વડોદરા શહેરનાં છાણી વિસ્તારમાં વીજ કરંટ લાગતા ૫૬ વર્ષીય પુરુષનું મોત.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા શહેરનાં છાણી વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી ૫૬ વર્ષીય પુરુષનું મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા ભાથુજી નગરમાં રહેતા ૫૬ વર્ષીય ભાઈલાલ ભાઈ પરમારને પોતાના ઘરે સ્વીચબોડૅ માંથી વીજ કરંટ લાગતા તેઓ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને તાત્કાલીક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ […]

Continue Reading

યાત્રાધામ ચાંદોદમાં ધાર્મિક વિધિ કરાવવા ગયેલ યુવાન નર્મદા નદીમાં લાપત્તા: ૨૨ કલાકની ભારે જેહમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ પાસે આવેલ યાત્રાધામ ચાંદોદમાં ધાર્મિક વિધિ કરાવવા અર્થે આવેલ વડોદરાનો યુવાન નર્મદા નદીમાં તણાતા લાપતા બન્યો હતો. જેથી પરિવારે સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. વડોદરાના વાસણા રોડ પર આવેલ પાર્થપાર્ક સોસાયટીમાં રહેતા અને ઇન્સ્ટા ફાર્મા કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે ફરજ બજાવતો ૩૨ વર્ષીય યુવાન શાહ પાર્થ અવિનાશભાઈ શુક્રવારે પોતાના […]

Continue Reading

વડોદરા: કારમાં દેશી દારૂની હેરફેર કરતા દંપતીને ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યું.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા નવાયાર્ડ નાળા પાસેથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા દંપતીને ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યું હતું. કોઈને શંકા ન જાય તે માટે કારનો ચાલક ON DUTY GOVT OF GUJART ની પ્લેટ લગાવી ફરતો હતો. ફતેગંજ પોલીસે કાર અને દેશી દારૂના જથ્થા સાથે દંપતીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફતેગંજ પોલીસ ને માહિતી […]

Continue Reading

વડોદરા સયાજી હોસ્પિટલના કોવિડ વોડૅમાં દર્દીઓની શ્વસનક્રિયાને સમતોલ કરવા હાસ્ય અને રમત ચિકિત્સાનો અનોખો પ્રયોગ.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે વ્રજમાં વાંસળી વગાડતા ત્યારે જાણે કે આખા વ્રજમાં નવી ચેતનાનો સંચાર ! થતો યમુનાના નીરથી લઈને પશુ પક્ષી વનસ્પતિ વ્રજવાસીઓ અને જડ ચેતન બઘામા એમનો વેનું નાદ ઉત્સાહ અને ઉમંગ ભરતો કદાચ સમગ્ર સૃષ્ટિમાં સકારાત્મક ચેતના નો સંગીત દ્વારા સંચાર કરવાનો એ પ્રથમ પ્રયોગ હશે. સંગીત ચેતના જગાવે છે […]

Continue Reading

વડોદરા: ડભોઇ પાસે ના ટીંબી ગામ માં દાગીના ચમકાવાનુ કહી રૂપિયા ૩,૧૫,૦૦૦ નુ સોનુ પડાવી ગઠિયો ફરાર..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇન નજીકના ટીંબી ગામે સવારના ૧૧ વાગે ૩ ગઠીયાઓ બજાજ પલ્સર મોટર સાયકલ પર બેસી આવ્યા હતા. ગામની ભાગોળે મોટર સાયકલ મુકી ગામમાં તાંબા પિત્તળ ના વાસણ અને સોના-ચાંદીના દાગીના ચમકાવી આપવાનુ જણાવી ટીંબી ગામમા રહેતા તૃપ્તીબેન ઉમેશભાઇ પટેલ ઉ.વ.૩૩ ના ઘેર જઈ પ્રથમ પિત્તળનો લોટો વિમ્સ લીકવીડ નામના પ્રવાહીથી ચમકાવી આપી […]

Continue Reading

વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાનોનું ચેકિંગ..વ્યાપારીઓને નવા નિયમોની સમજ પણ આપી

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈનું વેચાણ કરનારા વેપારીઓએ પણ હવે એકસપાયરી ડેટ લખવી પડશે તેવો કાયદો બનાવવામાં આવતા તેનો અમલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી શરૂ કર્યો છે જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો નું ચેકિગ શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં મીઠાઈના વેપારીઓ માટે નિયમ બનાવ્યો છે કે મીઠાઈની બનાવટ પછી […]

Continue Reading

વડોદરા: કોરોના મહામારી સમયે ડભોઇ નગરપાલિકાના હેલ્પલાઇન ફોન નંબરો ‘લકવાગ્રસ્ત’ રહેતા નગરજનોને પારાવાર મુશ્કેલી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ હાલમાં જ્યારે કોરોના મહામારીનો મુશ્કેલ સમય ચાલી રહ્યો છે અને નગરમાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધી રહી છે ત્યારે સરકાર સોશિયલ ડિસ્ટન્સીગ જાળવવા અને ભીડભાડ થી દૂર રહેવાના સંકેત આપી રહી છે. પણ તેવા સમયે ડભોઇ નગરપાલિકામાં ડ્રેનેજ લાઈનો ચોક અપ થઇ જવાથી નગરમાં વિવિધ સ્થળોએ ” ગટરગંગા ” વહી […]

Continue Reading

વડોદરા: ડભોઇ થી કેવડીયા તરફ જવાના માર્ગ ઉપર ઠેક ઠેકાણે દિશાસૂચક બોર્ડ પડી જતાં રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ થી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફોરલેન રોડ ૨ વર્ષ પૂર્વે જ બનાવાયો છે. જ્યારે વેગા પાસે ના ત્રિભેટા નજીક કેટલાક દિશા સૂચક બોર્ડ પવન ની ચાલતે પડી ગયા હોય રાહ દારીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઇ બાઈપાસ રહી કેવડીયા અને બેડેલી છોટાઉદેપુર રહી મધ્યપ્રદેશ જવાનો નો સ્ટેટ […]

Continue Reading

વડોદરા: કુવામાં પડેલા શ્વાનને બાપા સીતારામ સેવા મંડળના લોકો દ્વારા ભારે જેહમત બાદ બહાર કાઢયો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા ગુજરાતની પ્રજા આકરા સમયે એકબીજાને વારે આવતા જ હોય છે ત્યારે આજે તમને ગુજરાતીઓ એક મહેક છોડતા જ હોય છે પરંતુ આજે તમને એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે ગુજરાતીઓ જ કરી શકે બાકી બીજું કોઈ કરી ન શકે વડોદરા શહેરમાં સમા પોલીસ સ્ટેશનની પી.સી.આર વાન પેટ્રોલિંગ દરમિયાન કોઈ જાન […]

Continue Reading

વડોદરા: ઉચ્ચ ગુણવત્તા વાળા ડીઝલ પેટ્રોલ વેચતા વેપારીઓને આર્થીક ફટકો પડી રહ્યો છે ત્યારે ડભોઇમાં ખુલેલા બાયો ડીઝલના પંપને તંત્ર દ્વારા બંધ કરાવામાં આવ્યા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ માં ટિંબી ફાટક નજીક જે.જી. બાયોડીઝલ ટિંબી ફાટક પાસે આવેલ પંપ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં દ્વારા વેપારી પ્રાથમીક સુવિધા પૂરતી પહોંચવાથી તેમજ બાયોડિઝલ બજાર કરતાં ઓછા ભાવે ડીઝલ વેચતા હોય જેની ગુણવતાની ચકાસણી માટે મામલત દાર જય પટેલ દ્વારા કરવામાં આવી હતી.તે પંપ ઉપર થી ડીઝલના સેમ્પલ પણ લેવામાં આવ્યા […]

Continue Reading