બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખેમાણા ટોલનાકા પાસે રાજસ્થાન તરફથી આવતી કારમાંથી ૧૭ કિલો જેટલો ચરસનો જથ્થો ઝડપાયો.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર કોરોનાની આવી પરિસ્થિતિમાં બુટલેગરો ,ચોરો વગેરે હાલમાં બેફામ બની રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત ATS અને બનાસકાંઠા SOG નું સંયુક્ત ઓપરેશન સફળ થયું હતું. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધતા ગુજરાત એટીએસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. જેમાં એટીએસને માહિતી મળી હતી કે પંજાબના લુધીયાણાથી બે શખ્સો […]

Continue Reading

પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય: નવરાત્રી દરમિયાન શ્રધ્ધાળુઓ માટે પાવાગઢ મંદિર બંધ રહેશે.

કોરોના મહામારીને લઈ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે આસો નવરાત્રી પ્રારંભથી શરદ પૂર્ણિમા સુધી દર્શન બંધ રાખવા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જોકે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વર્ચુઅલ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ તળેટી ખાતે એલઇડી સ્ક્રીન મુકવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે આસો નવરાત્રી દરમિયાન ગુજરાત,મહારાષ્ટ્ર અને […]

Continue Reading

એસ.ઓ.જી પોલીસે એક ઇસમ પાસેથી ૫૦૦-૧૦૦૦ રૂપિયાની જુની રદ કરાયેલી બે લાખની ચલણી નોટો ઝડપી પાડી.

પંચમહાલ જીલ્લાના હાલોલનગરના પાવાગઢ રોડ પાસે આવેલા મહાદેવ મંદિર પાસે જીલ્લા એસઓજીની ટીમે વડોદરાના ઇસમને સરકાર દ્વારા બંધ કરવામા આવેલી જુની ૫૦૦-૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો સાથે પકડી પાડ્યો હતો.આ અંગે હાલોલ પોલીસ મથકમા ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ એસસોજીની ટીમને હાલોલના પાવાગઢ રોડ પાસે પેટ્રોલિંગમા હતા.તે સમયે તેમને બાતમી […]

Continue Reading

ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામના ગ્રામજનોએ જોખમી શાળાનું સ્થળાંતર કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામના ગ્રામજનો દ્વારા જોખમી શાળાનું સ્થળાંતર કરી વિધાર્થીઓના માથે તોળાતા મોતનું સંકટ ટાળવા બાબતે ગળતેશ્વર મામલતદરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હડમતીયા પ્રાથમિક શાળા અમદાવાદ ઇન્દોર હાઇવે બનતા બિલકુલ રોડને અડી ચુકી છે. જેના લીધે હાઇવે પરથી પસાર થતા વાહનોને કારણે ઓરડાઓમાં કંપન ઉત્પન્ન થાય […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૭મી ઓક્ટોબરથી ખુલ્લુ મૂકાશે.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા કોવિડ-19 અંતર્ગત સરકારની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય લેવાયેલ છે.આ નિર્ણયના ભાગરૂપે કેવડીયા ખાતે આવેલા મુખ્ય પ્રવાસન સ્થળો જેવાં કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, એકતા મોલ, વિગેરે તાજેતરમાં પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાતાં પ્રવાસીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. જે જોતા રાજ્ય સરકારે હવે […]

Continue Reading

સુભાનપુરા કેનેરા બેન્કના એટીએમ મા ચોરીનો પ્રયાસ કરનાર ૩ શંકાસ્પદને બેંક કર્મચારીઓએ ઝડપી પાડયા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા શહેરનાં સુભાનપુરા વિસ્તારમાં કેનેરા બેન્કના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર ૩ શંકાસ્પદને બેંક કમૅચારીઓએ ઝડપી પાડી ગોરવા પોલીસના હવાલે કર્યો પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર રહેતા સ્મિત પંડયા સુભાનપુરા વિસ્તારના સમતા ચાર રસ્તા પાસે આવેલ કેનેરા બેન્ક માં […]

Continue Reading

ડભોઇ તાલુકાના શિરોલા ગામના યુવાને સગીરાને કુંવારી માતા બનાવી દેતાં ફરિયાદ.

રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ ડભોઇ તાલુકાના શિરોલા ગામના યુવાને આદિવાસી સગીર યુવતી ને લગ્નની લાલચ આપી વિશ્વાસ કેળવી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. તેમજ માતાનો સહારો લઈ હોસ્પિટલમાં જઈ યુવતી ના પરિવારોની જાણ બહાર ગર્ભપડાવવા લઈ જઈ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતની સગીર યુવતીની માતાને જાણ થતા કુકર્મ આચરનાર યુવકની […]

Continue Reading

રાજ્યભરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુલતવી રહેતા રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી પણ મુલતવી.

બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા રાજ્યભરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુલતવી રહેતા રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી પણ મુલતવી રાખવામાં આવી છે રાજપીપળા નગરપાલિકા સહિત રાજયની નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકા ઓ તેમજ જિલ્લા પંચાયતોની વર્તમાન ટર્મની મુદ્દત નવેમ્બર ડિસેમ્બરમાં પૂર્ણ થતી હોય તેની સામાન્ય ચૂંટણી યોજવા રાજય સરકારે તૈયારીઓ શરુ કરી દીધી હતી પરંતુ રાજય ચૂંટણીપંચે આ ચૂંટણીઓ ત્રણ મહિના […]

Continue Reading

ડભોઇ નગરમાં ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી તેમજ શાકભાજીના ભાવમાં અચાનક ભડકો: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.

રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ સામાન્ય રીતે ૧૦ થી ૨૦ રૂપિયે પ્રતિકિલો મળતી ડુંગળી નો હાલમાં વડોદરા જિલ્લામાં અને ડભોઇ નગર માં ૪૦ થી ૪૫ રૂપિયા પ્રતિકિલો ભાવ થવા પામ્યો છે .જ્યારે વડોદરા જિલ્લામાં ડભોઇ માં પણ કેટલાક મજૂરીયાત વર્ગોને રોજ લાવી રોજ પેટીયુ ભરનાર લોકો ને તેઓનું ઘર ચલાવવું મુશ્કેલ પડતું હોય એવામાં ડુંગળી,બટાકા […]

Continue Reading

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને રાખી આગામી નવરાત્રી-દિવાળી સહિત અન્ય તહેવારો નહિ ઉજવાય.

બ્યુરોચીફ : રાકેશ મકવાણા,ખેડા ગુજરાત સરકાર દ્વારા આવનાર દિવસોમાં યોજાનાર તહેવારો ને અનુલક્ષીને એક માર્ગદર્શિકા બહાર પાડી છે.ખેડા જિલ્લામાં નવરાત્રી સહિત દશેરા પર્વને અને આવતા તમામ વિવિધ તહેવારો ઉપર પ્રતિબંધની જાહેરાત જિલ્લા સમાહર્તા અને અધિક કલેક્ટરે કરી છે. માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ હુકમમાં જણાવાયું છે ગુજરાત સરકાર દ્વારા આવનાર તહેવારોને […]

Continue Reading