ચોટીલામાં ભક્તોને નહીં ચડવા પડે કોઈ પગથિયા, શરૂ થશે નવો પ્રોજેક્ટ.. જાણો વધુ માહિતી..

ચોટીલા ડુંગર પર માતાજીના દર્શન કરવા માટે હવે કોઈ પ્રકારના પગથિયા ચડવા નહીં પડે. ફનિક્યુલર રાઈડનો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. હાલ તો ડુંગર પર ચડીને દર્શન કરવા જવા માટે 632 પગથીયા ચડવા પડે છે. આ પ્રોજેક્ટ ચાલું થતા 45 પગથીયા ચડીને ફનીક્યુલર રાઈટમાં બેસીને મંદિર સુધી જઈ શકાશે.આ માટે 21 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો […]

Continue Reading

દિવ પાસે અરબી સમુદ્રમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ.

સૌરાષ્ટ્રમાં રાજકોટ,પોરબંદર,જામનગર,ગીર સોમનાથ,અમરેલી સહિતના સ્થળે વારંવાર નોંધપાત્ર તીવ્રતાના ભૂકંપો નોંધાતા રહ્યા છે તેની સાથે સૌરાષ્ટ્રના દરિયાની ધરતીમાં પણ ફોલ્ટ્સ સક્રિય બનતી રહે છે. આજે વર્ષો બાદ દિવ પાસેના અને દિવ અને મુંબઈ વચ્ચેના મધદરિયે સવારે 11.16 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.આ ભૂકંપ બિંદુ ઉનાથી દક્ષિણે 103 કિ.મી.દૂર દક્ષિણે અરબી સમુદ્રની ભૂસપાટીથી માત્ર 1 કિ.મી. […]

Continue Reading

જેતપુરમાં છપ્પનભોગનાં દર્શને ભાવિકો ઊમટ્યાં, આજે વિષ્ણુ ગૌપુષ્ટિ પાનનો પ્રારંભ

જેતપુર શહેરમાં સોમયજ્ઞનાં આયોજનથી વૈષ્ણવભક્તોમાં હરખની હેલી ચડી છે. આવું ભવ્ય આયોજન સર્વપ્રથમ વખત થયેલું હોય યજ્ઞ સ્થળે છપ્પનભોગના દર્શનથી વૃંદાવન જેવો માહોલ બની ગયો હતો. આજે સવારે ૮ કલાકથી વિષ્ણુ ગૌપુષ્ટિ પાનનો પ્રારંભ થશે. જય પાર્ક ખાતે યોજાયેલા સોમયજ્ઞમાં સાંજે છપ્પનભોગ ઠાકોરજીને ધરાવવામાં આવ્યો હતો. તેનું મહત્વ સમજાવતાં વૈષ્ણવાચાર્ય રઘુનાથ લાલજી મહારાજે જણાવ્યું હતું […]

Continue Reading

રાજકોટ અને ગોંડલમાં અમીછાંટણાં, યાર્ડમાં ચણા, ઘઉં ખુલ્લામાં હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં 20 અને 21 એપ્રિલ એમ બે દિવસ પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એને પગલે આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં છે અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા છે. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણા, લસણ, મગફળી, કપાસ […]

Continue Reading

લીંબુમાં પરપ્રાંતની આવકો વધી, ભાવ ઘટીને 225 થયા

અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત લીંબુના પ્રતિ એક કિલોના ભાવ રૂ.400ના ઊંચી સપાટી સુધી અથડાઇ જતા દેકારો મચી ગયો હતો, પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં મહારાષ્ટ્ર અને મદ્રાસ તરફથી લીંબુની આવકો વધવા લાગતો જથ્થાબંધ માર્કેટમાં લીંબુના ભાવ ગગડવા લાગ્યા છે. રાજકોટ યાર્ડમાં વધતી આવકો વચ્ચે છૂટક માર્કેટમાં પ્રતિ એક કિલો લીંબુ ક્વોલિટી મુજબ રૂ.100-225ના ભાવે વેચાયા […]

Continue Reading

રાજકોટમાં લગ્નમાં વરવધૂને લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટ કર્યો, કારણ આપ્યું કે ‘આ સૌથી મોંઘી ભેટ’.

હાલ લીંબુ, તેલ અને પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘું બન્યું છે. વધતા જતા ભાવને કારણે લોકોના બજેટ પણ વિખેરાયા છે. ત્યારે રાજકોટમાં આયોજિત એક લગ્નપ્રસંગમાં વરવધૂને તેના મિત્રોએ લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો હતો. અને જણાવ્યું હતું કે આ સૌથી મોંઘી ગિફ્ટ છે. આ અંગે વધુ માહિતી આપતા રાકેશભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે, તેના મિત્ર જિતેન […]

Continue Reading

જૂની પેન્શન યોજના મુદ્દે આજે 7 લાખ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન.

ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે છેલ્લા ઘણાં સમયથી લડત ચલાવી રહ્યાં છે. જૂની પેન્શન યોજના પુનઃલાગુ કરવાની માગ સાથે તમામ સરકારી કર્મચારીઓનો એક સંયુક્ત મોરચો તૈયાર થયો છે. રાજ્યના સરકારી કર્મચારીઓ અને શિક્ષકોની પડતર માંગણીઓનો ઉકેલ નહિ આવતા આજે રાજ્યભરના 7 લાખ કર્મચારીઓએ લડતનો માર્ગ અપનાવ્યો છે.  રાજકોટ ખાતે આજે […]

Continue Reading

નૈઋત્યના દરિયાઈ પવનથી રાજ્યમાં ગરમીના મોજાને બ્રેક.

ગુજરાતમાં રાજસ્થાનના રણ પરથી બળબળતા ઉત્તરીય પવનોને બદલે બંગાળની ખાડીમાંથી મજબૂત નૈઋત્યના દરિયાઈ પવનો ગુજરાત માં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર  ફૂંકાવાનું શરૂ થવા  સાથે 44 સે.તાપમાને બળબળતી લૂ વર્ષાનો અનુભવ કરનાર લોકોને આજે અગનવર્ષામાં આંશિક રાહત અનુભવાઈ હતી. દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં આજે દરિયો તોફાની બન્યો હતો અને માછીમારોને તા. 15 સુધી તે દરિયો નહીં ખેડવા  સૂચના જારી […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં શાકભાજી હવે ઘર આંગણે વાવવા ઝૂંબેશ શરૂ થશે.

સતત બે વર્ષ ભરપૂર મેઘવર્ષા છતાં સૌરાષ્ટ્રમાં શાકભાજી મોંઘાદાટ થઈ ઉંચા ભાવના રેકોર્ડ સર્જાતા હવે ઘર આંગણે શાકભાજી વાવવાની ઝૂંબેશ શરૂ થઈ રહી છે. એક સંસ્થા દ્વારા 400 ગામોમાં એક લાખ બિયારણના નાના પેકેટનું ટોકન દરથી વિતરણ કરવા નિર્ણય લેવાયો છે તો રાજકોટ જેવા મહાનગરોમાં અગાશીની ખાલી જગ્યામાં શાકભાજી ઉછેરવાના પ્રયોગો પણ આગળ વધી રહ્યા […]

Continue Reading

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી કોરોના મહામારીના બે વર્ષ બાદ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધોરાજી ના દરેક સમાજના સહકારથી આવર્ષે રામનવમીની શોભાયાત્રા નિકળી હતી. ધોરાજી શહેરમાં ભગવાન રામજી રથમાં બિરાજી નગરચર્યાએ નીકળ્યા હતા. ભાવી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. કોરોના કાળ ના બે […]

Continue Reading