ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે તા.૩૧ ઓકટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ   ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ-૨૦૨૦માં ઓગસ્ટ માસમાં ભારે વરસાદથી ખેતી પાકોને થયેલ નુકશાન અન્વયે રાજ્ય સરકાર દ્રારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ DIGITAL GUJARAT પોર્ટલ પર ગ્રામ્યકક્ષાએ VCE મારફત તલાટીનો વાવેતરનો દાખલો અથવા ૭/૧૨, ૮-અ, આધારકાર્ડ અને બેન્ક પાસબુકની નકલ સાથે ઓનલાઈન અરજી તા.૦૧-૧૦-૨૦૨૦ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતા ૨૧૬ લાભાર્થી બાળકો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે સ્પોન્સર શીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રૂવલ કમિટીના અધ્યક્ષ એચ.આર.મૌર્યના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં પાલક માતા-પિતા યોજનામાં વધુ ૩ લાભાર્થી બાળકોને સહાય મંજુર કરવામાં આવી હતી. જેથી જિલ્લામા કુલ આ યોજનાના ૨૧૬ લાભાર્થી બાળકોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ઉપરાંત શેરો […]

Continue Reading

બગસરા ભાજપ અગ્રણી ખાનભાઈ ખોખરે સંઘાણી ને અભિનંદન પાઠવ્યા.

એન ડી પંડયા રીપોર્ટર બગસરા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ બોડઁ ઓફ ડિરેક્ટર ને ખૂબ ખુબ અભિનંદન પાઠવતા, બગસરા મુસ્લિમ સમાજ અને જીલ્લા ભાજપ ના આગેવાન. ખાનભાઈ ખોખરે જણાવ્યુ હતુ કે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક બગસરા ખાતે આવેલ બેંક ના પ્રવેશ દ્વાર પર સ્વ.અરજણભાઈ વેલજીભાઈ પટેલ પ્રવેશદ્વાર રાખવા નિર્ણય […]

Continue Reading

દાહોદ જિલ્લાના‌ ભથવાડા ટોલ પ્લાઝા પર લોકલ પાસ રીન્યુ કરવામાં ચાલતો ભ્રષ્ટાચાર.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના‌ ભથવાડા ટોલ પ્લાઝા પર પિપલોદના ગાડીના ચાલકો જોડે મહિના માટેનો લોકલ પાસ રીન્યુ કરવા માટે પૈસા લઈને પાવતી આપતા નથી ને પાસ રીન્યુ કરતા નથી. દાહોદ જિલ્લાના ભથવાડા ગામમાં ટોલ પ્લાઝા આવેલું છે. જેમાં દરરોજ ની હજારોની સંખ્યામાં ગાડીઓ પસાર થાય છે. જેમાં ભથવાડા ટોલ પ્લાઝા થી થોડીક દુરી પર […]

Continue Reading

ખેડા: ઠાસરા ખાતે આત્મનિર્ભર ખેડૂત “કૃષિ વિધેયક” અનુસંધાને જનજાગૃતિ અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે સાચી હકીકત ખેડૂતો સુધી પહોંચાડવા માટે ઠાસરા તાલુકાના ગોળજ ગામે પંચમહાલ લોકસભા સીટના સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ દ્વારા સમજુતી આપવા આવી હતી. કોંગ્રેસ દ્વારા જે જુઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે એના વિરુદ્ધ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સાચી સમજ આપીને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ […]

Continue Reading

ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મજૂરો ભરેલા વાહનનો ગંભીર અકસ્માત સર્જાયો : છ લોકોના કમકમાટી ભર્યા મોત.

ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મજૂરો ભરેલા વાહનના ટાયરમાં પંચર પડતા રોડ પર ઉભેલી પીકઅપ વાહનને પાછળથી મજૂરો ભરેલી ટ્રકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના તિરલા વિસ્તારમાં ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મજૂરો ભરેલા પિકઅપ વાહને ટેન્કરને ટક્કર મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં ૬ લોકોના મોત થયા છે. ધાર જિલ્લાના તિરલામાં ઈન્દોર-અમદાવાદ […]

Continue Reading

શહેરાના ભદ્રાલા ગામના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ. ૩૦,૮૧૦ નો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા તાલુકાના ભદ્રાલા ગામના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપીયા ૩૦,૮૧૦નો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની રેડ દરમિયાન પ્રખ્યાત બુટલેગર પીન્ટુ પગી મળી આવ્યો હતો. શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં ખુલ્લેઆમ પાછલા કેટલાક સમયથી રહેણાક મકાનમાં પીન્ટુ અને કોકી નામની મહિલા દારૂ અને બિયરનું વેચાણ કરી રહયા હતા. […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની માઈક્રોસોફ્ટ ટીમ અને ગુગલ ડિજિટલ તાલીમ યોજાઈ.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા તાલુકાની ૫૦ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની ડીઝીટલ તાલીમ વર્કશોપ સરકારી વિનયન કોલેજ કાંકરી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ બી.એસ.પંચાલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ ડૉ. વી.એમ.પટેલના અધ્યક્ષ સ્થાને અને સરકારી વિનયન કોલૅજના આચાર્ય ડૉ.વિપુલ ભાવસાર અતિથિ વિશેષના સાનિધ્યમાં યોજાઈ. હાલ માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા […]

Continue Reading

નર્મદા: દૂધધારા ડેરીનાં પ્રમુખ પદે ધનશ્યામભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે મહેશભાઈ વસાવાની વરણી.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ભરૂચ અને નર્મદા જીલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી દૂધધારા ડેરીનાં પ્રમુખ પદે ધનશ્યામભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે મહેશભાઈ વસાવાની વરણી કરવામાં આવી હતી. આ અગાઉ દૂધધારા ડેરીનાં ડિરેકટરોની ચૂંટણી યોજાઈ હતી જે ચૂંટણીમાં ધનશ્યામભાઈ પટેલનાં ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. માત્ર જંબુસર બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. તમામ ડિરેકટરની ચૂંટણી અને વરણી યોજાઇ ગયા […]

Continue Reading

રાજય સરકાર દ્વારા ડાંગર-મકાઇ અને બાજરી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર તા. ૧૬મીથી ડાંગર-મકાઇ અને બાજરીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદી તા. ૩૧મી ડિસેમ્‍બર સુધી કરવામાં આવનાર છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્‍છતા ખેડૂતો તા. ૨૯મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવી લે. રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર-મકાઇ અને બાજરીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી આગામી […]

Continue Reading