નર્મદા: હાથરસ રેપ કેસના વિરોધમાં સ્વયં સૈનિક દળ દ્વારા રાજપીપળા કલેકટર કચેરીએ ધરણા.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા યુપીના હાથરસમાં બનેલી બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. ઉપરાંત, તંત્ર દ્વારા આરોપીઓને બચાવવાની તેમ જ પીડિતાના પરિવારને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે લોકોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સોમવારે નવા ૧૧ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે નર્મદા જિલ્લામાં સોમવારે નવા ૧૧ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા ના દરબાર રોડ ૦૧ […]

Continue Reading

હાલોલમા માઁ મોટર્સ ખાતે પંચમહાલ જિલ્લાના સમસ્ત પંચાલ સમાજની મિટિંગનું કરાયું આયોજન.

હાલોલ પંચાલ સમાજ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પંચાલ(માઁ મોટર્સ),ઉપપ્રમુખ સુરેશભાઈ પંચાલ તથા સમાજ આગેવાન એવા હેમેશભાઈ પંચાલ દ્વારા સમસ્ત પંચમહાલના પંચાલ સમાજની એક મિટિંગ નું આયોજન હાલોલમા માઁ મોટર્સ ખાતે કોરોનાની ગાઈડલાઇનનું સાથે કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને મહીસાગર જિલ્લાના પંચાલ સમાજના પ્રમુખ જલદીપભાઈપંચાલ તથા ઉપપ્રમુખ મુકેશભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લાના પંચાલ […]

Continue Reading

શું આ વર્ષે કોરોના ગરબા આયોજન ને કોરી ખાશે.? સરકારની નવી ગાઈડલાઈન મુજબ ગરબાને મંજૂરીની શક્યતા….

નવરાત્રિ આડે હવે બે અઠવાડિયા જ બાકી છતાં ગરબાને મંજૂરી આપવી કે નહીં તે અંગે સરકાર નિર્ણય કરી શકી નથી. ગરબાની મંજૂરી મામલે સરકારનો યુ-ટર્ન: નીતિન પટેલે કહ્યું કે ૨૦૦ લોકો સાથે ગરબા યોજાઈ શકે, રિ-ઓપનની નવી ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવાની શક્યતા ૨૬ સપ્ટેમ્બરે સરકારે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ રદ્દ કર્યો. અગાઉ રાજ્યના તમામ મોટા ગરબા […]

Continue Reading

આગામી જુલાઈ સુધીમાં ૨૫ કરોડ લોકોને કોરોના વેક્સીન આપવાનુ સરકારનું લક્ષ્યાંક : ડૉ. હર્ષવર્ધન

સમગ્ર ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં કોરોનાના લાખો કેસ વચ્ચે એક લાખ લોકોના મોત આ જીવલેણ વાયરસથી થઈ ચુક્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારના મંત્રી હર્ષવર્ધને કોરોનાની વેક્સીનને લઈને મહત્વનું નિવેદન આપ્યુ છે. આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહૃ હતુ કે, ભારત સરકારનુ લક્ષ્ય છે કે, જુલાઈ ૨૦૨૧ સુધીમાં ૨૫ કરોડ જેટલા ભારતીયોને […]

Continue Reading

દાહોદ : લીમખેડા તાલુકાના ફુલપુરી ઘાટમાં ખાનગી ટ્રાવેલ્સના ચાલકે સ્ટેરિંગ‌ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત.

રિપોર્ટર: વિજય બચ્ચાની, દાહોદ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપુરી ઘાટમાં લીમડી થી ‌ આણંદ આવતી એક ખાનગી ટ્રાવેલ્સ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. લીમખેડા અને દુધિયા ની વચ્ચે ફુલપુરી ઘાટમાં લીમડી થી મુસાફરો ભરીને આણંદ તરફ જતી એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રાવેલ્સ પલટી જવાની ઘટના બની‌ હતી. ઘટનાની જાણ થતા […]

Continue Reading

ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો લઘુરુદ્ર યજ્ઞ.

રિપોર્ટર : કૃણાલ ત્રિવેદી, ડાકોર ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો. મધ્ય ગુજરાતના કોંગ્રેસના નેતા ભરત સોલંકી કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા હતા અને લાંબા સમય માટે તેમને કોરોના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ હવે ભરત સોલંકી કોરોના ને માત આપી સ્વસ્થ થઇ ગયા છે ત્યારે […]

Continue Reading

કડાણા તાલુકાના જુના અંબોજા ગામે આઝાદી પછી સૌ પ્રથમવાર બનશે નવો ડામરનો રસ્તો.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જુના અંબોજા ગામે આઝાદી પછી સૌપ્રથમવાર નવીન ડામર રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ૧૨૩ મત વિસ્તારના ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોર દ્વારા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જુના અંબોજા ગામ અંતરિયાળ ગામ છે. જે જુના અંબોજા ગામના લોકો આઝાદી પછીના વર્ષો સુધી ડામરના રસ્તાથી વંચિત હતું. પરંતુ અત્યારે સરકાર દ્વારા ધ્યાને […]

Continue Reading

શહેરામાં ટ્રેકટર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત,બાઈક સવારનું સારવાર દરમ્યાન મોત.

રિપોર્ટર : પ્રિતેશ દરજી, શહેરા શહેરાના બલૂજીના મુવાડા પાસે ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજા થતાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શહેરા તાલુકાના બલુજીના મુવાડા પાસે સંતરામપુર તાલુકાના આંજણવા ગામના હરેશભાઈ રણછોડભાઈ ધોરી બાઇક ઉપર પસાર થતી વખતે તેમની […]

Continue Reading

દેડીયાપાડામાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટક્કરથી એક મહિલાનું કરૂણ મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા દેડીયાપાડા ના યાહામોગી ચાર રસ્તા પાસે ૧૦૮ એમ્બ્યુલન્સે એક મહિલા ને ટક્કર મારતા ઘટના સ્થળે મોત. નર્મદા જિલ્લામાં વર્ષોથી બિમાર દર્દીઓ માટે સારી સેવા આપી લોકોના જીવ બચાવતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ આજે એક મહિલા માટે યમદૂત બની હોય તેમ ટક્કર મારી મહિલાનો જીવ લેતા ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૦૮ […]

Continue Reading