મહીસાગર: લુણાવાડા તાલુકાના થાણા સાવલી ગામના ફળિયામાં જ શિક્ષણની વ્યવસ્થા કરીને બાળકોને શિક્ષણ આપી અભિયાન છેડ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી નો સમાનો કરી રહ્યું છે ત્યારે શાળાઓ કોલેજ પણ બંધ છે એવા સમયે વિધાર્થીઓનું શિક્ષણ ન બગડે અને ફ્રી સમયમાં બાળકો સદુપયોગ થાય એવા ઉમદા હેતુથી લુણાવાડા તાલુકાના થાણા સાવલી ગામની નવજીવન હાઇસ્કુલ ના શિક્ષકોએ નવો અભિગમ કેળવ્યો છે. ગામના બાળકોને ફળિયામાં જ શિક્ષણની વ્યવસ્થા કરીને […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં એક બાજુ બાળકોને દેશભક્તિના પાઠ ભણાવાય છે તો બીજી બાજુ ચીની ટેબલેટ શાળાઓમાં આપતાં ભરેલો અગ્નિ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર હાલ ભારત-ચીન વચ્ચે આ સમયે સીમાવિવાદ તણાવ છે. ગલવાનમાં ૨૦ ભારતીય સૈનિકોના મૃત્યુ બાદ સૈન્યસ્તરની વાતચીત અગાઉ ભારતે ચીની સાથે સંબંધિત ટિકટૉક સહિત ૫૯ ઍપ પ્રતિબંધિત કરી છે. ભારત સરકારે આ નિર્ણય એ સમયે લીધો છે જ્યારે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચાઇનીઝ સૈનિકો સાથે હિંસક સંઘર્ષમાં ભારતના ૨૦ સૈનિકોના જીવ ગયા બાદ […]

Continue Reading

અમદાવાદ:વિરમગામ, સાણંદ,જેતલપુર સહિત અમદાવાદ જિલ્લામાં ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઇ મેણીયા દ્વારા લીલી ઝંડી બતાવીને વિરમગામ તાલુકામાં ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાણંદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સતિષ મકવાણા, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇની ઉપસ્થિતીમાં ધન્વંતરી આરોગ્ય રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને જેતલપુર ખાતે […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં અનલોક-૨ ના પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ઓડીટોરીમ, ટાઉનહોલ, પાર્ટીપ્લોટ, લગ્નવાડી, ગેમઝોન, રીક્રીએશન કલબ, સ્વીમીંગ પુલ, વોટરપાર્ક, ડાન્સ કલાસીસ, મેરેજ હોલ, સિનેમા, નાટ્યગુહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, કલબ હાઉસ, ગાર્ડન, બાગ-બગીચા, શોપીંગ મોલ, સ્થાનિક માર્કેટ/રવિવારી બજાર, ચોપાટી તેમજ પ્રવાસન સ્થળોએ ભીડ થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસ વિગેરે સ્થળોએ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળ ખાતે ટુરીઝમ કોર્પોરેશન લી.ની તોરણ હોટલને પી.પી.પી. ઘોરણે આપવાનુ આયોજન.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ રૂપિયા ૯.૦૦ કરોડના ખર્ચે અઘતન સુવિઘા સજ્જ તોરણ હોટેલને પી.પી.પી. ધોરણે આપવા માટેની ટેન્ડર પ્રક્રિયાને મંજુરી અતિથિદેવો ભવ રાજ્ય અને રાજ્ય બહારથી ગુજરાતના પ્રવાસે આવતા પ્રવાસીઓને માળખાગત સુવિઘા આપવા માટે કટિબદ્ઘ નિર્ણાયક રૂપાણી સરકાર ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે રૂપિયા ૯.૦૦ કરોડના ખર્ચે પી.પી.પી.ધોરણે તોરણ […]

Continue Reading

અમરેલીમાં કોરોનાના કેસો વધતા જિલ્લામાં ધારા ૧૪૪ લાગુ કરાઈ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સીઝન બદલાતા જ ગુજરાતમાં કોરોનાએ કરવટ બદલી છે. કોરોનાએ એવુ માથુ ઉંચક્યું છે કે, હવે ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં કોરોનાના કહેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના જે જિલ્લામાં કોરોનાએ સૌથી છેલ્લા દસ્તક દીધી હતી, એ અમરેલી જિલ્લામાં પણ કોરોનાએ કહેર મચાવવા માંડ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આગામી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ પ્રેસ કલબનાં હોદેદારોની બિન હરીફ વરણી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પ્રેસ કલબના પ્રમુખ ગોવિંદ હડિયા ઉપ પ્રમુખ ચેતન પરમાર(સી.કે.)મંત્રી જય વિરાણીની બીજી વખત બિન હરીફ વરણી. કેશોદ પ્રેસ ક્લબની બે વર્ષ પહેલાં રચના કરવામાં આવી હતી ત્યારે પ્રેસ કલબનાં હોદેદારોની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામા આવી હતી જેમાં પ્રેસ કલબનાં પ્રમુખ તરીકે ગોવિંદ હડિયાની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી તાજેતરમાં […]

Continue Reading

નર્મદા: મારી જમીન પર કબજો કર્યો છે,ખાલી કરાવો: આદિવાસી મહિલાની વિનંતી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ ત્યાં સુધી પહોંચવા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરાઈ રહ્યો છે. કેવડીયામાં વિશ્વ કક્ષાનું રેલ્વે મથક નિર્માણ પામી રહ્યું છે. એ માટે વડોદરા અને નર્મદા જિલ્લાની અમુક ગામોની જમીન સંપાદિત પણ થઈ ચૂકી છે.એક તરફ રેલ્વે મથકનું કામ પુર જોશમાં ચાલી રહ્યું […]

Continue Reading

નર્મદા જિલ્લામાં મનરેગાના કામની ઇ-ટ્રેન્ડરીંગ પ્રક્રિયા કોઈ એક વ્યક્તિને ફાયદો કરાવવાના ઇરાદાથી બહાર પડાઈ હોવાના આક્ષેપ સાથે આવેદન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સી.એમ.ને સંબોધીને લખેલું આવેદન નર્મદા કલેક્ટર ને સુપ્રત કર્યું : આ ટેન્ડરીંગની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવા નર્મદા જિલ્લાના ૨૨૨ ગ્રામ પંચાયતના સરપંચો એકસુર મનરેગાના કામમાં જિલ્લા પંચાયત દ્રારા ઇ-ટ્રેન્ડરીંગની પ્રક્રિયામાં કોઈ એક વ્યક્તિને ફાયદો કરાવવા ના ઇરાદાથી અમુક શરતો ઉમેરીને ટેન્ડર બહાર પાડેલ હોય જે ટેન્ડરીંગની પ્રક્રિયાને તાત્કાલિક બંધ કરવા સીએમને સંબોધતું […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરા શહેરના હાર્દ સમા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી બગસરા શહેરના કુકાવાવ નાકાથી પોલીસ સ્ટેશન સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય બગસરા નગરપાલિકા દ્વારા સરકારમાં રજૂઆત કરવાના અંતે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ પાચ કરોડ ત્રીસલાખ ઉપરાંતની ગ્રાન્ટ મંજૂર કરતા જેનું ખાતમુહૂર્ત બગસરા નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાથર ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રોડનું ખાતમુરત કરવામાં આવ્યું હતું ત્યારે […]

Continue Reading