ડભોઇ એસ.ટી ડેપો પાસેના સુલભ શૌચાલયમાં પારાવાર ગંદકી, સુવિધાઓનો અભાવ, દેશી દારૂની પોટલીઓની રેલમછેલ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરના મુખ્ય માર્ગ ઉપર આવેલ એસટી ડેપો પાસેના સુલભ શૌચાલયમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે, સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને આ શૌચાલયમાં પ્રાથમિક સુવિધાઓ જેવીકે યુરીનલટબ, પાણીની લાઈન , વોશબેઝિન, રંગરોગાન જેવી પાયાની જરૂરિયાતો નો સદંતર અભાવ જોવા મળે છે. સદર શૌચાલયમાં ઠેરઠેર લાદીઓ ઉખડી ગયેલી હાલતમાં છે. […]

Continue Reading

રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે યોગમય ગુજરાત અંતર્ગત “યોગ સંવાદ” કાર્યક્રમ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે “યોગ સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. ગુજરાતના તમામ જિલ્લાના છેવાડના દરેક માનવી સુધી વધુ યોગનું જ્ઞાન પહોંચાડવાનું કાર્ય ગુજરાત યોગ બોર્ડે અભિયાનની માફક ઉપાડ્યું છે. સમગ્ર રાષ્ટ્રને યોગમય બનાવવા યોગકોચો-ટ્રેનર્સેએ […]

Continue Reading

ખાનપુરમાં એક જ કોમના બે જુથો વચ્ચે અથડામણ,ભારે પથ્થરમારો

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા આણંદ તાલુકાના ખાનપુર ગામમાં ગત રાત્રીના સુમારે નવરાત્રી પર્વને લઈને મંદિરમાં દિવો કરવા જતા મંદિર પાસે મુકેલા લાકડા હટાવવા બાબતે બે જુથો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને બંને જુથો હાથમાં લાકડીઓ લઈ સામસામે આવી ગયા હતા. અને એકબીજા પર ભારે પથ્થરમારો કરતા બંને જુથના ચાર થી વધુ લોકો ઘાયલ […]

Continue Reading

નડિયાદ મૈત્રી સંસ્થાના વુમન એમ્પાવરમેન્ટ કાર્યક્રમમાં મહિલાઓએ 9 હાજર માસ્ક બનાવ્યા.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા દિવ્યાંગો માટે કામ કરતી નડિયાદ મૈત્રી સંસ્થા લોકડાઉન દરમિયાન કરવામાં આવેલી કામગીરી ને જોતા વડોદરા તાલુકાના પાદરાની ફિનોલેક્સ કંપની અને મુકુંદ માધવ ફાઉન્ડેશન દ્વારા મિત્રી સંસ્થાને ૯ હજાર માસ્ક બનાવવાની કામગીરી સોપાઇ હતી. ફાઉન્ડેશન દ્વારા “ગીવ વીથ ડિગ્રીટી’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે તેઓ સમગ્ર રાજ્યમાંથી ૫ હજાર ઘરોમાં કોરોનાની […]

Continue Reading

નડિયાદના વીણા ગામ પાસેથી ૩૦ કિલો શંકાસ્પદ માંસના જથ્થા સાથે દંપતી ઝડપાયું.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા નડિયાદ મહુધા રોડ પર આવેલા વીણા ગામ પાસેથી ગૌરક્ષકો દ્વારા એક દંપતીને ૩૦ કિલો શંકાસ્પદ માંસના જથ્થા સાથે ઝડપી પાડીને પોલીસના હવાલે કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે. નડિયાદમાં રહેતા અને ગૌરક્ષા માટે કામ કરતા કાર્યકરોને માહિતી મળી હતી કે મહુધાના ખાટકીવાડ માં રહેતા સલીમભાઈ સાબીર હુસૈન ખુરેસી તેમજ તેમની પત્ની […]

Continue Reading

પંચમહાલ : ઘોઘંબાના ડેપ્યુટી સરપંચનો પુત્ર રૂ.૧૬,૬૧,૦૦૦ ની રદ થયેલી ચલણી નોટો સાથે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા ગોધરા શહેરના સાતપુલ વિસ્તારમાંથી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કારનો પીછો કરી ભારતીય ચલણની રદ થયેલી બંધ રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ ના દરની કુલ ૧૬,૬૧,૦૦૦ રૂ ની નોટો ઝડપી પાડી હતી. રદ થયેલી નોટો સાથે બે ઇસમોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. અટકાયત કરાયેલા બે ઈસમો પૈકી એક ઘોઘંબા ડેપ્યુટી સરપંચનો પુત્ર અને […]

Continue Reading

વાસદ બોરસદ રોડ પરથી 14.41 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા વાસદ-બોરસદ માર્ગ પર રેલ્વે ફાટક પાસેથી વાસદ પોલીસે મળેલી બાતમીના આધારે વડોદરાના કુખ્યાત બુટલેગર લાલુ સીંધીનો ૧૬,૪૧,૪૦૦ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી વિદેશી દારૂ અને ટ્રક સાથે ૨૬,૫૦,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી દારૂબંધી ધારા હેઠળ વાસદ પોલીસ મથકે ટ્રક ચાલક સહિત પાંચ જણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. […]

Continue Reading