કચ્છના નાના રણમાં કમોસમી વરસાદની આગાહીના પગલે કરોડો રૂ.નું 8થી 10 લાખ મેટ્રિક ટન મીઠા પર ખતરો.

રણમાંથી દર વર્ષે અંદાજે 13 લાખ મેટ્રિક ટન મીઠું ટ્રક અને ડમ્ફરો દ્વારા ખેંચીને ખારાઘોઢા લાવવામાં આવે છે. હાલમાં અંદાજે 20 ટકા મીઠું ખેચાયુ છે જોકે, હજું અંદાજે 8થી 10 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં છે. ત્યારે છેલ્લા બે દિવસથી રણકાંઠામાં વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાંપટાથી અગરિયાઓ અને મીઠાના વેપારીઓનો જીવ પડીકે બંધાયો છે કારણ […]

Continue Reading

અધૂરી કેનાલોને કારણે ધ્રાંગધ્રામાં પાણીની વિકટ સમસ્યા.

એકબાજુ ધગધગતો ઉનાળો તપી રહયો હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ પાણીની રામાયણ સર્જાઈ છે તો બીજી બાજુ ધ્રાંગધ્રા તાલુકાનાં કેટલાક ગામોમાં માઈનોર કેનાલનાં કામ અધુરા હોવાથી ખેડુતો અને નાગરીકોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોે હોવાની લોક ફરિયાદો વ્યકત થઈ રહી છે.ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર, રાજગઢ, હીરાપુર, જશાપર, બાવળી સહીતનાં ગામોને નર્મદાનો લાભ મળે તેવા હેતુથી પેટા કેનાલોનું આયોજન […]

Continue Reading

મૂળીના ખેડૂતે સરકારી નોકરી છોડી પાંચાળની પથરાળ ભૂમિ પર 100 વીઘામાં જામફળ, દાડમ અને લીંબુની ખેતી કરી, વર્ષે 18 લાખની આવક.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની જમીન પથરાળ અને રેતાળ હોવાથી મોટા ભાગે ખેડૂતો કાલા અને કપાસની જ ખેતી કરે છે. ખેડૂતો અત્યારસુધી કપાસ, એરંડા અને જીરાની ખેતી તરફ જ નભતા હતા, પરંતુ નર્મદાના નીર આવતાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ઝાલાવાડના ખેડૂતો બાગાયતી ખેતી કરીને સારોએવો નફો રળી રહ્યા છે. ત્યારે મૂળીના […]

Continue Reading

વઢવાણનો 100 વર્ષ જૂનો મોરારજીનો કુંડ ગંદકીથી ભરેલો.

વઢવાણ શહેરનાં નવાદરવાજા બહાર કોળીવાસમાં અંદાજે 100 વર્ષથી જૂનો મોરારજીનો કુંડ જર્જરિત તેમજ ગંદકીયુક્ત બનતા દર્શનાર્થે આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે. આ કુંડની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે. કારણ કે આ કુંડમાંથી 43 વર્ષ પહેલા આજુબાજુ વિસ્તારના લોકો પાણી લઇને તેનો ઉપયોગ કરતા હતા. વઢવાણ નવાદરવાજા બહાર કોળીવાસમાં 100થી વધુ […]

Continue Reading

સુરેન્દ્રનગરમાં ઉનાળાની આગ ઓકતી ગરમી વચ્ચે શાકભાજીના ભાવો પણ ભડકે બળ્યા,શાકભાજીમાં ડબલ ભાવ વધારો.

સુરેન્દ્રનગરમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભડકે બળતા ભાવોને લઈને ગૃહિણીઓમાં કકળાટ મચ્યો છે. એક બાજુ ગરમીનો પારો સડસડાટ વધી રહ્યો છે. તે રીતે જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ ગણાતા શાકભાજીના ભાવો પણ આસમાને આંબી રહ્યા છે. દરેક પ્રકારના શાકભાજીમાં ભાવ વધારો થયો છે. મોંઘવારીએ એટલી હદે માજા મૂકી છે કે, શાકભાજીના ભાવોએ મહિલાઓના ઘરનું અર્થતંત્ર […]

Continue Reading

કોઠારિયામાં દિવસે કથા અને રાત્રે ભજન,મેળામાં લોકો તરબોળ બન્યા.

વઢવાણના કોઠારિયા ગામમાં સેવાભાવી સંત વજાભગતના આશ્રમે ગૌશાળાના લાભાર્થે ગુજરાતના જાણીતા કથાકાર જિજ્ઞેશદાદાની દિવ્ય કથા ચાલી રહી છે. તા.2 એપ્રિલને શનિવારથી શરૂ થયેલી આ કથાની તા.8 એપ્રિલ શુક્રવારે પૂર્ણાહુતિ થશે. ત્યારે હાલ 5 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો દિવસે કથા, રાત્રે ભજન અને લોકમેળામાં તરબોળ બન્યા છે. કોઠારિયા ગામની પવિત્ર ભૂમિમાં જન્મેલા વજાભગના શ્રી રામરોટી […]

Continue Reading

સુરેન્દ્રનગરમાં રહેતા રાજસ્થાની પરિવારોએ ગણગોર તહેવારની ઉજવણી કરી.

ગુજરાતમાં વસતા રાજસ્થાની પરિવારોની મહિલાઓ અને બાળાઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણગોર તહેવારની ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા રાજસ્થાની પરિવારોએ પણ ગણગોર તહેવારની ઉજવણી કરી હતી. રાજસ્થાની પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે અને કૂંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ માટે સતત 16 દિવસ શંકર-પાર્વતિ (ગણગોર) ની પૂજા કરે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી […]

Continue Reading

કોરોનામાં મંદ પડેલા લખતરના બજરંગપુરા ગામમાં હાથશાળ કળાને સંજીવનીની જરૂર.

લખતર તાલુકાના બજરંગપુરા ગામે હાલના સમયમાં અમુક ઘરોમાં હાથશાળ થકી ખાદી બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના વચ્ચે આવી જતા છેલ્લા 2 વર્ષથી આ કામમાં ભારે મંદી આવી ગઈ હોવાથી કામ કરતા લોકોને ગુજરાન ચલાવું મુશ્કેલ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયેલો છે. તો તેઓને ઉપરથી આવતો કાચો માલ પણ ઓછો આવતાં જીવન […]

Continue Reading

સુરેન્દ્રનગરના દસાડામાં આવેલા છત્રોટ શાળાના શિક્ષકનો વિદ્યાર્થીઓને અભ્યાસ તરફ વાળવા નવતર પ્રયોગ.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના છત્રોટ ગામની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને અભ્યાસ તરફ વાળવા આવો નિશાળે, રમો નિશાળે ભણો નિશાળે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં બાળકોને 17 પ્રકારની પ્રવૃત્તિઓ બનાવી તે બોક્સમાં મુકાય તેમાંથી રોજ 1 ચિઠ્ઠી નિકળે તે પ્રવૃત્તિ કરવાની. જે પહેલા જે 50 ટકા હાજરી રહેતી હતી તે હવે 90 ટકા હાજરી થઇ […]

Continue Reading

નાફેડે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ચણા ખરીદ્યા હતા ગોડાઉનમાં સંભાળ ન લીધી, APMCના વેરહાઉસમાં સાચવણીનો અભાવ.

નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો પાસે 2 વર્ષ અગાઉ ખરીદેલા ચણા પાટડી એપીએમસીના વેરહાઉસના ગોડાઉનમાં રાખેલા. વેરહાઉસની બેદરકારીના કારણે હજારો મણ ચણ‍ા સડી ગયા હતા. કંપનીના એમડી પાટડી થઇને કચ્છ તરફ જવાના હોઇ તેઓ કદાચ પાટડી વેરહાઉસની મુલાકાત લે તો ગોડાઉનની સાફ-સફાઇ કરવા જતા આ ચણાનો જથ્થો […]

Continue Reading