પરીક્ષા ઓનલાઈન લેવાની માંગ સાથે ગાંધીજીના વેશમાં આવેદનપત્ર સુપરત.

એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા ગાંધીજીની વેશભૂષામાં આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અગ્રણીએ ગાંધીજીના પહેરવેશ સાથે મેનેજમેન્ટને રજૂઆત કરી હતી કે માત્ર એક માસ માટે ભણતર તથા પરીક્ષા ઓફલાઈન કરી વિદ્યાર્થીઓ માટે કનડગત ઉભી કરી છે. વિદ્યાર્થીઓએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે , યુનિવર્સિટી દ્વારા હજુ પણ ઓફલાઈન પરીક્ષા […]

Continue Reading

1 વર્ષમાં માલસામાનની હેરફેરથી વેસ્ટર્ન રેલવે 2429 કરોડ કમાયું.

વેસ્ટર્ન રેલવે દ્વારા કોરોના મહામારી દરમિયાન નવા કોન્સેપ્ટ પર કામ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું છે. પેસેન્જર ટ્રેનની આવક બંધ થતા રેલવે દ્વારા બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટની સ્થાપના કરી રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા જતો માલ સામાન ટ્રેન દ્વારા હેરફેર કરવા માટે કવાયત હાથ ધરી હતી. વેસ્ટર્ન રેલવેને માલસામાનની હેરફેર દ્વારા નાણાકીય વર્ષ 21-22 દરમિયાન રૂપિયા 2429 […]

Continue Reading

પાલિકાએ ડિવાઇડરો પર વાવેલા 20 હજાર જેટલા કોનોકાર્પસ રોજ 1 લાખ લિટર ભૂગર્ભ જળ શોષે છે.

તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ વડોદરા જિલ્લામાં 41,215.16 કરોડ લિટર ભૂગર્ભ જળ પડ્યું છે, પણ સાથે જ આ ભૂગર્ભ જળની વડોદરામાં મધ્યમ સ્તરે કટોકટીની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે વડોદરાના ડીવાઇડરો પર 20 હજાર જેટલા કોનોકાર્પસ વૃક્ષો ઊગાડાયાં છે. જે ભૂગર્ભજળને તળિયાઝાટક કરી શકે છે. આફ્રો-અમેરિકન મૂળનાં લીલાંછમ દેખાતાં કોનોકાર્પસ ટ્રીને જબદરસ્ત પાણી આપવું […]

Continue Reading

વડોદરામાં ડો. આંબેડકર સ્મારક ભવન નું 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું.

વડોદરામાં નિર્માણાધીન ડો. બાબા સાહેબ આંબેડકરના સ્મારક ભવનનું 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે .રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ ડો.આંબેડકર સ્મારક ભવનની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલી કામગીરીની અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની […]

Continue Reading

ધો-10ના સ્ટાન્ડર્ડ ગણિતમાં 30 ગુણના દાખલા પુસ્તકના ઉદાહરણના જ પૂછાયા.

શિક્ષણ બોર્ડની ધોરણ-10નું સ્ટાન્ડર્ડ ગણિત પેપરમાં 30 ગુણના દાખલા પુસ્તકના ઉદાહરણના જ પુછવામાં આવ્યા હતા. આથી વિદ્યાર્થીઓને રોકડિયા માર્કનો ફાયદો મળશે. પેપરમાં 20 ગુણના દાખલા હોંશિયાર અને નબળા વિદ્યાર્થીઓને અલગ કરે તેવા પુછાયા હતા. શિક્ષણ બોર્ડની ધોરણ-10ની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા વધારે સરળ નિકળ્યું હતું. આર.સી.સ્કુલના વિષય શિક્ષક પ્રવિણભાઇ પટેલના જણાવ્યા મુજબ […]

Continue Reading

સવારે ધુમ્મસ સાથે આહલાદકતા,બપોરે આકરી ગરમી,એપ્રિલની શરૂઆતમાં જ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચશે.

શહેરમાં ગુરૂવારે વહેલી સવારે ધુમ્મસ છવાતા આહલાદક અનુભવાયો હતો. જયારે બપોરે 39 ડિગ્રીની આકરી ગરમી અનુભવાય હતી. હવામાન ખાતાએ 1 એપ્રીલથી ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચવાની આગાહી કરતાં હિટવેવની સંભાવનાઓ વધી છે. પશ્ચિમથી આવનારા ગરમ પવનો ગરમીમાં વધારો કરશે. ઉનાળામાં ધુમ્મસ કેમ? સુર્યના કિરણો ધરતી સુધી પહોચતા જ ધુમ્મસ દુર થયું હતું. ધુમ્મસ ફેલાવવા પાછળ […]

Continue Reading

આજે પરીક્ષા પે ચર્ચામાં શહેરની કેની PM સમક્ષ પ્રશ્ન રજૂ કરશે.

શહેરની કેની પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછશે. 1 એપ્રિલના રોજ પરીક્ષા પે ચર્ચાની 5મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ વિશ્વભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે સીધો સંવાદ કરશે. તેમજ વિદ્યાર્થીને વડાપ્રધાનને પ્રશ્ન પૂછવાની તક મળશે. જેની પસંદગી પહેલેથી કરવામાં આવી હતી. 19 જાન્યુઆરીએ થયેલ ઓનલાઈન સર્જનાત્મક લેખન સ્પર્ધામાં […]

Continue Reading

વડોદરા કોર્પોરેશનના બેંક ખાતામાં બોન્ડના 100 કરોડ જમા થયા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજે 100 કરોડના બોન્ડસનું બી.એસ.ઇ.માં લિસ્ટિંગ કર્યું હતું. જોકે તે અગાઉ 28 મી માર્ચના રોજ કોર્પોરેશનના બેંક ખાતામાં 100 કરોડની રકમ જમા થઈ ગઈ હતી. જેનો વિવિધ વિકાસ કાર્યોમાં ઉપયોગ થશે. બોન્ડસએ કંપની અને સરકાર માટે નાણાં એકત્રિત કરવાનું એક સાધન છે. બોન્ડ દ્વારા એકત્ર થયેલ નાણાં દેવાની શ્રેણી હેઠળ આવે છે. […]

Continue Reading

પ્રેમસ્વરૂપ સ્વામી પ્રમુખપદેથી રાજીનામું આપીને માફી માંગે; પ્રબોધસ્વામી જૂથ.

હરિધામ સોખડાના મંદીરની ગાદીનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. પ્રબોધસ્વામીનું ગાતરીયું ખેંચવાની ઘટના હોય કે પછી તેમનું વારંવાર અપમાન કરવાની ઘટના બનતા હરિભક્તોની લાગણી દુભાતા તેમને કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રેમસ્વરૂપ સ્વામી જાહેરમાં માફી માંગી પ્રમુખ પદેથી બરતરફ કરવાની માંગણી કરી હતી. જો પ્રેમસ્વરૂપ સ્વામી માફી તેમજ રાજીનામું નહી આપે તો હરિભક્તો હરિધામમાં આમરણાંત ઉપવાસ […]

Continue Reading

મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ગાંધીનગરની 445 ચોરસ મીટર જમીનનું સંપાદન.

મેટ્રો રેલ પ્રોજેક્ટના ત્રીજા ફેસમાં ગાંધીનગરમાં કામગીરી શરૃ થઇ ગઇ છે. ગાંધીનગર શહેર તથા જિલ્લાની જમીનનું સંપાદન પણ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી છે. મેટ્રો પ્રોજેક્ટમાં મોટાભાગની જમીન સરકારની જ લેવામાં આવી છે. કુલ ૪૪૫ ચોરસ મીટર જમીનનું સંપાદન પણ કરવામાં આવ્યું છે. ઘણા ગામો કોર્પોરેશનમાં ભળી ગયા છે એટલે હવે સંપાદનની કામગીરી પણ કોર્પોરેશન […]

Continue Reading