાયાથી ભાજપમાં સનસનાટી જોવા મળી છે.હાર્દિક પટેલની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીના ના 40થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. […]

Continue Reading

પાટડી તાલુકાના વણોદ ના યુવકે ગળે ફાસો ખાઈને આત્મહાયતા કરી

રણજીતસિહ જાદવ અમદાવાદ આ યુવક મામાની સાથે વણોદ રહેતો હતો. વણોદ આલમપુર રોડ પર આવેલી વાડીમાં જાડા સાથે ગળે ફાસો ખાધેલી હાલતમાં લટકતી યુવકની લાશ મળી આવી. દસાડા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી . જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા ઘણા સમયથી મામા ની સાથે વણોદ ગામે રહેતા હતા. ત્યારે અચાનક તેઓ રાત્રીના સમયે ઘરેથી […]

Continue Reading

હળવદ નાં નવેહ નાતના મેલડી ‘ માં’ ના મંદિર ખાતે નવરાત્રી નિમિતે રવિવારે હવન નું આયોજન કરાશે.

રિપોર્ટર-રોહિત પટેલ હળવદ હળવદના સરા રોડ ઉપર આવેલ નવેહ નાતના ઝાલાવાડ રોહિદાશ વંશી ના ૮૨ ગામની મેલડી ‘ માં ‘ ના મંદિરે નવરાત્રિ નિમિત્તે એજાર ગામ ના માતાજીના ઉપાસક દ્વારા આગામી રવિવારે હવન નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હળવદ શહેર અને ૪૨ ગામો અને ઝાલાવાડ ૮૨ ગામના રોહીદાસ સમાજ ના આગેવાનો, વડીલો તેમજ યુવાનો […]

Continue Reading

હળવદના આરોગ્ય કર્મચારીઓએ પગાર વધારવા મામલે મામલતદારને બ્લોક હેલ્થ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ આઉટસોસૅની એજન્સી તરફથી ઘણા સમયથી આરોગ્ય વિભાગ‌મા કામ કરે છે.જેમાં માસિક 8504 જેટલો સામાન્ય પગાર હોવાથી હાલની વધતી જતી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું અઘરું છે. ત્યારે આઉટસોસૅ ના હળવદ તાલુકાના ૩૦થી ૪૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ હળવદ મામલતદાર અને તાલુકા બ્લોક હેલ્થ અધિકારીને પગાર વધારવા મામલે રજૂઆત કરવા પહોંચી […]

Continue Reading

કેશોદના કણેરી ગામે લોકડાઉન સમયે રાહતનાં કામોમાં ગેરરીતિઓ આચરવા બાબતે ફરિયાદ કરી ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ રાજ્યમાં સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય રોજગારી સ્વરૂપે આપવા મનરેગા યોજના અને નરેગા યોજના હેઠળ કામો કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતાં. જે યોજનાઓ હેઠળના દરેક વિસ્તારોમાં કામો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કેશોદ તાલુકાના કણેરી ગામે મનરેગા યોજના અને નરેગા યોજનામાં ગરીબ પરિવારોને રોજગારી આપી […]

Continue Reading