કોરોના ઈફેક્ટ / 22 માર્ચે જનતા કરફ્યું, ગુજરાત એસ.ટી સહિત રાજ્યની તમામ બસ સેવા બંધ

ગુજરાતમાં કોરોનાના પાંચ પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે. તેમજ વડાપ્રધાન મોદીએ રવિવારે એટલે કે 22 માર્ચના રોજ જનતા કરફ્યુ રાખવાની જાહેરાત કરી છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ગુજરાત એસ.ટી.ની તમામ બસો, સિટી બસો, BRTS બસો રવિવારે બંધ રાખવાની જાહેરાત કરી છે.

Continue Reading

જામનગરની જી.જી હોસપીટલની લેબોરેટરીમાં આજે કોરોનાની ચકાસણી માટે વધુ 9 સેમ્પલ આવ્યા.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં કોરોના વાયરસની ચકાસણી માટેની લેબોરેટરી શરૂ કરવામાં આવી છે અને એમાં ગઇકાલ સુધીમાં કુલ 36 સેમ્પલો આવ્યા હતા જેમાં એક પોઝિટિવ આવ્યો હતો ત્યાર પછી આજે વધુ નવ સેમ્પલો સૌરાષ્ટ્રભરમાંથી આવ્યા છે. જેમાં જામનગરના એક સેમ્પલનો સમાવેશ થાય છે. જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કોરોના […]

Continue Reading

Corona Update Live Gujarat / કોરાનાના વધુ 3 કેસ નોંધાતા રાજ્યમાં કુલ 5 પોઝિટિવ, બધા કેસ વિદેશથી આવેલા લોકોમાં જોવા મળ્યાં

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે 2 હતી તે એક દિવસમાં જ અઢીગણી વધીને આજે 5 થઈ ગઈ છે. અમદાવાદની 2 મહિલા અને વડોદરાના એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો […]

Continue Reading

હળવદ શિશુમંદિર ની દીકરી ચિ.દેવી મુસાહરી ને પ્રાર્થના સભા દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

હળવદ શિશુમંદિર માં અભ્યાસ કરતી આસામ ની દીકરીઓ પૈકી સૌથી નાની ઉંમર ની દીકરી ચિ.દેવી મુસાહરી નું 3 માસ પહેલા કેન્સર ડિટેકટ થતા સારવાર દરમિયાન ગઈકાલે આસામ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયેલ હળવદ ના શિશુમંદિર ખાતે આસામ ની 30 દીકરીઓ છેલ્લા 5 વર્ષ થી આશ્રય લઈ રહી છે તે પૈકી ની ચિ. દેવી સૌથી નાની […]

Continue Reading

ગુજરાત ભરમાં કોરોના વાયરસની દેહસ્ત ફેલાયેલી છે ત્યારે મામલતદાર તેમજ અધિકારીઓ દ્વારા ખાસ મીટીંગ આયોજન કરવામાં આવ્યું.

આજરોજ કોરોના વાયરસ ફેલાવવાના ના ભાગરૂપે રાજ્ય સરકારની સુચના મુજબ તાલુકા કક્ષાએ કચેરીમાં આવતા અરજદારોની સાફ-સફાઈ થાય તેમાટે મામલતદાર કચેરી એ વોશબેસિન સેનિટાઈઝેશન કામગીરી શરૂ કરવામાં આવેલ ઉપરાંત કચેરી ના કામ માટે લોકોને બિનજરૂરી આવ- જાવ ન કરવામાં આવે અને કેસ બોર્ડ પણ પંદર દિવસ મુલ્તવી રાખેલ છે તેમજ કચેરીની પૂરતી સાફ-સફાઈ રાખવામાં આવે છે […]

Continue Reading

રાજકોટ / કોરોનાના એક પોઝિટીવ કેસ બાદ વધુ 5 શંકાસ્પદ, દુબઈથી આવેલા ગોંડલના યુવાનનો કેસ નેગેટીવ.

ગુજરાતમાં કોરોનાના પ્રથમ બે દર્દીમાં રાજકોટનો યુવક સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યો હોવાની વિગતો આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવી છે. હજુ ત્રણ દર્દી શંકાસ્પદ છે અને યુવકના પરિવારમાંથી પણ 4 વ્યક્તિ શંકાસ્પદ હોવાથી રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આથી આરોગ્ય વિભાગમાં પણ ઉચાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 8મી માર્ચે રાજકોટ આવ્યા બાદ તેને એક સપ્તાહ […]

Continue Reading

કોરોના વાઈરસને પગલે 22 માર્ચે સુરતમાં જાહેર બસ સેવા બંધ

સુરતમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ મળ્યા બાદ સુરત મહાનગર પાલિકાએ તકેદારીના તમામ પગલા વધુ સઘન બનાવી દીધા છે. વડાપ્રધાને 22 માર્ચના રોજ જનતા કરફ્યુની અપીલ કરી છે તેની સાથે સુરત મહાનગરપાલિકા પણ જોડાઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ 22મી માર્ચે સુરતમાં તમામ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સુરત મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી […]

Continue Reading

બોડેલીની મોડાસર ચોકડી પાસે કારમાંથી દારૂ સાથે ખેપિયો ઝડપાયો

બોડેલીની મોડાસર ચોકડી પરથી ગેરકાયદેસર ઈંગ્લીશ દારૃ ભરેલી   ગાડી સાથે ખેપિયાની બોડેલી પોલીસે અટક કરી હતી .ગાડી માંથી રૂ. 54025  ના દારૂ સહિત કુલ રૂ.264025   નો મુદામાલ જપ્ત કરી ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  બોડેલી નસવાડી રોડ.પર બોડેલી તાલુકાના મોડાસર ચોકડી પર બોડેલી પોલીસ નાકબધીમાં હતી .છોટાઉદેપુર તરફથી એક સિલ્વર  […]

Continue Reading

ગોધરાની સ્કૂલમાં ધો-12 ની બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો

ગોધરાના દાહોદ રોડ ખાતે  આવેલી કલરવ સ્કૂલમાંથી  ધો.૧૨ બોર્ડ ની પરીક્ષા દરમ્યાન વર્ગખંડમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો.ખોટું નામ ધારણ કરી મિત્ર વતી અંગ્રેજી વિષયની પરીક્ષા આપતો વિદ્યાર્થી ઝડપાતા શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી . રાજ્ય ભરમાં ધો-10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.ગોધરાના દાહોદ રોડ ખાતે આવેલી કલરવ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ધો.12  […]

Continue Reading

વડોદરા / ITIનો તાલીમાર્થી યુવાન ઈન્ડોનેશિયામાં અન્ડર-19 કબડ્ડી ટીમનું નેતૃત્વ કરશે, પિતા હાઉસ કિપિંગનું કામ કરે છે

સાધારણ કદ-કાઠી ધરાવતો અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દશરથમાં ફિટર ટ્રેડમાં અભ્યાસ કરતો નીરજ સોલંકીથી કબડ્ડીના મેદાનમાં હરીફ ટીમના દાંત ખાટા કરી દે છે. નીરજે રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવ્યા બાદ આગામી સમયમાં ઈન્ડોનેશિયા ખાતે યોજાનારી કબડ્ડીની ટૂર્નામેન્ટમાં ટીમનુ નેતૃત્વ કરતો જોવા મળશે. નિરજના પિતા પિતા હાઉસ કિપિંગનું કામ કરે છે. નીરજની આ સફરમાં તેના બાળપણનો મિત્ર […]

Continue Reading