રાજકોટને ચોમાસા સુધી પાણીની નિરાંત, સૌનીથી ન્યારીમાં પાણી ઠાલવવાનું શરૂ.

રાજકોટમાં ન્યારી ડેમમાં હાલ 650 MCFT પાણી છે જેમાં સૌની યોજનાથી  200 MCFT પાણી ઠાલવવાનું શરૂ કરાયું છે. આ સાથે આજી ડેમમાં 565 MCFT પાણી અગાઉ આ યોજનાથી નંખાયા બાદ વધુ 175 MCFT ઠાલવવાનું પણ શરૂ કરાયું છે.  ન્યારી ડેમથી હાલ દૈનિક 7થી 8 કરોડ લિટર પાણીનો ઉપાડ થાય છે, આજી ડેમમાં 12 કરોડ લિટર […]

Continue Reading

સ્ટાન્ડર્ડના બદલે બેઝિક ગણિત વધુ સહેલું હોવાથી બોર્ડની પરીક્ષાનાં 5 દિવસ પહેલાં જ રાજકોટમાં ધોરણ 10ના 400 વિદ્યાર્થીએ વિષય બદલ્યો.

ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે બોર્ડની પરીક્ષાના 5 દિવસ પહેલા જ રાજકોટના 92 સહિત રાજ્યના 400 જેટલા વિદ્યાર્થી એવા છે જેમણે છેલ્લી ઘડીએ વિષય બદલ્યો છે. પરીક્ષાના એક સપ્તાહ પહેલા જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં હોલ ટિકિટ આવી ત્યારે તેમને જાણ થઇ કે પોતાને બેઝિક ગણિત રાખવું હતું પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવામાં […]

Continue Reading

રાજકોટમાં સૌની યોજના મારફત ન્યારી ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા, શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી મળશે.

મેયરે સરકારને પત્ર લખી પાણીની માંગ કર્યાના એક મહિના બાદ 200 MCFT પાણીનો જથ્થો ન્યારી ડેમમાં ઠલવાયો. રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા હતા. રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. રૂપાણી સરકારના સમય દરમિયાન માત્ર 10 દિવસમાં જ સૌનીનું […]

Continue Reading

ઉપલેટાના સેવંત્રામાં ખેડૂતે 15 વીઘામાં સૂર્યમુખીનું વાવેતર કરીને ઓછા ખર્ચે સારું પરિણામ મેળવ્યું.

ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામના ખેડૂતે આ વર્ષ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક અને આકર્ષણનું કેન્દ્ર બને તેવી ખેતી કરી છે જેમાં ખેડૂતે અંદાજીત ૧૫ વીઘાના ખેતરમાં સૂર્યમુખીનું વાવેતર કર્યું છે ત્યારે વાવેતર બાદ ખેતરમાં સારૂ પરિણામ જોવા મળતા ખેડૂતના ચહેરા પર રાજીપો જોવા મળ્યો હતો કારણ કે ઓછા ખર્ચામાં સારૂ પરિણામ મળતા ખેડૂતે અન્ય ખેડૂતને પણ […]

Continue Reading

એક વર્ષ બાદ રાજકોટ એરપોર્ટ પર દર કલાકે એક ફલાઈટ ઉડાન ભરશે.

એક વર્ષ બાદ રાજકોટ એરપોર્ટ પર હવે આજથી રોજની 11 ફલાઈટ ઉડાન ભરશે. ગત માર્ચ માસમાં રાજકોટ એરપોર્ટ પર રોજ દર એક કલાકે ફલાઈટ મળી રહેતી હતી. કોરોનાની બીજી લહેર આવતા મુસાફરો ઘટી ગયા હતા. ત્યારે રાજકોટ એરપોર્ટ પર સૌથી વધુ મેડિકલ અને ઈમરજન્સી ફ્લાઈટની અવર-જવર વધારે રહી છે. બીજી અને ત્રીજી લહેર બાદ પહેલીવાર […]

Continue Reading

જેતપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો આજથી બે દિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ.

આજના કલુષિત કાળમાં વિશ્વ ફલકે અક્ષરધામ જેવા 1300 થી અધિક મંદિર રચીને પ્રમુખસ્વામી મહારાજે માનવ ઉત્કર્ષનું યુગ કાર્ય કર્યું છે. તેઓએ રચેલું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર એટલે એક એવું તીર્થસ્થાન જ્યાં બાળકો શિક્ષણ અને સંસ્કારના પાઠ શીખે છે, યુવાનો સેવા અને સંયમથી ઉજ્જવળ ભાવિ ઘડે છે, વડીલો સત્સંગ અને સુહ્યદભાવથી સ્થિરતા ધરે છે, મહિલાઓ ભક્તિ અને […]

Continue Reading

ઉપલેટા શહેરની દરબારગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની બન્ને ટીમે તાલુકા લેવલની ખો-ખો સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન.

રિપોર્ટર -જયેશ મારડિયા, ઉપલેટા દરબારગઢ શાળાની બન્ને ટીમે તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ જીલ્લા કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ. ઉપલેટા શેહેરના નોબલહુડ શાળા ખાતે ખેલ મહાકુંભની ઉપલેટા તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઉપલેટા શહેર અને તાલુકાની બાળકોની ૧૫ જેટલી અલગ-અલગ શાળાઓએ ભાગ લીધો હતો. જયારે બાળકીઓની ૨૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી ઉપલેટા તાલુકા કક્ષાએ […]

Continue Reading

ચારેય ખૂણામાં 25 MMનો એક-એક સળિયો મૂકી દીધો, જેથી તપાસ આવે તો ખૂણો તોડી નિલ રિપોર્ટ આપી શકાય!.

રાજકોટ શહેરના માધાપર ચોકડીએ 63 કરોડના ખર્ચે બની રહેલા ફ્લાય ઓવરબ્રિજમાં પાયામાં ડિઝાઈનમાં દર્શાવેલા 25 એમએમ લોખંડને બદલે તેનાથી નબળું 20 એમએમનું લોખંડ વાપરી બ્રિજની તાકાત 40 ટકા જેટલી ઘટાડી દીધી અને તે પણ રૂપિયા રળી લેવા માટે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરની ટીમે 15 ફૂટ ઊંડા પાયા સુધી પહોંચીને […]

Continue Reading

બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ ખોવાય તો ફોટો-આચાર્યના સિક્કાવાળી ઝેરોક્સ ચાલશે.

શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 28ને મંગળવારથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાનાર છે ત્યારે રાજકોટ મહામારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પહેલા, ચાલુ પેપર દરમિયાન અને પેપર પૂર્ણ થયા બાદ કેવી કાળજી લેવી જોઈએ તેના માટેના માર્ગદર્શક સૂચનો કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે, શાળાએથી પરીક્ષાની હોલટિકિટ મળે એટલે તુરંત જ […]

Continue Reading

રાજકોટમાં સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા મારફત વીજ ચેકિંગ કરાયું, 6 સ્થળેથી 19 લાખની વીજચોરી ઝડપી.

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું અભિયાન PGVCL દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હવે PGVCL હાઇટેક દરોડા પાડી રહ્યું છે. ડ્રોન કેમેરા મારફત PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 6 સ્થળેથી 19 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. તાજેતરમાં જ માંડાડુંગર, દિન દયાળ વિસ્‍તાર, આજીડેમ પાસે આવેલા મિનરલ વોટર પ્‍લાન્‍ટ […]

Continue Reading