ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. છતા પણ કેટલાક લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. સરકાર ના નિયમો નું પાલન નથી થઇ રહ્યું. ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેથી હવે તંત્રે પોલીસને કડક વલણ અપનાવવા કહ્યું છે. જેથી લોકો ઘર માં જ રહે અને સ્વસ્થ રહે તેમજ કોરોના વાઇરસ ને ફેલાવતો અટકાવી શકાય.
ભાવનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં 14 પોલીસકર્મીઓ હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. માહિતી મુજબ 1 પોલીસ કર્મીના સંપર્કમાં આવેલા અન્ય 13 પણ હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. આપણે જણાવી દઈએ કે ભાવનગરમાં પોઝિટિવ કેસના દર્દીનું મોત થયું છે. ત્યારે એવી માહિતી છે કે આ દર્દીના સંપર્કમાં આ પોલીસકર્મીઓ આવ્યા હતા. જેથી તમામ 14 પોલીસ કર્મીઓ ને હોમ કોરન્ટાઇન કરાયા છે.