નર્મદા: રાજપીપળા સિવિલ હોસ્પિટલ ગાયનેક વોર્ડની બે નર્સો કોરોના પોઝિટિવ આવતા વોર્ડ સૅનેટાઇઝ કરાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ગાયનેક વોર્ડના બે નર્સો કોરોના પોઝિટિવ આવતા વોર્ડ સૅનેટાઇઝ કરાવી દર્દીઓ વોર્ડમાં દાખલ દાંત,સ્કિન, આંખ જેવા અમુક વિભાગો હાલ પૂરતા બંધ કરી જરૂરી ઇમરજન્સી દર્દીઓ માટેજ સારવાર ખુલ્લી રાખવી જરૂરી નહિ તો સ્ટાફમાં કોરોના સંક્રમણ હજુ વધશે તેવો ડર લાગી રહ્યો છે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં એક બાદ એક કર્મચારીઓ […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ સાથે ૩ ખેપિયાઓને ઝડપી પાડ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા દેડીયાપાડા પોલીસ ને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળી હતી કે મોઝદા ગામ તરફથી દેડીયાપાડા ગામ તરફ એક સફેદ કલરની બોલેરો પીક અપમાં આવે છે જે પીકઅપની ઉપર એક સફેદ કલરની તાડ પતરી તથા ગાડીના પાછળના ભાગે કાળા કલરની તાડ પતરી બાધેલ છે. જે બોલેરો પીક અપમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરેલ છે. […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલી પાલીવાલ ડેરીનું પેકેજીંગ શંકાના દાયરામાં?

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલી પાલીવાલ ડેરીમાં પેકેજીંગ શંકાના દાયરામાં બહાર આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે ત્યારે આવનારા સમયમાં જો તપાસ કરવામાં આવે તો કેટલાય પ્રકારની સત્ય હકિકત બહાર આવી શકે તેમ છે. પાચ રૂપિયાના છાશના પેકિંગ પર વર્ટીકલ તારીખ લખવામાં આવે છે જે પેકિંગ ઉપર સ્પષ્ટ રીતે […]

Continue Reading

મોરબી: હળવદમાં આર.સી.સી.સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા વાઈરસ સામે રક્ષણ માટે ઉકાળા વિતરણનું આયોજન કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વિશ્વમાંજ્યારે કોરોના વાયરસની મહામારીથી ત્રસ્ત છે, તેવા સમયે ભારતની પાંચ હજાર વર્ષ કરતા પણ જૂની ચિકિત્સા પદ્ધતિ એટલે કે, “આયુર્વેદ”માં આ મહામારી “કોરોના” જેવા રોગો માટે ઘણી કારગર ચિકિત્સાનું વર્ણન કરવામાં આવ્યું છે. હળવદ માં આર.સી.સી.સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ અને સરકારી આયુર્વેદ દવાખાના, હળવદના ડૉ. વડાવીયા સાહેબના સાથ અને સહકારથી વર્તમાન […]

Continue Reading

પાટણ: આઠ વિધાનસભા ચૂંટણીને લઈને રાધનપુરના એક જાગૃત નાગરિક દ્વારા ચુંટણી મોકુફ રાખવા માટે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેહતા જાગૃત નાગરિક ફરસુ ભાઈ ગોકલાણી દ્વારા આઠ વિધાનસભા ચૂંટણીને લઈને કોરોના વાયરસ ને લઈને વીસ લાખ મતદારો અને પચાસ લાખ લોકોને કોરોના વાયરસને અસર થાય તેવી શક્યતા છે ત્યારે આ આઠ વિધાનસભા ચૂંટણી મોકૂફ રાખવામાં આવે તેવી માંગણી સાથે હાઈ કોર્ટમાં પી.આઈ.એલ દાખલ કરવામાં આવી હતી. જેમાં […]

Continue Reading

પાટણ: રાધનપુર શહેરની હરે કૃષ્ણા સોસાયટીમાં વધુ ચાર નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ ના અધિકારી ડો.સાલવી ના જણાવ્યા અનુસાર રાધનપુર શહેરની હરે કૃષ્ણા સોસાયટીમાં વધુ ચાર નવા કોરોના પોઝિટિવ કેસ આવવા પામ્યા છે શહેરમાં અત્યાર સુધી ૩૪ થી વધુ કેસ માત્ર રાધનપુરમાં જ આવી ચુક્યા છે ત્યારે એકજ સોસાયટી માં ચાર વ્યક્તિઓ પોઝિટિવ થતા લોકોની ચિંતામાં વધારો થયો છે રાધનપુરની હરે […]

Continue Reading

પાટણ: રાધનપુર એક્સિસ બેન્કના હેડનો કોરોના રિપોર્ટ આવતા બેન્કનું કામકાજ બે દિવસ માટે બંધ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર માં ધીરે ધીરે કોરોના નું સંક્રમણ ફેલાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. જેમાં રાધનપુર મહેસાણા રોડ પર આવેલ એક્સિસ બેન્કના હેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા બેન્ક નું કામકાજ બે દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું જ્યારે ખાતેદાર ને ઇમરજન્સીમાં હારીજ તેમજ પાટણ શાખાનો સંપર્ક કરવા બેંકની બહાર નોટિસ લગાવવામાં […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદરમાં પત્રકાર ઉપર થયેલા હુમલાના વિરોધમાં બનાસકાંઠા/ડીસા પત્રકાર એકતા સંગઠન તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા પત્રકાર એકતા સંગઠન પત્રકાર પર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડે છે. દિયોદરમાં હાઇવે વિસ્તારમાં આવેલા શ્રીજી કોમ્પ્લેક્ષના બિનકાયદેસર બાંધકામના અહેવાલો પ્રસિદ્ધ થતાંજ બિલ્ડરોના પેટમાં તેલ રેડાયું હોય તેવો ઘાટઘડાયો છે ત્યારે બિલ્ડરો દ્વારા અસામાજિક તત્વો એટલે કે લુખાઓ પાસે પત્રકાર ઉપર હુમલો કરાવ્યાની ચારેકોર લોકોમાં ચર્ચાએ જોર પકયું છે ત્યારે બનાસકાંઠા માં […]

Continue Reading

નર્મદા જિલ્લા પ્રભારી સચિવ હૈદરે કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને રાખી સમીક્ષા બેઠક યોજી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે. હૈદરે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લઇ પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની મહામારીને અનુલક્ષીને જિલ્લા કલેકટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જિન્સી વિલિયમ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, આરોગ્ય તંત્રના તબીબી અધિકારીઓ સહિત જિલ્લા પ્રશાસન સાથે બેઠક યોજીને જિલ્લામાં કોરોના વાયરસના નોંધાયેલા પોઝિટિવ દરદીઓ, સાજા થયેલા […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના પીપાવાવ ધામમાં ગુજરાત પીપાવાવ પોર્ટ અને વી.આર.ટી.આઇ. સંસ્થાના સહયોગથી ૩૨૦૦ થી વધુ રોપાઓનું વિતરણ કરાયું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ધામમાં ગુજરાત પીપાવાવ પોર્ટ અને વી.આર.ટી.આઇ સંસ્થાના સહયોગથી ૩૨૦૦ થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. આજે વિશ્વમાં દિવસે ને દિવસે ઓર્ગેનિક શાકભાજી બાગાયતી પાકો નું મહત્વ વધતું જાય છે અને લોકોનાં સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ પણ ખૂબ ઉપયોગી છે ત્યારે ગુજરાત પીપાવાવ પોર્ટ ની સી.એસ.આર પ્રવૃતિઓ અંતગર્ત વી.આર.ટી.આઇ […]

Continue Reading