ગુજરાત કોરોના : ગુજરાત માં કોરોના ના 54 નવા પોઝિટિવ કેસ, રાજ્ય માં કુલ 432 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 54 નો વધારો થયો છે. જોકે, 1 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ગયા છે. તે સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 432 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત 1 અને ભાવનગરમાં 1 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં […]

Continue Reading

હાલોલ તાલુકાની શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તાજપુર ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ  તૈયાર કરવામાં આવી.

કાદિરદાઢી – પંચમહાલ મિરર હાલ માં ચાલતા ( કોવીડ 19) કોરોના વાઇરસ વિશ્વવ્યાપી રોગને નાથવા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલોલ તાલુકાના શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તાજપુર ખાતે પંચમહાલ જિલ્લા વહીવટી તત્ર એ તાબડતોડ  આઇસોલેશન 100 બેડ ની હોસ્પિટલ  તૈયાર કરવામાં આવી છે  અને તા.09.04.2020 થી આ હોસ્પિટલ માં  ઓ.પી.ડી આરંભ કરી દેવામાં આવી છે તેમ હાલોલ પ્રાંત અધિકારી એ.કે. ગૌતમ એજણાવ્યુ […]

Continue Reading

સુરત / લોકડાઉનમાં ભુખ્યા કંટાળેલા નવનિર્મિત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના મજૂરોએ હોબાળો મચાવી તોડફોડ કરી

ખજોદમાં તૈયાર થઈ રહેલા એશિયાના સૌથી મોટા ડાયમંડ બુર્સ ડ્રીમ પ્રોજેકટના મજૂરોની લોકડાઉનમાં ધીરજ ખૂટી હતી. પુરતું ભોજન ન મળતું હોવાથી મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. કરિયાણાની દુકાનની તોડફોડ કરી હતી. વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. અધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયાં છેલ્લા 10 દિવાથી લોકડાઉન દરમિયાન […]

Continue Reading

કોરોના વડોદરા : વડોદરામાં વધુ 12 કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી પોઝિટિવની સંખ્યા 59 ઉપર પહોંચી

વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી 59 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે સવારે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને અત્યારે બીજા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ એક જ દિવસમાં વડોદરામાં કોરોના વાઈરસના 20 કેસ પોઝિટિવ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 59 થઇ ગઇ […]

Continue Reading

વડોદરા: હવે અંતરિયાળ વિસ્તારોમાં પોલીસ ત્રાટકશે,બે ડઝન વાહનો સાથે પોલીસ અને RAFની ફ્લેગમાર્ચ

વડોદરામાં અંતરિયાળ વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં ફરતા હોવાથી આજે પોલીસે બે ડઝન જેટલી વાનો સાથે પેટ્રોલિંગ કર્યું હતું. કોરોનાની ગંભીરતા નહીં સમજતા લોકો હજી પણ સોસાયટી અને શેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ટોળ ટપ્પા કરી રહ્યા છે.જેના કારણે પોલીસ હવે વધુ કડક વલણ અપનાવી રહી છે. આજે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ બે […]

Continue Reading

કોરોના ગુજરાત : વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ ૨૮૧ કેસ

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. વડોદરાના નાગરવાડાના સૈયદપુરામાં રાત્રે 17 પોઝિટિવ કેસ આવ્યા છે. કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. એક સાથે વધુ 17 પોઝિટિવ કેસ આવતા વડોદરાના […]

Continue Reading

પંચમહાલ જિલ્લા શિક્ષક મહાસંઘ ના નેજા હેઠળ હાલોલ તાલુકાના શિક્ષકો દ્વારા ગરીબ પરિવારોને અનાજની 451 કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

મુસ્તાક દુર્વેશ – પંચમહાલ મિરર સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે જેને લઈ ભારતભરમાં લોકડાઉન લાગુ કરવા મા આવ્યુ છે. ત્યારે હાલોલ પંથકમાં ગરીબ શ્રમિક વર્ગના લોકો રોજી રોટી વિના બેહાલ થતા હાલોલ તાલુકા શિક્ષણ સંઘ તેઓની વ્હારે આવ્યો હતો અને હાલોલ તાલુકા શિક્ષણ સંઘ દ્વારા ૪૫૧ જેટલી અનાજની કીટનું વિતરણ નું જરૂરિયાત […]

Continue Reading

કોરોના વડોદરા :તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા બાદ સીલ કરાયો, 15 ટીમો બનાવી ઘરે-ઘરે જઇને તપાસ, સેનેટાઇઝની કામગીરી શરૂ, માસ સેમ્પલિંગ કરાશે

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં બાદ આરોગ્ય વિભાગ દ્વારા 15 ટીમો બનાવીને ઘરે-ઘરે જઇને તપાસ શરૂ કરવામાં આવી છે. કોરોના વાઈરસના લક્ષણો દેખાશે તો રિપોર્ટ કરવામાં આવશે. તાંદલજા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સેનેટાઇઝની કામગીરી શરૂ કરવામાં આવી છે અને માસ સેમ્પલિંગની કામગીરી કરવામાં આવશે. તંત્ર દ્વારા તાંદલજા વિસ્તારના તમામ એન્ટ્રી અને એક્ઝિટ […]

Continue Reading

કોરોના ગુજરાત: અમદાવાદ માં એક જ રાત માં કોરોનાના 50 નવા કેસ, રાજ્યમાં કુલ 241 પોઝિટિવ કેસ

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા […]

Continue Reading

કોરોના વાયરસની મહામારીને રોકવા માટે કાલોલ તાલુકાના ૭૭ જેટલા ગામોને સેનેટાઈઝ કરવા માં આવ્યા.

કાલોલ તાલુકાના મોટાભાગના ગામડાઓને સેનેટાઈઝ કરવાની કામગીરીનો પ્રારંભ તસવીરોમાં દ્રશ્યમાન થાય છે. Dharmesh Panchal Editor / Owner. 7572999799 દેશ અને દુનિયામાં માનવજાત પર કોરોના વાયરસની મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે અને પાછલા બે મહિનામાં કાળમુખો વાયરસ દુનિયામાં હજારો લોકોને ભરખી ગયો છે. જે મહામારીને રોકવા માટે તંત્ર દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર આ બે મહત્વના […]

Continue Reading