જામજોધપુરમાં બાઈક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત,બાઈક સવાર મહિલા ને ગંભીર ઈજા થતા મૃત્યુ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામ પાસે ગઈકાલે સાંજે એક ત્રિપલ સવારી બાઈક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકચાલક દંપતી ઘાયલ થયું છે, જ્યારે પાછળ બેઠેલી તેઓની પુત્રવધૂને ગંભીર ઇજા થઈ હોવાથી મૃત્યુ નિપજ્યું છે. મળેલી વિગતો ના આધારે જામજોધપુર તાલુકાના બાવલા ગામના વતની અતુલભાઇ કાંજિયા અને તેમના પત્ની ભાવનાબેન […]

Continue Reading

વડોદરાઃ કોરોનાના 6 પોઝિટિવ કેસ,સમગ્ર શહેર લોકડાઉન: 500 વાહનો ડિટેઇન, 7 વેપારીની અટકાયત

વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના નવા 3 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 6 ઉપર પહોંચી ગઇ છે. શ્રીલંકા ગયેલા 12 લોકોના ગૃપ પૈકી અગાઉ એક પુરૂષનો કોરોના વાઈરસનો પોઝિટીવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આજે તેની પત્ની, દીકરી અને પુત્રવધુનો કોરોના વાઈરસનો કેસ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ છે. […]

Continue Reading

જનતા કર્ફ્યૂ; આજથી બુધવાર સુધી લોકડાઉન, દુકાનો/ઓફિસ ખુલ્લી રાખનાર સામે કાર્યવાહી સીઘી જેલ

અમદાવાદઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા જનતા કર્ફ્યૂને લીધે સમગ્ર અમદાવાદ સંપૂણ બંધ રહ્યું હતું. 1960માં અપાયેલા જનતા કર્ફ્યૂના એલાનમાં આવી સ્થિતિ જોવા મળી હતી. વર્ષો પછી અમદાવાદીઓએ આવું બંધ શહેર ને જોયું. શિવરંજની પાસેની આ તસવીર શહેરના દરેક વિસ્તારમાં રહેલા બંધનું પ્રતિબિંબ પાડે છે. જનતા કર્ફ્યૂ પછી હવે 25 માર્ચ સુધી શહેરને લોક ડાઉન કરાશે. […]

Continue Reading

કોરોના ગુજરાત/ વડોદરામાં કોરોનાના ત્રણ નવા કેસ, રાજ્યમાં અત્યારસુધી કુલ 29 પોઝિટિવ કેસ અને 1નું મોત

ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચુ ગયું છે. ગુજરાતમાં કોરોના માથું ઉંચકી રહ્યું છે. રાજ્યમાં અત્યારસુધીમાં 29 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યનું પહેલું મોત સુરતમાં થયું છું. અમદાવાદમાં સૌથી વધારે 13 પોઝિટિવ કેસ, વડોદરામાં છ, સુરતમાં 4, ગાંધીનગરમાં 4 અને કચ્છ તથા રાજકોટમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં નવા ત્રણ પોઝિટિવ […]

Continue Reading

કાલોલ તાલુકાના કંડાચગામનો યુવાન બે દિવસથી  દુબઈથી કંડાચ પરત થતાં પ્રાંત અધિકારી સહીતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.  

જયવીરસિંહ સોલંકી કાલોલ તાલુકાના કંડાચગામનો યુવાન બે દિવસથી દુબઈથી આવી કંડાચ સ્થાઈ થયો હોવાની જાણ કાલોલ તાલુકાના સ્થાનિક તંત્રને થઈ હતી. જેના પગલે કાલોલ સ્થાાનિક તંત્ર દ્વારા બે વાર કંડાચગામની મુલાકાત લેવામાં હતી. પરંતુ દુબઈથી આવેલ યુવાન લોક સંપર્કમાં રહેતો હોવાનો રીપોર્ટ ગ્રામપંચાયતના તલાટી દ્વારા કરવામાં આવ્યો હતો જેથી પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારી વિશાલ સક્સેના […]

Continue Reading

કલમ 144, કર્ફ્યુ, જનતા કર્ફ્યુ અને લોકડાઉન વચ્ચે શું ફરક? સરળ શબ્દોમાં જાણો એ દરેક બાબતો, જે હાલ ખાસ જરૂરી છે.

જનતા કર્ફ્યુ એ કાયદા દ્વારા લાદવામાં આવેલો ફરજિયાત કર્ફ્યુ નથી પરંતુ અનિવાર્ય સંજોગો મુજબ સ્વૈચ્છિક સમજદારીથી તેનું પાલન કરવાનું હોય છે લોકડાઉન એ ગંભીર પરિસ્થિતિમાં લોકોની આવનજાવન મર્યાદિત કરવા માટે લાગુ કરાય છે, જેમાં ઘરમાં રહેવું ફરજિયાત હોય છે કલમ 144 એટલે શું? CRPCની ધારા-144 શાંતિ સ્થાપવા અથવા કો ઈમર્જન્સીની સ્થિતિમાંથી બચવા માટે લાગુ કરવામાં […]

Continue Reading

ગાંધીનગરમાં સ્વાઇનફ્લૂનો વધુ એક પોઝિટિવ કેસ મળ્યો

કોરોનાના ફફડાટ વચ્ચે સ્વાઈનફ્લૂએ માથુ ઉંચકયું છે તેવી સ્થિતિમાં સાવચેતી રાખવી ખુબજ જરૂરી બની ગઈ છે. ગાંધીનગર જિલ્લામાં આ સિઝનનો ત્રીજો કેસ પોઝિટિવ મળી આવ્યો છે. રાંદેસણના યુવાનને સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.  સમગ્ર વિશ્વની સાથે હવે ગુજરાતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેને લઇને આરોગ્યતંત્ર જ નહીં […]

Continue Reading

વડોદરાના વેપારીઓ જનતા કરફ્યૂમાં જોડાશે, મેયરે કહ્યુ: ‘કોરોના વધુ ન ફેલાય તે માટે ભગવાનને પ્રાથર્ના કરીએ.

વડોદરામાં કોરોના વાઇરસના 2 કેસ પોઝિટિવ સામે આવતા કોર્પોરેશન દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરીજનોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સૂચના જાહેર કરી છે. વડોદરાના મેયર જિગિષાબેન શેઠે જણાવ્યું હતું કે, વડોદરામાં બે કેસ સહિત સમગ્ર ગુજરાતમાં 7 કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા છે, ત્યારે આ વાઇરસ વધુ ન ફેલાય તે માટે કોર્પોરેશન દ્વારા ઘનિષ્ઠ પગલાં ભરવામાં આવ્યા […]

Continue Reading

વડોદરામાં કોરેન્ટાઈનનો ઈનકાર કરનારા સામે પોલીસ કેસ કરાશે

52 વર્ષના પુરૂષે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો અને તેના સંપર્કમાં રહેલા 5 જેટલી વ્યક્તિને કોરેન્ટાઈનની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. રાજ્ય સરકારે તાજેતરમાં વિદેશ પ્રવાસ કરીને આવ્યા હોય તેવા લોકોની યાદી મોકલી છે. જિલ્લા કલેકટરે શહેર-જિલ્લા આરોગ્યતંત્રને આ તમામ પ્રવાસીઓને તાત્કાલિક હોમ કોરેન્ટાઇન હેઠળ મૂકવા સૂચના આપી છે. આ સૂચના પાળવાનો ઇન્કાર કરનારા પ્રવાસીઓ સામે […]

Continue Reading

કોરોનાવાઈરસ: અમદાવાદમાં કલમ 144 લાગુ, કોઈ મહામારીને કારણે પહેલી વખત જાહેરનામું બહાર પડાયું.

સામાન્ય રીતે ચારથી વધુ લોકોના ભેગા થવા પરનું પોલીસ કમિશનરનું જાહેરનામું કોઈ અનિવાર્ય સંજોગોમાં પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને કારણે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ચારથી વધુ લોકોના એકત્ર થવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી તેનો કડક અમલ કરવા સૂચના આપી છે. ભારતમાં પણ 200થી વધુ કેસો નોંધાયા પોલીસ સૂત્રોમાંથી […]

Continue Reading