સમગ્ર શિક્ષા અભિયાન શહેરા બ્લોકના કર્મચારીઓની સમીક્ષા બેઠક યોજાઈ.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા સમગ્ર વિશ્વમાં વર્તમાન સમયે કોરોના મહામારીનું સંક્રમણનું પ્રમાણ દિનપ્રતિદિન લોકોમાં વધી રહ્યું છે. તેને અટકાવવા સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના બ્લોકના બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ પરમારના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ સંદર્ભે જાગૃતતા માટે તમામ કર્મચારીઓને જન આંદોલન જાગૃતિનો બહોળો પ્રચાર પસાર થાય તે હેતુથી શહેરા બ્લોક કક્ષાના તમામ કર્મચારીઓની ઘરે શીખીએ, હોમ લર્નિંગ અને વર્ચ્યુઅલ કલાસ […]

Continue Reading

દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઇ

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ વિભાગોની યોજનાઓની સપ્ટેમ્બર અંત સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ડ્રિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ એન્ડ કો.ઓર્ડીનેશન કમિટીની બેઠકમાં સાંસદ ભાભોરે જણાવ્યું કે, જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઇએ અને સમયમર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા […]

Continue Reading

ડભોઇના નાયબ કલેકટર શિવાની ગોયલ દ્વારા રેશનિંગની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ: ગેરરીતિ આચરતા દુકાનદારોમાં ફફડાટ

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ ડભોઇના પ્રાંત અધિકારી-નાયબ કલેકટર શિવાની ગોયલ દ્વારા અચાનક સસ્તા અનાજની દુકાનો-રેશનિંગની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડભોઇ નગરની બે દુકાનો અને તાલુકાના સીમળીયા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં ચેકિંગ હાથ ધરાતા સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ ચેકિંગ દરમિયાન […]

Continue Reading

ડભોઇ તાલુકાના કડધરા ગામની કુંઢેલા બ્રાંચની નર્મદા કેનાલમાં મોટુ ગાબડું : ખેડૂતોના ઊભા પાકને નુકસાન

નિમેષ સોની, ડભોઇ ડભોઇ તાલુકાના કડધરા ગામની સીમમાંથી પસાર થતી કુંઢેલા બ્રાંચની નર્મદા કેનાલમાં પાણીના વહેણને લઈ જર્જરીત થઇ ગયેલ કેનાલમાં ગાબડું પડતા પાણીનું સ્તર પણ વધુ હોવાથી કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતાં આ કેનાલની આજુબાજુના ખેતરો જળબંબાકાર થઈ જવા પામ્યા હતા. જેના પરિણામે ખેડૂતોના ખેતરોમાં રહેલ ડાંગર, તુવેર અને દિવેલાના ઉભા પાકને પારાવાર નુકસાન થયું […]

Continue Reading

ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ગેરવર્તન

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અજય ભાભોર,ઝાલોદ પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અજય ભાભોર,ઝાલોદ ઝાલોદના તાલુકા પ્રમુખ અનિલ ગરાસીયા દ્વારા થેરકા ગામના લોકોના રોડ અને આવાસ યોજનાની રજુઆત કરવામાં હતી.,જેમા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગેરભર્યા વર્તન સાથે હુ અહીં એક એક અરજીઓ લેવા બેઠો છુ તો વારંવાર આવી જાવ છો, જાવ બાજૂના ટેબલે આપો હુ નહિ લવ તેવું અભદ્ર વર્તન કરી અરજી સ્વીકારી […]

Continue Reading

નડિયાદ – મહુધા રોડ પરથી ગૌમાંસના જથ્થા સાથે પકડાયેલ શખ્સના બે દિવસના રિમાન્ડ મંજુર

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,રાકેશ મકવાણા,ખેડા નડિયાદ-મહુધા રોડ પરથી ગૌમાંસનો શંકાસ્પદ જથ્થા સાથે પકડાયેલ વ્યક્તિને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.રિમાન્ડ દરમિયાન અન્ય એક વ્યક્તિનું નામ ખુલતા તેની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ – મહુધા રોડ પરથી મોટરસાયકલ પર પસાર થતા દંપતીને ગૌરક્ષકોએ પકડી પાડ્યા હતા તેમની […]

Continue Reading

રાજપીપળા કરજણ નદીનો ઐતિહાસિક ઓવારો ભૂતકાળ બને તે પહેલાં તંત્ર આળસ ખંખેરશે..?

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષી,રાજપીપળા નર્મદાના ઈકો ટુરીઝમ ડેવલોપમેન્ટ પ્લાનમાં રાજપીપળાના નદી કીનારે આવેલો અને હરવા ફરવા માટે સ્થાનિકો મા લોકપ્રિય એવા આ ઐતિહાસિક ઓવરાની હાલત દયનિય બની છે. રાજપીપળા માં રાજવી શાશનના સમયે લોકોના ઉપયોગ માટે બાંધવામાં આવેલી ઈમારતો, સ્થાપત્યો સરકારી ઉપેક્ષા નો ભોગ બની રહ્યા છે. રાજપીપળા શહેર ની ફરતે વીંટળાઈ ને […]

Continue Reading

અકસ્માતે ઘવાયેલા યુવાન માટે તારણહાર બન્યા પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરા.

22 વર્ષીય પરપ્રાંતિય યુવક ગોધરા તાલુકાના પરવડી ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.પંચમહાલ જિલ્લા કલેક્ટર તે જ સમયે ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેમને આ ઘવાયેલા યુવાનને પોતાની સરકારી ગાડીમાં સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગોધરા તાલુકાના પરવડી ચોકડી બાયપાસ ઉપર અજાણ્યા વાહને પરપ્રાંતિય […]

Continue Reading