જૂનાગઢ: કેશોદમાં જન અધિકાર મંચના નેજા હેઠળ મામલતદાર અને ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે પરંતુ કેશોદ,માંગરોળ, કુતિયાણા અને પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસની નદીઓના પાણી છોડાતા આ ગામોના ખેડૂતોની પરિસ્થિતિ તો અંત્યંત દયનીય બની જાય છે ત્યારે ખેડૂતોની માંગણીઓનું યોગ્ય નિરાકરણ થાય એ હેતુથી પ્રવીણભાઇ રામની આગેવાનીમાં અંદાજિત 5000 જેટલા ખેડૂતોની સહી સાથે નીચે મુજબની માંગણીઓ […]

Continue Reading

બનાસકાંઠા: એક પહલ ફાઉન્ડેશન દ્વારા વિધવા,નિરાધાર ને રાશન કીટનું વિતરણ કરાયું.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર તિરૂપતિ ટાઉનશિપ ભાગ ૧ માં નાગેશ્વર મંદિરમાં એક પહલ ફાઉન્ડેશન દ્વારા નિરાધાર,વિધવાઓને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં સોશ્યલ ડિસ્ટન્સ , માસ્ક, સેનેટાઇઝ જેવી અનેક સુવિધાઓ સાથે સરકારના નિયમોનુસાર કાર્યક્રમ યોજાયો હતો તિરૂપતિ ટાઉનશિપ ના રાજુભાઈ , સંસ્થાના પ્રમુખ પ્રુનીમાબેન ચંદ્રા ,એક પહલ ફાઉન્ડેશન સેક્રેટરી દિનેશભાઈ મકવાણા તથા અન્ય હોદેદારો,રાશન કીટ […]

Continue Reading

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા બાલાસિનોર હાઇવે પર ટેમ્પાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હડમતીયા ચોકડી પાસે બાલાસિનોર તરફથી આવતા ટેમ્પાનું ટાયર ફાટતા ડ્રાઈવરે ગાડી પર કાબુ ગુમાવતા બાઇકચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાઇક ચાલક પંચમહાલ જિલ્લાના ગોઠડા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેમનું નામ જ્યંતીભાઈ જેઠાભાઈ પટેલ, હોવાનું જાણવા મળ્યું છે. ટેમ્પામાં […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની સોસાયટીઓમાં ૨ કરોડના ખર્ચે નવા રસ્તા બનશે.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગરમાં ફરી એકવાર વિકાસની વણઝાર થઇ છે. ત્યારે જે સોસાયટીઓ બન્યા પછી આજે ૨૦ થી ૨૫ વર્ષો થઇ ગયા તેવી સોસાયટીઓમાં પ્રથમવાર સીસી રોડ મંજુર કરી જેનું ખાતમુહર્ત પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું. જેમાં પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ, અલકેશસિંહ ગોહિલ,ચીફ ઓફિસર જયેશ પટેલ, ભરતભાઈવસાવા, રમણસિંહ રાઠોડ, કિંજલ તડવી, પ્રતીક્ષા પટેલ, ગજેન્દ્રસિંહ […]

Continue Reading

રાજપીપળા કલેક્ટર કચેરી પાસે ઉભેલી એક ટ્રક પાછળ છકડો ઘૂસી જતા ૩ ને ઇજા.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ગરુડેશ્વર તાલુકાના ઉંડવા ગામથી સવારે શાકભાજી લઈ રાજપીપળા માર્કેટ માં આવતો છકડો ટ્રક માં ઘૂસી જતા ૩ ઇજાગ્રસ્તો સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગરુડેશ્વર તાલુકાના ઉંડવા ગામ થી એક છકડો શાકભાજી લઈ રાજપીપળા શાક માર્કેટમાં વેચવા આવતો હોય જે સાવરે ૬ વાગે રાજપીપળા કલેક્ટર કચેરી પાસે ઊભેલી ટ્રકમાં આ છકડો પાછળ ઘૂસી […]

Continue Reading

દાહોદ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભથવાડા ખાતે ક્ષયરોગ નિદાન કેંમ્પ યોજાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ક્ષયરોગ નિદાન કેંમ્પ યોજાયો હતો. જેમાં એક્સરે વાન દ્વારા શંકાસ્પદ દર્દીઓના સ્થળ પર એક્સ-રે પાડવામાં આવ્યા હતા. તેની અંદર અંદાજે ૩૫ જેટલા દર્દીઓના એક્સ-રે પાડવામાં આવ્યા હતા અને તે તમામ ૩૫ ના સ્યુટમ, આર. બી. એસ. ,એચ. આઈ. વી. […]

Continue Reading