નર્મદા: રાજપીપળાના સિંધીવાડ વિસ્તારમાં ગત રાત્રે વીજ કંપનીની લાઈનમાં શોર્ટ સર્કિટ: અનેક લોકોના ઇલેક્ટ્રિક ઉપકરણો ફૂંકાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આખા શહેરમાં આડેધડ લટકતી વીજ લાઈનોના કારણે વારંવાર શોર્ટ સર્કિટ અને આગના બનાવો બનવા છતાં વીજ કંપની દ્વારા લટકાવતા વાયરો.. રાજપીપળા શહેર માં ચોમાસા પહેલા વીજ કંપની દ્વારા વારંવાર પ્રિ મોન્સુન કામગીરી માટે આખો આખો દિવસ વીજ પુરવઠો બંધ રખાયો હોવા છતાં મામુલી વરસાદમાં પણ વીજળી ના ધંધિયા બાદ જાગૃત નાગરિકો દ્વારા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકાના કચરો ઉઘરાવતા વાહનમાં ગીત વગાડવાના નવતર અભિગમને લોકોએ પસંદ કર્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગર પાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા વાહનનો માં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે જેમાં કચરા વાળા આયા તેવું ગીત વગાડવામાં આવે છે તે અભિગમ લોકો ને પસંદ આવ્યો છે. રાજપીપળા નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા જતા વાહનો માં લાઉડસ્પીકર માં ગીત વગાડવાનો નવો અભિગમ અપનાવામાં આવ્યો છે જેના કારણે […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં જન્માષ્ટમીમાં નાના ભૂલકાઓએ કૃષ્ણનો વેશ ધારણ કરી આનંદ મેળવ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોનાના હાઉ વચ્ચે સરકારે મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો નહી કરવાનો આદેશ કર્યો છે ત્યારે ભક્તો એ ઘરમાં જ ઉજવણી કરી.. જન્માષ્ટમીનો પર્વ દર વર્ષે ભારે રંગે ચંગે ઉજવાતો હતો રાજપીપળા શહેરના અનેક વિસ્તારોમાં આ પર્વ માં નાની મોટી ઝૂપડીઓ બાંધી રંગબેરંગી લાઈટો લગાવી અવનવા પારણા સણગારી રાત્રે કૃષ્ણ જન્મનો પ્રસંગ ભારે ઉત્સાહ પૂર્વક […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં ખાતર લેવા આવતા ખેડૂતોને કોરોના વાયરસનો ખતરો: વેપારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાતું નથી..!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ વરસાદ ચાલુ થતા ખેતી ની સીઝન ચાલુ થઈ હોય ત્યારે ખેડૂતો ને પાક માટે ખાતર ખૂબ જરૂરી છે પરંતુ ખાતર ની અછત ના કારણે ખાતર ના ડેપો ઉપર ખેડૂતો ની મોટી લાઈનો લાગતા સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. રાજપીપળાના ખાતરના ડેપો પર ખાતર લેવા ખેડૂતોની મસમોટી લાઈનો જોવા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા માં જન્માષ્ટમી નિમિત્તે સાદાઈથી સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા તમામ ધાર્મિક તહેવારો તથા મેળા ની ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે આજે જન્માષ્ટમી નિમિત્તે રાજપીપળા ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે સદ્દાઈથી ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આજે આઠમ ના દિવસે હિંદુ સમાજ દ્વારા ભગવાન કૃષ્ણ નો જન્મ દિવસ ખૂબ […]

Continue Reading

નર્મદા: રાજપીપળાને કચરાપેટી મુક્ત બનાવનાર પાલિકાના મુખ્ય અધિકારીને ભેટ: શહેરમાં અનેક જગ્યાઓ પર કચરાના ઢગ.!!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા દરબાર રોડ પર આવેલા જૈન દેહરાસર સામેજ ઘણા દિવસોથી પડેલો કચરો કોઈ લેવા તૈયાર નથી..?!: જૈન સમાજના લોકો તેમજ સ્થાનિક રહીશોમાં પાલીકાની કામગીરી બાબતે રોષ ઘણા વર્ષો બાદ રાજપીપળા શહેરને કચરા પેટીમાંથી મુક્ત કરનારા પાલીકાના મુખ્ય અધિકારી જયેશ પટેલે કરેલી આ કામગીરીના ઘણા વખાણ થયા હતા પરંતુ ગણતરીના દિવસોમાં ઘણી જગ્યાઓ પર […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડાના ભરાડા ગામમાં નાના ભાઈએ મોટા ભાઈને મોતને ઘાટ ઉતારતા ચકચાર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બંને ભાઈઓને જમવાનું બનાવી આપતા પિતાજીને મોટાભાઈએ જમવાનું સારું નથી બનાવતા તેમ કહેતા નાનો ભાઈ એ કોઈ હથિયાર વડે મારી મોત નિપજવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ભરાડા (ખાબજી)ગામમાં રહેતા ચૈતરભાઇ ખિમજીભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેમના બે દીકરાઓ પૈકી ઉમેશ નાનો દીકરો અને સુનિલ તેમનો મોટો પુત્ર થતો હોય ગતરોજ ઉમેશે અને […]

Continue Reading

ભાવનગર જિલ્લામાં કાર્યરત ૪૪ ધન્વંતરી આરોગ્ય રથનો એક લાખ કરતા વધુ લોકોએ લીધો લાભ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કોરોના વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે ધન્વન્તરી આરોગ્ય રથ ની કામગીરીની પ્રસંશા કરી છે ત્યારે રાજ્ય સરકારના સહયોગથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા ગ્રામ્યજનોના અને નગરપાલિકા વિસ્તાર ના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કાળજી લેવામાં આવી રહી છે. ઘરઆંગણે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને […]

Continue Reading

ગીર સોમનાથ : દીવમાં સ્વનિધિ આત્મનિર્ભર યોજના સંદર્ભે કલેકટર ઘ્વારા યોજાયેલ બેઠકમાં ફેરીયાઓને લોનની મંજુરી અપાઈ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ કલેકટર સલોની રાયની અઘ્યક્ષતામાં વડાપ્રધાન શહેરી-વિક્રેતા સ્વનિધિ આત્મનિર્ભર ભંડોળ યોજના હેઠળ લાભાર્થીઓને લોન સુવિધા આપવા લીડ બેંક અને અન્ય બેંકોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ યોજનાનો અસરકારક રીતે અમલ કરવા માટે કલેકટર સલોની રાય ડે.કલેકટર હરમીન્દર સીંઘ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં અરજીઓને મંજુરી અપાઈ. આ ઉપરાંત […]

Continue Reading

વડોદરા: પલાસવાડા રેલવે ક્રોસિંગ પાસે ખુલ્લા રેલવે ફાટક વચ્ચે ગુડ્સ ટ્રેન પસાર થતા ગંભીર અકસ્માત ટળ્યો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના પલાસવાડા નજીક થી ડભોઇ – વડોદરા બ્રાડગેજ રેલ્વે લાઇન પસાર થાય છે અને ત્યાં થી જ ડભોઇ – વડોદરા ધોરી માર્ગ પણ પસાર થાય છે જેથી ત્યાં રેલવે ફાટક પણ આવેલી છે. હાલમાં ચાલતી લોકડાઉનની પરિસ્થિતિને કારણે રેલવે લાઇન ઉપર ટ્રેનો ની અવરજવર બંધ હોય છે અને રેલ્વે વ્યવહાર બંધ […]

Continue Reading