શહેરા તાલુકાના દલવાડા ક્લસ્ટરમાં માઈક્રોસોફ્ટ ટીમ વર્ચ્યુઅલ કલાસ વર્કશોપ યોજાયો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા કોરોનાની મહામારીના કારણે શાળાઓમાં બંધ છે શિક્ષણ નહીં. દલવાડા ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટર લલિતકુમાર બારોટના આયોજન મુજબ બાળકોને શિક્ષણ મળે, તેમનો અભ્યાસ અટકે નહીં અને શિક્ષણથી વંચિત રહે નહીં તે માટે સરકારના હુકમ મુજબ બાળકોને પોતાના ઘરે અને માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષકો બાળકોને શિક્ષણ આપી શકે અને બાળકોની અભ્યાસિક પ્રવૃત્તિને સતત ચાલું રાખી શકાય […]

Continue Reading

રાજપીપળામાં મહિલાએ પતિના ત્રાસથી કંટાળી 181 માં કોલ કરી મદદ માગી.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા આજ રોજ 181 પર કોલ આવેલ અને જણાવેલ કે મહિલા ને તેમના પતિ દારૂ પી મારે તેમજ હેરાન કરે માટે મહિલા એ 181 માં કોલ કરી મદદ માગી. અમે જે તે સથળે ગયેલ અને મહિલા ની સમસ્યા જાણી તેમજ કાઉન્સલીગ કર્યું ત્યાંરે જાણવા મળ્યું કે મહિલાના લગ્ન ના 7 વર્ષ થયાં તેમજ […]

Continue Reading

સંતરામપુર- ડુંગરપુર હાઇવે પર આવેલ ઘોડિયાર બ્રિજ ચોક્કસ મુદત માટે કલેકટરના આદેશથી બંધ કરવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા ના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગોને જોડતો સંતરામપુર- ડુંગરપુર હાઇવે પર આવેલ ઘોડિયાર બ્રિજ ચોક્કસ મુદત માટે કલેકટરના આદેશથી બંધ કરવામાં આવ્યો. કડાણા તાલુકામાં મહીસાગર નદી પર આવેલ ઘોડિયાર બ્રિજ ડૂબક પ્રકારનો પુલ હોઈ ઉપરાંત વર્ષો જૂનો પુલ હોવાથી ચોમાસા દરમિયાન કડાણા ડેમમાંથી પાણી છોડતા વારંવાર પાણીમાં […]

Continue Reading

શહેરા તાલુકામાં ખાણખનીજ વિભાગે પરમીટ વગર સફેદ સ્ટોન ભરીને જતી ટ્રક ઝડપી પાડી.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં ખાણખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો.મોડાસાથી હાલોલ તરફ સફેદ સ્ટોન પાઉડર ભરીને જતી એલ પી ટ્રકને ખનીજ વિભાગે ઝોઝ પાટીયા પાસેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પ્રાપ્ત વિગતો અનૂસાર શહેરા પંથકમા ગેરકાયદેસર પથ્થરની હેરાફેરી થવાની વ્યાપક બુમો પડતી રહે છે. ખાણખનીજ વિભાગના અધિકારીને બાતમી મળી હતી કે મોડાસા તરફથી સફેદ […]

Continue Reading

ગેરકાયદેસર લંગરિયા નાખી મૂકેલો કરંટ જોખમી બન્યો : શંકરપુરા ગામે ખેતરની વાડ પર કરંટ મૂકતાં યુવાનનું મોત.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વાઘોડિયા શંકરપુરા ગામે મગફળીના ખેતરના શેઢા પર તારની વાડમાં ગેરકાયદેસર રીતે લંગરીયા નાંખી કરંટ મૂકતાં 27 વર્ષના યુવાનનું મોત નીપજયું હતું . શંકરપુરા ગામે રહેતા અલ્પેશ સુરેશભાઈ પરમાર ઉમર 27 શનિવારે વહેલી સવારે કુદરતી હાજતે જવા માટે ગામ બહાર આવેલા ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાવેશ પટેલ રહે કરચીયા બાજવા ના […]

Continue Reading

ડભોઇ શહેર અને તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો થતાં વરસાદ વરસ્યો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ શહેર અને તાલુકામાં વાતાવરમાં પલટો આવતા અને ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે વરસાદ વરસ્યો હતો. ડભોઇ શહેર અને તાલકામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ અને બફારા થી નગરના લોકો હેરાન પરેશાન થતાં ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.પરંતુ વાતાવરણ માં એકાએક પલટો આવતા ડભોઇ નગર અને તાલુકામાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઇ હતી. ડભોઇ […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ફરીથી બંધ.

બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૭ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું. એ દિવસે પ્રવાસીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, અંદાજિત બે હજાર કરતા પણ વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા.વ્યુઇંગ ગેલેરીની ટિકિટનું એડવાન્સ બુકિંગ થઇ ગયું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાઇરસને કારણે જે […]

Continue Reading

રાજપીપળા કરજણ પુલથી સ્મશાનભૂમિ સુધીના માર્ગે સંરક્ષણ દિવાલ બનાવવા ભરૂચના સાંસદની સી.એમને રજુઆત.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષી,રાજપીપળા છેલ્લા દસ વર્ષથી આ ધોવાણ અટકાવવા માટે વારંવાર રજૂઆતો થઈ છે પરંતુ કોઈ સંતોષકારક પરિણામ આવ્યું નથી તેથી રાજપીપળા ની પ્રજા ખુબ જ નારાજ છે. આ બાબતે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને એક પત્ર લખી રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ રાજપીપળા શહેર એક […]

Continue Reading

શનિવારની રાત્રીએ વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે શહેરા તાલુકાના ખેડૂતોની ચિંતા વધારી.

રિપોર્ટર : પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના બલુજીના મુવાડા અને આજુબાજુના ગામમાં શનિવારની રાત્રીએ વાવાઝોડા સાથે આવેલ કમોસમી વરસાદે ખેડૂતોની અનેક આશા પર પાણી ફેરવી દીધું હતુ. ખેતરમા તૈયાર થયેલ ડાંગરના પાકને નુકશાન જવાની શક્યતા ને લઈને ખેડૂત ચિંતિત છે. જ્યારે આ ગામ સહિત અડીને આવેલા ઊંડારા અને ચારી ગામ ના ખેડૂતો પણ ખેતી મા ગયેલ […]

Continue Reading

શહેરાના બલુજીના મુવાડા ગામમાં એગ્રિકલ્ચર લાઈનના વિજ થાંભલા જમીન દોસ્ત થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરાના બલુજીના મુવાડા ગામના મહુડા ફળિયા વિસ્તારમાં એગ્રિકલ્ચર લાઈનના વિજ થાંભલા જમીન દોસ્ત થતા અહીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. વિજ કચેરી દ્વારા વીજ થાંભલા યુદ્ધના ધોરણે ઉભા કરીને વીજ પુરવઠો ખેતી માટે શરૂ કરે તેવી માંગ ખેડૂતો માંથી ઉઠી છે. શહેરાના બલૂજીના મુવાડા ગામ ખાતે આવેલ મહુડા ફળિયા સહિતના અન્ય વિસ્તારમાં એગ્રીકલ્ચર […]

Continue Reading